Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 53

નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.

માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
    તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
    કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
    ને મનથી દેવની શોધ કરતી હોય.
તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
    અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
    ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.

દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
    મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
    તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”

જોકે કશું ડરવા જેવું નહિ હોય
    ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
    તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
    યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
    અને પછી યાકૂબ ખુશ થશે,
    તથા ઇસ્રાએેલ આનંદિત થશે.

લેવીય 25:1-19

ભૂમિને માંટે વિશ્રામનો સમય

25 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસાને કહ્યું, “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો. છ વર્ષ સુધી તમાંરે તમાંરા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમાંરે દ્રાક્ષની વાડીઓને છાંટવી, અને તમાંરી પાકની કાપણી કરવી, પરંતુ સાતમે વર્ષે જમીનને યહોવાના માંનમાં સંપૂર્ણ વિશ્રામ પાળવા દેવો. એ વર્ષે ન તો ખેતરમાં કંઈ વાવવું કે ન તો દ્રાક્ષની વાડીઓ છાંટવી. જમીન પર પડેલા દાણામાંથી જે કંઈ પાકે અથવા છાંટયા વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમાંરે લેવાં નહિ, એ વર્ષે જમીનને સંપૂર્ણ વિશ્રામ આપવો.

“એ વિશ્રામના વર્ષમાં ખેડયા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમને તેમજ તમાંરાં સ્ત્રીપુરુષ, ચાકરોને, તમે મજૂરીએ રાખેલા માંણસોને, તમાંરા ઘરમાં રહેતા વિદેશીઓને, તમાંરાં ઢોરોને તથા દેશના જંગલી જાનવરોને ખાવા કામ લાગશે, તેથી જે કંઈ આપોઆપ પેદા થાય તેનો ખાવામાં ઉપયોગ કરી શકશો.

જુબિલી અર્થાત્ મુક્તિનું વર્ષ

“તમાંરે પોતાના માંટે સાત વર્ષનાં સાત જૂથ ગણવાં, એટલે કે સાત વાર સાત વરસ, એટલે 49 વર્ષ. તે સમય દરમ્યાન ભૂમિને સાત વરસનો વિશ્રામ રહેશે પછી સાતમાં મહિનાના દશમે દિવસે પ્રાયશ્ચિતને દિવસે તમાંરે આખા દેશમાં ઘેટાનું શિંગ વગડાવવું. 10 અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માંટે ઘોષણા કરવી. તમાંરા માંટે એ રણ શિંગડાનું જુબિલીનું વર્ષ છે. જો કોઈની મિલકત વેચાઈ ગઈ હોય તો એ વર્ષે છૂટી થઈ જાય અને મૂળ માંલિકને પાછી મળે, વળી જો કોઈ ચાકર તરીકે વેચાયો હોય તો તે છૂટો થઈ પોતાના પરિવારમાં પાછો જાય. 11 એ પચાસમું વર્ષ તમાંરા માંટે ખાસ ઉજવણીનું વર્ષ છે, એ વર્ષે તમાંરે કાંઈ વાવવું નહિ, અને આપોઆપ જે ઊગ્યું હોય તે લણવું નહિ, તેમજ છાંટયા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ ઉતારવી નહિ, 12 કારણ, તમાંરા માંટે એ રણશિંગડાનું પવિત્ર મુક્તિવર્ષ છે, અને તમાંરે તેને પવિત્ર રાખવાનું છે એટલે એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમાંરે ખાવાના ઉપયોગમાં લેવો. 13 આ મુક્તિ વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતાને ઘેર, પોતાના પરિવારની મિલકતવાળા મકાનમાં પાછા ફરવું, જો તેણે તે વેચી દીધું હોય, તો તે ફરીથી તેને પ્રાપ્ત થશે.

14 “એટલે તમે અરસપરસ જમીન વેંચો કે ખરીદો ત્યારે કોઈ પણ પક્ષે એક બીજાને છેતરવો નહિ. 15 જમીનની કિંમત ઉત્સવના પછીના વર્ષોની ગણતરી પર થાય છે, કેમકે માંલિક ફકત આવતા ઉત્સવ સુધીનો કાપણીનો હક્ક વેચે છે. 16 જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને વર્ષ ઓછા બાકી હોય તો કિમત ઓછી ઠરાવવી, કારણ જે વેચાય છે તે અમુક પાક કુલ મળશે તે છે, અને નહિ કે જમીન. 17 આથી તમાંરે એકબીજાને છેતરવા નહિ, દેવથી ડરીને ચાલવું. હું તમાંરો દેવ યહોવા છું.

18 “માંરા કાનૂનો અને માંરા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહી શકશો; 19 જો તમે નિયમોને આધીન થશો તો ભૂમિ મબલખ પાક આપશે તેથી તમે સુરક્ષિત રહેશો અને તૃપ્ત થશો.

પ્રકટીકરણ 19:9-10

પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”

10 પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International