Revised Common Lectionary (Semicontinuous)
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
જૂઠા પ્રબોધકો વિરુદ્ધ ન્યાય
9 અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે.
હું ભયથી જાગી જાઉં છું
અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું,
કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે,
અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે.
10 કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે;
આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે
અને દુકાળ પડ્યો છે.
લોકો ખોટા માર્ગે છે
અને તેઓ પોતાની સત્તાનો
યોગ્ય ઉપયોગ કરતા નથી.
11 યહોવા કહે છે,
“પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે.
મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે.
12 તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય
તથા લપસણા થઇ ગયા છે.
અંધકારમય જોખમી માર્ગ પર
તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે.
કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું.
જ્યારે તેઓનો સમય આવશે
ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે.
13 “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે;
તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે
અને ઇસ્રાએલીઓને ખોટે માર્ગે દોર્યા છે.
14 પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે;
તેઓ વ્યભિચાર કરે છે,
અને અન્યોને છેતરે છે,
દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે
જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી;
મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે,
જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.”
15 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને કડવી વેલ ખવડાવીશ
અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે
આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.”
16 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મારા લોકોને મારી આ ચેતવણી છે.
જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે
અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ.
તેઓ ધડમાથા વગરની વાતો કરે છે,
તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.
17 જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે
તેમને કહેવાય છે કે,
‘તમારી સાથે બધું સારું થશે,’
જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે
તેમને કહે છે, કોઇ પણ આફતથી
તમારે ગભરાવાની જરૂર નથી,
18 હા, જ્યાં યહોવાએ પોતાનો સંદેશો જાહેર કર્યો હતો
ત્યાં આ બધા પ્રબોધકોમાંથી કોણ ત્યાં ઊભું હતું અને તેને ધ્યાનથી સાંભળ્યો હતો?
કોઇ પણ પ્રબોધકે ધ્યાનથી સાંભળવાની કાળજી રાખી છે ખરી?
19 આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે;
એ ધૂમરી લેતો લેતો
દુષ્ટોને માથે અફળાશે.
20 તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ,
ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ.
પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે
ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો.”
21 યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી.
છતાં તેઓ દોડાદોડ કરે છે;
મેં આ લોકોને કઇં કહ્યું નથી.
છતાં તેઓ મારે નામે બોલે છે.
22 તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત
તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત
અને તેમને ખોટે માર્ગેથી
અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.”
8 આપવા માટેનો હું તમને આદેશ નથી આપતો. પરંતુ તમારો પ્રેમ સાચો પ્રેમ છે કે કેમ તે મારે જોવું છે. બીજા લોકો ખરેખર સહાયભૂત થાય છે, એ તમને બતાવીને હું આમ કરવા માંગુ છુ. 9 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમે જ્ઞાત છો. તમે જાણો છો કે દેવ સાથે ખ્રિસ્ત સમૃદ્ધ હતો; પરંતુ તમારા માટે તે દીન બન્યો. તેના દરિદ્રી થવાથી તમે સમૃદ્ધ બનો તેથી ખ્રિસ્તે આમ કર્યુ.
10 હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે. ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી. અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું. 11 તેથી જે કાર્યનો તમે પ્રારંભ કર્યો છે, તેને પૂર્ણ કરો. જેથી તમારા “કાર્યની ઈચ્છા” અને તમારું “કાર્ય” સમતુલીત થશે. તમારી પાસે જે કઈ છે તેમાંથી આપો. 12 જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી. 13 જ્યારે અન્ય લોકોને રાહત પ્રાપ્ત હોય ત્યારે તમને મુશ્કેલી પડે તેવું અમે ઈચ્છતા નથી. ત્યાં સમાનતા હોવી જોઈએ. 14 અત્યારે તમારી પાસે ઘણું છે. તમારી પાસે જે છે તે લોકોને જે વસ્તુની જરૂર છે તેઓને તે ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યાર બાદ, જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમારે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકે. અને ત્યાર પછી સમાનતા આવશે. 15 જેમ પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે,
“જે વ્યક્તિ એ ઘણું ભેગું કર્યુ છે તેની પાસે ઘણુ વધારે ન હતું,
અને જે વ્યક્તિએ ધણું ઓછું ભેગું કર્યુ હતું તેની પાસે ખૂબ ઓછુ ન હતું.” (A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International