Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
2 તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
3 તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
4 હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
5 હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.
6 મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
7 હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8 હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
નહિ તો તેઓ ઊંચા ઊઠશે.
9 તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.
દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.
1 હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
3 હું બેહોશ થવાનો હોઉં,
ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.
4 જ્યારે હું આજુબાજુ જોઉં છું,
હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
5 હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
“યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
6 મારા પોકારો સાંભળો,
કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
7 મને બંદીવાસમાંથી બહાર લાવો,
જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.
દાઉદનું ગીત.
1 હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
કારણકે, મેં પ્રાર્થના કરી છે.
મદદ માટેનો પોકાર સાંભળો.
2 મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!
3 હે યહોવા, મારા મુખને બંધ રાખવા
અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
4 મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
5 જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
6 તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.
7 જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
8 પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
હું તમારો વિશ્વાસ કરું છું.
મારા આત્માનો નાશ ન થવા દો.
9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
અને તમે મારી રક્ષા કરો.
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી આજીજીનો જવાબ આપો
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
તેનું મનન કરું છું.
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
હું મૃત્યુ પામીશ.
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.
19 સમગ્ર ઇસ્રાએલમાં એક પણ ઇસ્રાએલી લુહાર શોધ્યો જડતો ન હતો. કારણ, પલિસ્તીઓએ ઇસ્રાએલીઆને લોઢાની તરવાર અને ભાલા બનાવવાની કળા શીખવી હતી નહિ તેના કારણે તેઓ ઇસ્રાએલીઓથી ડરતા હતા. 20 તેથી ઇસ્રાએલીઓને પોતાનાં હળ, ખરપડી, કુહાડા, અને દાતરડાંને ધાર કઢાવવા પલિસ્તીઓ પાસે જવું પડતું. 21 હળ અને ખરપડીને ધાર કાઢવાની મજૂરી આ પ્રમાંણે આપવી પડતી; હળની ધાર કાઢવા માંટે બે તૃતિયાંશ શેકેલ, ખરપડીની ધાર કાઢવાના બે તૃતિયાંશ શેકેલ, કુહાડીની ધાર કાઢવા માંટે એક તૃતિયાંશ શેકેલ, દાતરડાની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ. બળદને હાંકવાની પરોણીની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ. 22 આથી જયારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય તેમના કોઈ લડવૈયા પાસે નહોતી તરવાર કે નહોતો ભાલો.
23 પછી પલિસ્તીઓની એક ટૂકડી મિખ્માંશ ઘાટનું રક્ષણ કરવા પહોંચી ગઈ.
યોનાથાને પલિસ્તીઓ પર આક્રમણ કર્યું
14 એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે એ વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ.
2 શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં. 3 તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.
યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા. 4 યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા. 5 એક મોટો ખડક ઉત્તરમાં મિખ્માંશની સામે અને બીજો ખડક દક્ષિણમાં ગેબાની સામે હતો.
6 યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”
7 તેથી શસ્ત્રવાહકે કહ્યું, “તમાંરા મનમાં જે કંઈ હોય તે પ્રમાંણે કરો, હું તમાંરી સાથે છું,”
8 યોનાથાને કહ્યું, “ઠીક આપણે સામી બાજુ જઈએ અને તે લોકોની નજર આપણા ઉપર પડે તેમ કરીએ. 9 જો તેઓ એમ કહે કે, ‘અમે આવીએ ત્યાં સુધી ઊભા રહો.’ તો આપણે આપણી જગ્યાએ ઊભા રહીશું, તેમની પાસે નહિ જઈએ. 10 પણ જો તેઓ એમ કહે કે, ‘અહી અમાંરી પાસે ઉપર આવો.’ તો આપણે ઉપર જઈશું. કારણ, યહોવા આપણને તેમને હરાવવા દેશે. એ આપણ માંટે એંધાણી રહેશે.”
11 આથી તેઓ પલિસ્તીઓની નજરે ચડયા અને પલિસ્તીઓ બોલી ઊઠયા, “જુઓ, પેલા હિબ્રૂઓ ગુફાઓમાં છુપાયેલા હતા ત્યાંથી બહાર આવે છે.” 12 પલિસ્તી ચોકીદારોએ યોનાથાનને અને તેના સેવકને કહ્યું, “અહી ઉપર આવો, અમાંરે તમને કંઈક કહેવું છે.”
તેથી યોનાથાને તેના સેવકને કહ્યું, “માંરી પાછળ પર્વત ઉપર આવ. યહોવા ઇસ્રાએલીઓને પલિસ્તીઓને હરાવવા દેશે.”
13 આથી તેઓ ધૂંટણિયે પડીને ઉપર ચઢી ગયાં અને યોનાથાને તથા તેના યુવાન રક્ષકે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને માંરી નાખ્યા. 14 આ પહેલા હુમલામાં, યોનાથાને અને તેના મદદગારે આશરે દોઢ એકર ક્ષેત્રમાં વીસેક માંણસોને મોતને ઘાટ ઉતાર્યા.
15 પલિસ્તીઓની છાવણીમાં, અને સમગ્ર સૈન્યમાં ભય વ્યાપી ગયો. સૈનિક ટોળીઓના માંણસો થથરી ગયા. ધરતી ધ્રધ્રૂજવા લાગી. ભયંકર ભીતિ ફેલાઈ ગઈ.
શાઉલનું બદલાણ
9 યરૂશાલેમમાં શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને બધીજ વખતે હત્યા કરવાની ધમકીઓ આપતો હતો. તેથી તે પ્રમુખ યાજક પાસે ગયો. 2 શાઉલે તેને દમસ્ક શહેરની સભાઓના યહૂદિઓને પત્રો લખવાનું કહ્યું. શાઉલે ખ્રિસ્તના માર્ગના શિષ્યોને દમસ્કમાં શોધવાનો અધિકાર પ્રમુખ યાજક પાસેથી માગ્યો. જો તેને કોઈ સ્ત્રી કે પુરુંષ મળે તો તેઓને યરૂશાલેમ લઈ આવે.
3 તેથી શાઉલ દમસ્ક ગયો. જ્યારે તે શહેરની નજીક આવ્યો. તેની આજુબાજુ એકાએક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ ઝબૂક્યો. 4 શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”
5 શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?”
જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું. 6 હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”
7 શાઉલ સાથે મુસાફરી કરતા માણસો ત્યાં ઊભા રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહિ. તે માણસોએ વાણી સાંભળી, પણ તેઓએ કોઇને જોયો નહિ. 8 શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે તેની આંખો ઉઘાડી. પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી શાઉલની સાથેના માણસોએ તેનો હાથ પકડ્યો અને તેને દમસ્ક દોરી ગયા. 9 ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ. તે ખાઈ કે પી શક્યો પણ નહિ.
ઈસુનું વધસ્તંભે મૃત્યુ
(માથ. 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-19)
26 ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી.
27 ઘણા બધા લોકો ઈસુની પાછળ ચાલ્યા. તેમાંની ઘણી સ્ત્રીઓ હતી. 28 પરંતુ ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું કે, “યરૂશાલેમની સ્ત્રીઓ, મારા માટે રડશો નહિ. તમારી જાત માટે અને તમારા બાળકો માટે રડો! 29 સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, ‘એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’ 30 પછી લોકો પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો!’ લોકો ટેકરીઓને કહેશે કે, ‘અમને ઢાંકી નાખો!’ 31 જો હમણા જ્યારે જીવન સારૂં છે ત્યારે લોકો આ રીતે વર્તશે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યાંરે શું થશે? કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહિ કરશે?”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International