Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.
1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.
16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.
29 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ રામોથ-ગિલયાદ પર ચડાઈ કરવા ગયો. 30 ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું વેશપલટો કરીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમાંરા બાદશાહી પોશાક પહેરી રાખજો,” આમ ઇસ્રાએલનો રાજા વેશપલટો કરીને યુદ્ધમાં ગયો.
31 અરામના રાજાએ પોતાના રથદળના બત્રીસ સરદારોને આજ્ઞા આપી હતી કે, તેઓએ બીજા કોઈની સાથે નહિ પણ માંત્ર રાજા આહાબની સામે જ યુદ્ધ કરવું. 32 સારથિઓએ યહોશાફાટ રાજાને તેના રાજવી પોષાકમાં જોયો ત્યારે તેઓએ માંની લીધું કે, જેને આપણે માંરી નાખવાનો છે તે ઇસ્રાએલનો રાજા એ જ છે. તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા. પણ યહોશાફાટે જોરથી બૂમો પાડી, 33 પછી સારથિઓ સમજી ગયા કે આ ઇસ્રાએલનો રાજા નથી. અને તેમણે તેનો પીછો કરવો છોડી દીધો.
34 પરંતુ એક સૈનિકે અનાયાસે તીર છોડયું. એ તીર ઇસ્રાએલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. હું ઘવાયો છું,”
35 દિવસ ચડતો ગયો તેમ તેમ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું અને રાજા તેના રથમાં અરામીઓ તરફ મોં કરીને ઢળેલો પડ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથમાં ભેગું થતું હતું, સાંજ થતાં તેણે દેહ છોડયો. 36 દિવસને અંતે સૂર્યાસ્ત થતાંજ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના દેશમાં પોતપોતાને ઘેર જાવ.”
37 રાજાના મૃતદેહને સમરૂનમાં લાવવામાં આવ્યો, ત્યાં તેને દફનાવવામાં આવ્યો. 38 સમરૂનના તળાવને તીરે બાજુમાં રથ ઘોવામાં આવ્યો. કૂતરાં તેનું લોહી ચાટી ગયાં અને હવે ત્યાં તો વારાંગનાઓ સ્નાન કરતી હતી આમ, યહોવાની વાણી સાચી પડી.
39 આહાબના શાસનના બીજા બનાવોની અને તેનાં કાર્યોની, તેણે બંધાવેલાં હાથીદાંતનાં મહેલની અને તેણે કિલ્લેબંધી કરાવેલા નગરો, તે સર્વ ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રથમાં લખાયેલું છે. 40 આમ, આહાબ, પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો.
ઇસ્રાએલનો રાજા અહઝિયા
51 યહોશાફાટ મૃત્યુ પામ્યો પછી તેના મૃતદેહને દાઉદના નગરમાં લઇ જવાયો અને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો. 52 યહૂદાના રાજા યહોશાફાટના રાજયના સત્તરમે વર્ષે આહાબનો પુત્ર અહઝિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો. તેણે ઇસ્રાએલ પર બે વર્ષ રાજય કર્યું. યહોવાને જે અનિષ્ટ લાગ્યું તે તેણે કર્યું. કારણ કે તેણે તેના પિતા તેની માંતા અને નબાટના પુત્ર યરોબઆમ જેવું આચરણ કર્યું, જે બધાએ ઇસ્રાએલ પાસે પાપ કરાવડાવ્યા હતા. 53 તેણે તેના પિતા જેવું આચરણ કર્યું અને દેવ બઆલની પૂજા કરીને ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો.
5 તમે પોતાને ધ્યાનથી જુઓ. તમે વિશ્વાસમાં છો કે નહિ તેની પરીક્ષા કરો. તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત તમારામાં જીવે છે. પરંતુ જો તમે પરીક્ષામાં નિષ્કળ જશો, તો ખ્રિસ્ત તમારામાં સમાવિષ્ટ નથી. 6 પરંતુ મને આશા છે કે તમે જોશો કે અમે પરીક્ષામાં નિષ્કળ નથી ગયા. 7 અમે દેવને પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઈ દુષ્કર્મો ન કરો. તે મહત્વનું નથી કે અમારી પરીક્ષણની સફળતા લોકો જુએ. પરંતુ એ મહત્વનું છે કે તમે જે યોગ્ય છે તે જ કરો, પછી ભલેને લોકો વિચારે કે અમે પરીક્ષણ માં નિષ્ફળ ગયા છીએ. 8 અમે સત્યની વિરુંધ્ધ કશું જ કરી શકીએ નહિ. અમે માત્ર એ જ કરી શકીએ જે સત્ય માટે છે. 9 જો તમે શક્તિશાળી છો તો, નિર્બળ થવામાં અમને આનંદ છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે વધુ ને વધુ પ્રબળ બનો. 10 હું જ્યારે તમારી સાથે નથી ત્યારે આ વાતો લખું છું. હું લખું છું જેથી જ્યારે હું આવું ત્યારે તમને શિક્ષા કરવા માટે મારા સાર્મથ્યનો ઉપયોગ ના કરવો પડે. પ્રભુએ મને તે સાર્મથ્ય તમને પ્રબળ કરવા આપ્યું છે નહિ કે તમારો ધ્વંશ કરવા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International