Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
32 દાઉદે શાઉલને કહ્યું, “હિંમત હારવાની જરૂર નથી. હું તે પલિસ્તી સાથે લડીશ.”
33 શાઉલે કહ્યું, “ના, તું જઈને એ પલિસ્તી સાથે કેવી રીતે લડશે? તું તો નાનો છોકરો છે અને તેણે તો નાનો હતો ત્યારથી આખી જીંદગી લડવામાં જ ગાળી છે.”
34 દાઉદે ભારપૂર્વક જણાવ્યું, “નામદાર, હું માંરા પિતાનાં ઘેટાં ચારું છું. જો કોઈ વાર સિંહ કે રીંછ આવીને અમાંરા ટોળામાંથી ઘેટું ઉપાડી જાય છે, 35 તો હું તેની પાછળ પડી તેના ઉપર હુમલો કરીને તેના મોંમાંથી તેને છોડાવી લાવું છું. જો તે માંરી સામે થાય છે તો હું તેની દાઢી પકડીને માંરી માંરીને તેનો જીવ લઉં છું. 36 આ રીતે મેં સિંહને અને રીંછને માંર્યા છે. આ વિદેશી પલિસ્તીના પણ હું એવા જ હાલ કરીશ. કારણ કે તેણે જીવતા જાગતા દેવની સેનાનો તિરસ્કાર કર્યો છે. 37 યહોવાએ મને સિંહોના અને રીછોના પંજામાંથી બચાવ્યા છે, તે જ મને આ પલિસ્તીઓના પંજામાંથી પણ બચાવશે.”
આખરે શાઉલ સંમત થયો અને કહ્યું, “જા, ભલે જા, યહોવા તારું રક્ષણ કરો.” 38 શાઉલે દાઉદને પોતાનું બખ્તર પહેરાવ્યું. તેના માંથા પર કાંસાનો ટોપ મૂકયો અને કવચ પહેરાવ્યું. 39 પછી તેના બખ્તર ઉપર શાઉલે પોતાની તરવાર લટકાવી, અને દાઉદે ચાલવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે આ બધાથી ટેવાયેલો ન હોવાથી તે ચાલી શકયો નહિ.
તેણે શાઉલને કહ્યું, “આ બધાં સાથે મને ચાલતાં ફાવતું નથી. હું એનાથી ટેવાયેલો નથી,” આથી તેણે તે બધુ ઉતારી નાખ્યું. 40 પછી તેણે પોતાની થેલી લીધી અને નદીના વહેણમાંથી પાંચ સુંવાળા પથરા ઉપાડીને થેલીમાં મૂકયા, અને હાથમાં ગોફણ લઈને તે પેલા પલિસ્તી તરફ ઊપડ્યો.
ગોલ્યાથને માંરતો દાઉદ
41 તેની ઢાલ ઊંચકનાર તેની આગળ આગળ ચાલતો હતો. તે દાઉદની નજીક આવતો જતો હતો. 42 તેણે દાઉદને ધારી ધારીને જોયો અને તેના ઉપર હસતો હતો, કારણ કે તે દાઉદ તો હજુ એક ગલગોટા જેવો રૂપાળો જુવાન હતો. 43 તેણે દાઉદને કહ્યું, “હું તે કંઈ કૂતરો છું કે તું માંરી સામે લાકડી લઈને આવ્યો છે?” તેણે પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો. 44 તેણે દાઉદને કહ્યું, “માંરી નજીક આવ, હું તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ.”
45 દાઉદે જવાબ આપ્યોં, “તું માંરી સામે તરવાર, ભાલો ને કટારી લઈને આવ્યો છે, પરંતુ હું તારી સામે જે ઇસ્રાએલી સૈન્યનું તેઁ અપમાંન કર્યુ છે; તેના જીવતા દેવ સર્વસમર્થ યહોવાના નામે આવ્યો છું. 46 આજે યહોવા તને માંરા હાથમાં સુપ્રત કરી દેશે અને હું તારો જીવ લઈશ. આજે હું તારું માંથું કાપી નાખીશ અને તારા શબને પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને ખાવા આપીશ; અમે બીજા પલિસ્તી સૈનિકોના શબોનું પણ આમ જ કરીશું. ત્યારે સમસ્ત જગત જાણશે કે ઇસ્રાએલમાં દેવ છે. 47 અહીં ભેગા થયેલા સૌ કોઈ જાણે કે, યહોવાને રક્ષણ કરવા માંટે નથી જરૂર તરવારની કે નથી જરૂર ભાલાની; યુદ્ધમાં વિજય યહોવાનો છે અને તે તમને અમાંરા હાથમાં સોંપી દેશે.”
48 પછી તે પલિસ્તી ઊઠીને દાઉદની સામે લડવા આગળ આવવા લાગ્યો, એટલે દાઉદ પલિસ્તીઓના લશ્કર તરફ તેનો સામનો કરવા દોડી ગયો.
49 દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો.
50 આમ, દાઉદે પથ્થર અને ગોફણ વડે પલિસ્તી ઉપર જીત મેળવી અને તરવાર વગર જ તેને માંરી નાખ્યો. 51 પછી તેણે તેની પાસે દોડી જઈને તેની છાતી ઉપર ઊભા રહી તેની મ્યાનમાંથી તરવાર ખેંચી કાઢી તેનું માંથું ધડથી જૂદું કરીને તેને માંરી નાખ્યો.
પલિસ્તીઓએ જયારે જોયું કે પોતાનો યોદ્ધો માંર્યો ગયો છે ત્યારે તેઓ ભાગવા લાગ્યા.
શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)
36 જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”
37 શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા. 38 પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો? 39 મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”
40 ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International