Add parallel Print Page Options

ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ

(માથ. 27:32-44; લૂ. 23:26-39; યોહ. 19:17-19)

21 ત્યાં કુરેનીનો એક માણસ શહેરમાં ચાલતો આવતો હતો. તે માણસ સિમોન આલેકસાંદર અને રૂફસનો બાપ હતો. સિમોન ખેતરોમાંથી શહેરમાં ચાલતો હતો. તે સૈનિકોએ ઈસુ માટેનો વધસ્તંભ બળાત્કારે સિમોન પાસે ઉંચકાવ્યો. 22 તેઓ ગુલગુથા નામની જગાએ ઈસુને દોરી ગયા. (ગુલગુથાનો અર્થ “ખોપરીની જગ્યા.”) 23 ગુલગુથામાં સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા આપ્યો. આ દ્રાક્ષારસ બોળ સાથે ભેળવેલો હતો. પરંતુ ઈસુએ તે પીવાની ના પાડી. 24 સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલે જડ્યો. પછી સૈનિકોએ ઈસુના કપડાં તેમની જાતે અંદરો અંદર વહેંચી લીધા. પહેરેલા કયા કપડાંનો કયો ભાગ કયા સૈનિકે લેવો તે નક્કી કરવા માટે તેઓ પાસા વડે જુગાર રમ્યા.

25 જ્યારે ઈસુને તેઓએ વધસ્તંભ પર જડ્યો તે વખતે સવારના નવ વાગ્યા હતા. 26 ત્યાં એક લેખિત નોંધ હતી જેના પર તહોમતનામુ લખેલું હતું: “યહૂદિઓનો રાજા.” 27 તેઓએ બે લૂંટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભો પર જડયા હતા. તેઓએ એક લૂંટારાને ઈસુની જમણી બાજુ મૂક્યો હતો અને તેઓએ બીજા લૂંટારાને ઈસુની ડાબી બાજુએ મૂક્યો હતો. 28 તે ગુનેગારોમાં ગણાયો એવું શાસ્ત્ર વચનમાં છે તે પૂર્ણ થયું.

29 બાજુમાં ચાલતા લોકોએ ઈસુની નિંદા કરી. તેઓએ તેમના માથાં હલાવ્યાં અને કહ્યું, “તેં કહ્યું, તું મંદિરનો વિનાશ કરી શકે છે અને તેને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકે છે, 30 તો તારી જાતને બચાવ! તું વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ!”

31 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પણ ત્યાં હતા. તેઓએ પણ બીજા લોકોની જેમ જ કર્યુ. અને ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી અને કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા પણ તે તેની જાતને બચાવી શકતો નથી. 32 જો તે ખરેખર ખ્રિસ્ત ઇસ્ત્રાએલનો રાજા (યહૂદિઓ) હોય તો પછી તેણે હમણાં વધસ્તંભ પરથી નીચે આવીને તેની જાતને બચાવવી જોઈએ. આપણે આ જોઈશું અને પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું,” તે લૂંટારાઓ કે જેઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર મારી નાખવાના હતા, તેઓએ પણ તેની નિંદા કરી.

Read full chapter