Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.
1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
માટે તમારો આભાર માનીએ છીએ.
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.
4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
ઘમંડ કરીને ડંફાસ ન મારો.”
6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે,
અને બીજાને ઊંચો કરે છે.
8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”
એલિયા વિશે પૂછતા પ્રબોધકો
15 યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા. 16 તેઓએ એલિશાને કહ્યું, “ધણી, તમે અમને માંત્ર આજ્ઞા કરો એટલે શકિતશાળી એવા અમાંરા પચાસ માંણસો જશે અને તમાંરા ધણીની શોધ કરશે, કદાચ યહોવાએ તેને લઇને કોઇ પર્વત પર અથવા ખીણમાં ફેંકી દીધો હોય.”
પણ એલિશાએ તેઓને ના પાડી.
17 પણ તેમણે તેને એટલો બધો આગ્રહ કર્યો કે, આખરે કંટાળીને હા પાડી.
આથી તેમણે પચાસ માંણસોને મોકલ્યા. તેમણે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો. 18 તેઓ પાછા આવ્યા, ત્યાં સુધી એલિશા યરીખોમાં જ રહ્યો હતો, તેણે તેઓને કહ્યું, “તમે જશો નહિ એવું મેં તમને નહોતું કહ્યું?”
પાણી શુદ્ધ કરતો એલિશા
19 હવે યરીખો નગરના કેટલાક આગેવાનો એલિશાને મળવા આવ્યા, તેઓએ તેમને કહ્યું, “ધણી, આપ જોઈ શકો છો કે અમાંરું શહેર કેવું રમણીય છે! પણ અહીંનું પાણી સારું નથી અને દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.”
20 તે બોલ્યો, “એક નવો વાટકો લાવો અને તેમાં થોડું મીઠું મૂકો.”
લોકો લઈ આવ્યા. 21 એટલે તેણે ઝરણા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “આ યહોવાના વચન છે: ‘હું આ પાણીને નિરોગી કરું છું. હવે પછી એનાથી કોઈને મોત કે કસુવાવડ નહિ આવે.’”
22 પાણી શુદ્વ થઈ ગયું અને એલિશાએ કહ્યા પ્રમાંણે આજ સુધી એ પાણી શુદ્વ રહ્યું છે.
દેવે બીજા લોકોને પ્રેમ કરવા આપણને આજ્ઞા કરી છે
7 મારા વહાલા મિત્રો, હું તમને નવી આજ્ઞા લખતો નથી. જે તમને શરુંઆતથી આપવામાં આવી છે તે એ જ આજ્ઞા છે. જે વચન તમે સાંભળ્યું છે તેની તે જ આ આજ્ઞા છે. 8 પણ હું આ નવી આજ્ઞા તરીકે તમને લખું છું. આ આજ્ઞા સત્ય છે. તમે તેનું સાચાપણું ઈસુમાં અને તમારી જાતમામ જોઈ શકશો. અંધકાર દુર જઈ રહ્યો છે અને ખરો પ્રકાશ આ સમયે હમણા પ્રકાશી રહ્યો છે.
9 કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું,” પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે. 10 જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે. 11 પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International