Revised Common Lectionary (Semicontinuous)
1 હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
2 હે પૃથ્વીના ન્યાયાધીશ,
ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
3 હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
કેટલી વધારે?
4 તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
5 હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
6 તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
અનાથની હત્યા કરે છે.
7 તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
8 હે મૂર્ખ લોકો,
ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
તમે ક્યારે ડાહ્યાં થશો?
9 જે કાનનો ઘડનાર છે,
તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.
16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.
મહાદુકાળ અને જૂઠા પ્રબોધકો
14 યહોવા શા માટે વરસાદને રોકી રાખતા હતાં તે સમજાવતો આ વચન, યહોવા તરફથી યર્મિયા પાસે આવ્યું:
2 “યહૂદિયા શોકમાં છે,
તેનાં નગરો મરવા પડ્યા છે,
તેનાં માણસો દુ:ખના માર્યા ભૂમિ પર ઢળી પડ્યા છે.
યરૂશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.
3 ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા
માટે ટાંકા પાસે મોકલે છે,
પણ તેમાં પાણી હોતું નથી.
તેઓ ખાલી ઘડા લઇને પાછા ફરે છે;
ચાકરો સંતાપથી અને હતાશ થઇનેં દુ:ખને કારણે
પોતાનાં માથાં ઢાંકે છે.
4 વરસાદ વિના ધરતી સુકાઇ ગઇ છે.
અને તેમાં તિરાડો પડી છે.
ખેડૂતો હેબતાઇ ગયા છે.
તેઓ પોતાનાં ચેહરા છુપાવે છે.
5 ઘાસની અછતને કારણે હરણી
પણ પોતાનાં તાજાં જન્મેલા બચ્ચાંનો ત્યાગ કરે છે.
6 જંગલી ગધેડાં ઉજ્જડ ટેકરા પર ઊભાં ઊભાં શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે.
તેમની આંખે જાંખ વળે છે
અને અંધારા આવે છે. કારણ કે,
તેઓને ખાવા માટે ઘાસ નથી.”
7 લોકો કહે છે, “અમારા પાપો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે,
તેમ છતાં, હે યહોવા,
તારા નામ ખાતર કઇંક કર;
અમે અનેકવાર તારો ત્યાગ કર્યો છે,
અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે.
8 હે યહોવા, ઇસ્રાએલની એક માત્ર આશા,
સંકટ સમયના તારણહાર,
તું અમારા દેશમાં પારકા જેવો કેમ છે?
એક રાત માટે મુકામ કરતા વટેમાર્ગુ જેવો કેમ થઇ ગયો છે?
9 તમે પણ શું મૂંઝવણમાં છો?
અમારો બચાવ કરવા શું તમે નિ:સહાય છો?
હે યહોવા, તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારું નામ ધારણ કરીએ છીએ;
અમે તમારા લોક છીએ. હે યહોવા, હવે અમારો ત્યાગ કરશો નહિ!”
10 યહોવા આ લોકો વિષે કહે છે, “એ લોકોને ભટકવામાં એટલો આનંદ આવે છે કે, તેઓ પોતાના પગને કાબૂમાં રાખી શકતાં નથી; આથી હું એમના પર પ્રસન્ન નથી. હું હમણા તેમના અપરાધો, ને તેમનાં પાપોની સજા કરનાર છું.”
17 યહોવાએ મને કહ્યું,
“તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું;
‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો,
કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.
18 જો હું ખેતરોમાં જાઉં છું,
તો યુદ્ધમાં તરવારથી માર્યા ગયેલાઓનાં મૃતદેહો ત્યાં પડ્યા છે;
જો હું શહેરમાં જાઉં છું,
તો ત્યાં લોકોને દુકાળથી પીડાતાં જોઉં છું.
પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે.
શું કરવું તે તેમને સૂઝતું નથી!’”
19 લોકો કહે છે, “હે યહોવા, શું તમે યહૂદિયાને
સંપૂર્ણ પણે તજી દીધું છે?
શું તમે યરૂશાલેમને ધિક્કારો છો?
શું શિક્ષા પછી પણ ત્યાં શાંતિ નહિ સ્થપાય?
