Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
શાઉલની પહેલી ભુલ
13 એ સમયે શાઉલના રાજયશાસનનું એક વર્ષ પસાર થઈ ગયું હતું. ઇસ્રાએલ ઉપર 2 વર્ષ શાસન કર્યા પછી 2 તેણે ઇસ્રાએલમાંથી 3,000 સૈનિકોની ભરતી કરી. તેમાંના 2,000 પોતાની સાથે બેથેલ પહાડી દેશમાં મિખ્માંશમાં રાખ્યા. જયારે બાકીના હજારનું સૈન્ય શાઉલનો પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના પ્રદેશના ગિબયાહમાં રાખ્યું. બાકીના સૈનિકોને શાઉલે પોતપોતાને ઘેર મોકલી દીધા.
3 પછી યોનાથાને ગેબામાંના પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો અને પલિસ્તીઓએ આના વિશે સાંભળ્યું.
પછી શાઉલે તેના સૈનિકોને ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી રણસિંગુ ફૂકવા કહ્યું અને કહ્યું, “ભલે હિબ્રૂ લોકો આ સમાંચાર સાંભળે.” 4 અને બધાં ઇસ્રાએલીઓએ આ સમાંચાર સાંભાળ્યા અને કહ્યું, “શાઉલે પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો છે. હવે પલિસ્તીઓ ઇસ્રાએલીઓને ખરેખર ધિક્કારે છે.”
અને ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓને શાઉલ સાથે જોડાવા કહેવામાં આવ્યું. 5 પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.
6 ઇસ્રાએલી સૈનિકોએ જોયું કે તેઓ ભારે સંકટમાં છે અને તેઓનું લશ્કર ભીંસમાં આવી પડયું છે, ત્યારે તેઓ ગભરાઇ ગયા અને ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, અને કોતરોમાં તેમજ પાણીની ટાંકીઓમાં સંતાઈ જવા લાગ્યા. 7 તેથી કેટલાક હિબ્રૂઓએ યર્દન નદી ઓળંગી અને ગિલયાદ ગાદ ભૂમિ તરફ ગયા. શાઉલ હજુ ગિલ્ગાલમાં રહ્યો. તેની સાથે તેના બધા લોકો હતા જેઓ ગભરાયેલા હતા.
8 અને શમુએલે કરેલા વાયદા મુજબ શાઉલે સાત દિવસ રાહ જોઈ; પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, એટલે લશ્કર શાઉલને છોડીને વિખરાઈ જવા લાગ્યું. 9 તેથી શાઉલે તેમને કહ્યું: “માંરી પાસે દહનાર્પણ તથા શાંત્યર્પણો લાવો.” પછી તેણે દહનાર્પણ અર્પ્યા. 10 અર્પણોની વિધિ તે પૂર્ણ કરી રહ્યો ત્યાં જ શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને આવકાર આપવા સામે ગયો.
11 કહ્યું, “તેં આ શું કયુંર્?”
શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો માંરી પાસેથી વિખરાઈ રહ્યા છે, તેઁ જણાવેલા સમય પ્રમાંણે તું આવ્યો નહિ, અને પલિસ્તીઓ મિખ્માંશ પાસે યુદ્ધને માંટે એકત્ર થયા છે. 12 તેથી મેં વિચાયુંર્ કે, ‘હવે પલિસ્તીઓ ગિલ્ગાલ ઉપર હુમલો કરવાને તૈયાર છે, અને મેં હજી યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી નથી; તેથી માંરું હૃદય દુ:ખાવીને વધારે રાહ જોયા વિના દહનાર્પણોનાં[a] બલિદાન અર્પણ કર્યા.’”
13 ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તે ગાંડપણ કર્યું છે, તને તારા દેવ યહોવાએ જે આજ્ઞા આપી હતી તેનું તેઁ પાલન નથી કર્યુ. તેં જો તેમ કર્યું હોત તો યહોવાએ ઇસ્રાએલ ઉપર તારી અને તારા વંશની રાજસત્તા કાયમ માંટે સ્થાપી હોત. 14 પરંતુ હવે તારી સત્તા ટકશે નહિ. યહોવા પોતાને મનગમતો માંણસ શોધી કાઢશે અને તેને પોતાના લોકો ઉપર રાજય કરવા નીમશે, કારણ તેં તેમની આજ્ઞાનું પાલન કર્યુ નથી.” 15 ત્યારબાદ શમુએલ ગિલ્ગાલ છોડીને દૂર ગયો.
મિખ્માંશની લડાઇ
બાકીનાં સૈન્યે શાઉલ સાથે ગિલ્ગાલ છોડયું. તેઓ ગિલ્ગાલથી બિન્યામીનના ગિબયાહમાં ગયા. તેણે સૈન્યમાં માંણસો ગણ્યાં ત્યાં લગલગ 600 માંણસો હતાં.
બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા
(માથ. 13:1-9; લૂ. 8:4-8)
4 બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. 2 ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:
3 “ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. 4 જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. 5 કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. 6 પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. 7 બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. 8 કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”
9 પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”
ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે
(માથ. 13:10-17; લૂ. 8:9-10)
10 જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.
11 ઈસુએ કહ્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. 12 હું આ કરું છું તેથી,
‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ;
તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ.
જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’(A)”
બી વાવનારની વાર્તા ઈસુ સમજાવે છે
(માથ. 13:18-23; લૂ. 8:11-15)
13 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો? 14 ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. 15 કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.
16 “બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. 17 પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.
18 “બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે. 19 પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.
20 “બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International