Revised Common Lectionary (Semicontinuous)
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
3 તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
4 તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
જેથી તે કદી ચલિત થાય નહિ.
6 તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
7 તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
8 તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
અને ખીણો ઊંડી થઇ ગઇ.
9 તમે મહાસાગરોને હદ બાંધી આપી;
જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.
24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
તમે યહોવાની સ્તુતિ કરો!
36 વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું,
2 “જરા લાંબો સમય મને નિભાવી લે,
દેવના પક્ષમાં હું થોડા વધુ શબ્દો છે કહેવા ઇચ્છું છું.
3 હું મારું જ્ઞાન એકેએક સાથે વહેચીશ, દેવે મારું સર્જન કર્યુ
અને તે ન્યાયી છે તે હું સાબિત કરીશ.
4 હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે
કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું.
5 “દેવ મહા બળવાન છે, પણ એ કોઇનો તિરસ્કાર કરતા નથી.
દેવ ખૂબ બુદ્ધિમાન છે, પણ ખૂબ વિદ્વાન પણ છે.
6 એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી;
પણ ગરીબોનો ન્યાય કરે છે.
7 જે સચ્ચાઇથી રહે છે, તે લોકો પર દેવ નજર રાખે છે.
તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે અને તેઓ સદાય ઉચ્ચ સ્થાન પર રહે છે.
8 તેથી જો લોકોને સજા થઇ છે,
જો તેઓ સાંકળ અને દોરડાથી બંધાયેલા છે, તો તેઓએ કાંઇક ખોટું કર્યું છે.
9 અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું.
દેવ તેને કહેશે કે તેઓએ પાપ કર્યા હતા.
દેવ તેઓને કહેશે તેઓ ઉદ્ધત હતા.
10 દેવ તેઓને પાપ કરવાનું મૂકી દેવાનો આદેશ આપશે
અને તેઓના શિક્ષણ તરફ કાન ઉઘાડે છે.
11 “તેઓ જો એનું માને અને એની સેવા કરે તો તેઓ તેમનું બાકીનું જીવન સમૃદ્ધિમાં ગાળશે.
તેઓના વર્ષો સુખથી ભરેલા હશે.
12 પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે
અને મૃત્યુલોકમાં પહોંચી જાય.
13 “લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે.
દેવ તેઓને શિક્ષા કરે છે ત્યારે પણ તેઓ તેમને મદદ માટે પ્રાર્થના કરતા નથી.
14 તેઓ હજુ જુવાન હશે મરી જશે.
અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે.
15 પણ દુષ્ટલોકોને તેઓના દુ:ખ દ્વારા નરમ બનાવે છે.
દેવ તે દુ:ખ દ્વારા લોકોને જગાડી અને તેને સાંભળતા કરે છે.
16 “તેણે તને દુ:ખમાંથી દૂર કર્યો છે, તેણે તને નિરાંતનું જીવન આપ્યું છે.
તેણે તને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.
7 ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. 8 મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. 9 અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,
“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (A)
10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:
“દેવના માણસોની સાથે સાથે સૌ
બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (B)
11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:
“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (C)
12 અને યશાયા પ્રબોધક કહે છે:
“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (D)
13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International