તે અમને સાજાપણું આપશે તથા અમારા ઘા પર
પાટા બાંધશે એવું અમે માનતા હતા.
પરંતુ શાંતિ સ્થપાઇ નહિ અને સર્વત્ર ફકત સંકટ
અને ત્રાસ જ જોવા મળે છે.
20 હે યહોવા, અમે અમારી દુષ્ટતા
અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ;
અમે પોતે પણ તારી વિરુદ્ધ પાપો આચર્યા છે.
21 તારા નામની ખાતર અમારો ત્યાગ ના કરીશ,
તારા ગૌરવ પ્રતાપી સિંહાસન યરૂશાલેમને બેઆબરૂ ના કરીશ.
અમારી સાથેના તારા કરારનું સ્મરણ કર,
તેનો ભંગ કરીશ નહિ.
22 બીજી પ્રજાઓમાંના જૂઠા દેવોમાંથી કયો વિદેશી દેવ વરસાદ લાવી શકે?
અથવા આકાશ પોતાની જાતે ઝાપટાં વરસાવી શકે,
હે યહોવા, અમારા દેવ, માત્ર તમે જ તેમ કરી શકો છો.
તેથી મદદ માટે અમે તમારી જ આશા રાખીશું.”
તમારો વિશ્વાસ ગુમાવો નહિ
(માથ. 26:31-35; માર્ક 14:27-31; યોહ. 13:36-38)
31 “ઓ સિમોન, સિમોન જો શેતાને એક ખેડૂત જેમ ઘઉં ચાળે છે તેમ તને કબજે લેવા માગ્યો. 32 મેં પ્રાર્થના કરી છે કે તું તારો વિશ્વાસ ગુમાવે નહિ! જ્યારે તમે મારી પાસે પાછા આવો ત્યારેં તમારા ભાઈઓને વધારે મજબૂત થવામાં મદદ કરજો.”
33 પણ પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, હું તારી સાથે જેલમાં આવવા તૈયાર છું, હું તારી સાથે મરવા માટે પણ તૈયાર છું!”
ઈસુને ઓળખું છું તેવું કહેવાનો પિતરનો ભય
(માથ. 26:57-58, 69-75; માર્ક 14:53-54, 66-72; યોહ. 18:12-18, 25-27)
54 તેઓ ઈસુને પકડીને દૂર લઈ ગયા. તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પિતર તેની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવી શક્યો નહિ. 55 સૈનિકો ચોકની વચમાં અજ્ઞિ સળગાવીને સાથે બેઠા હતા. પિતર તેઓની સાથે બેઠો. 56 એક સેવિકાએ પિતરને ત્યાં બેઠેલો જોયો. અજ્ઞિના પ્રકાશને કારણે તે જોઈ શકી. તે છોકરીએ નજીકથી પિતરના ચેહરાને જોયો, પછી તેણે કહ્યું કે, “આ માણસ પણ તેની (ઈસુની) સાથે હતો!”
57 પણ પિતરે કહ્યું કે આ સાચું નથી. તેણે કહ્યું, “બાઇ, હું તેને જાણતો નથી.” 58 થોડા સમય પછી, બીજી એક વ્યક્તિએ પિતરને જોયો અને કહ્યું કે, “તું પણ તેમાંનો એક છે.”
પણ પિતરે કહ્યું, “ભાઈ, હું તેના શિષ્યોમાંનો એક નથી!”
59 લગભગ એક કલાક પછી બીજા એક માણસે કહ્યું કે, “તે સાચું છે! આ માણસ તેની સાથે હતો. તે ગાલીલનો છે!” તે માણસે કહ્યું કે આ બાબતની તેને ખાતરી હતી.
60 પણ પિતરે કહ્યું કે, “ભાઈ, તું શું વાત કરે છે, તે હું જાણતો નથી!”
જ્યારે તે બોલતો હતો કે તરત જ મરઘો બોલ્યો. 61 પછી પ્રભુ ફર્યો અને પિતરની આંખોમાં જોયું અને પ્રભુએ જે તેને કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું. “સવારે મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” 62 પછી પિતર બહાર ગયો અને ખૂબ રડ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International