Add parallel Print Page Options

યહોવા કહે છે, “કોણ તારી દયા ખાશે,
    હે યરૂશાલેમ? કોણ તારે માટે શોક કરશે?
    તારી ખબર અંતર પૂછવાની તસ્દી પણ કોણ લેશે?
તમે મારો ત્યાગ કર્યો છે
    અને મારા તરફ પીઠ કરી છે;
તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને
    હું તમારો વિનાશ કરીશ.
    દર વખતે પશ્ચાત્તાપ કરતાં હું થાકી ગયો છું.”
આ યહોવાના વચન છે.
“પ્રદેશના દરવાજા આગળ
    મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે;
મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે;
    કારણ કે તેઓએ પોતાના સર્વ
    દુષ્ટ માર્ગો તજીને મારા તરફ પાછા ફર્યા નથી.
અસંખ્ય સ્ત્રીઓને મેં વિધવા બનાવી છે.
    મેં તેમના જુવાનોને ભરયુવાનીમાં મારી નાખ્યા છે;
અને તેમની માતાઓને વિલાપ કરાવ્યા છે;
    મેં તેમને એકાએક દુ:ખ અને ભયના ભોગ બનાવ્યા છે.
સાત સાત પુત્રોની માતા મૂર્છા ખાઇને પડી છે,
    શ્વાસ લેવા માટે હવાતિયાં મારે છે.
તે દિવસે તેને અંધારાં દેખાય છે,
    તેની શરમ અને નામોશીનો પાર નથી.
તમારામાંથી જેઓ હજુ પણ જીવતાં હશે,
    તેઓનો હું તમારા શત્રુઓ દ્વારા સંહાર કરાવીશ.”
આ યહોવાના વચન છે.

Read full chapter