Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.
1 માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
2 દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
ને મનથી દેવની શોધ કરતી હોય.
3 તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.
4 દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”
5 જોકે કશું ડરવા જેવું નહિ હોય
ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.
6 સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
અને પછી યાકૂબ ખુશ થશે,
તથા ઇસ્રાએેલ આનંદિત થશે.
એલિશાએ પ્રબોધકની વિધવાને મદદ કરી
4 હવે પ્રબોધકોના સંઘના એક પ્રબોધકની પત્નીએ એલિશાને કહ્યું, “આપનો સેવક માંરો પતિ મરી ગયો છે, આપ જાણો છો કે, તે યહોવાથી ડરીને ચાલતો હતો, હવે એક લેણદાર આવ્યો છે અને તે માંરા બે પુત્રોને લઈ જઈ ગુલામ બનાવવા માંગે છે.”
2 એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને એ કહે કે, તારી પાસે ઘરમાં શું છે?”
તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, એ સિવાય બીજું કશું જ નથી.”
3 એટલે એલિશાએ કહ્યું, “તો બહાર જઈને તારા બધા આડોશી-પાડોશી પાસેથી ખાલી વાસણો અને બરણીઓ માંગી લાવ. 4 પછી પાછી આવીને તું તારાં બાળકો સાથે અંદર જઈને બારણાં વાસી દેજે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં અને બરણીમાં રેડવા માંડજે અને જેમ જેમ ભરાઈ જાય તેમ તેમ બરણીઓ બાજુએ મૂકતી જજે.”
5 પેલી સ્રીએ ત્યાંથી જઈને બાળકો સાથે ઘરમાં જઈ બારણાં વાસી દીધાં, બાળકો જેમ જેમ તેને બરણીઓ આપતાં ગયાં તેમ તેમ તે તેમાં તેલ રેડતી ગઈ. 6 જયારે બધી બરણીઓ ભરાઈ ગઈ ત્યારે તેણે બાળકોને કહ્યું, “મને બીજી બરણી આપ.”
ત્યારે તેણે કહ્યું, “હવે બરણી રહી નથી.” એટલે તેલ વહેતું બંધ થઈ ગયું!
7 પછી સ્રીએ જઈને દેવના માંણસને આ વાત જણાવી એટલે દેવના માંણસે તેને કહ્યું, “તું જઈને એ તેલ વેચીને તારું દેવું ભરપાઈ કરી દેજે, અને જે નાણાં બાકી રહે તે તારા બાળકો માંટે રાખી લેજે.”
ઈસુ 5,000થી વધુ લોકોને ખવડાવે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; યોહ. 6:1-14)
10 જ્યારે પ્રેરિતો પાછા આવ્યા. તેઓએ તેમના પ્રવાસમાં જે જે કર્યુ હતું તે ઈસુને કહ્યું અને ઈસુ તેઓને બેથસૈદા નામના શહેરમાં લઈ ગયો. જ્યા ઈસુ અને તેના પ્રેરિતો એકાંતમાં સાથે રહી શકે. 11 પણ લોકોને ખબર પડી કે ઈસુ ક્યાં ગયો છે. તેઓ તેની પાછળ ગયા. ઈસુએ તેઓને આવકાર્યા અને દેવના રાજ્ય સંબંધી વાત કરી. તેણે જે માંદા લોકો હતા તેઓને સાજા કર્યા.
12 નમતા બપોરે, તે બાર પ્રેરિતો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “આ જગ્યાએ કોઈ રહેતા નથી. લોકોને વિદાય કરો. જેથી તેઓ તેમના માટે ખેતરમાં અને આજુબાજુના ગામોમાં જઇને ખાવાની અને રહેવાની સૂવાની જગ્યાની વ્યવસ્થા કરે.”
13 પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”
પ્રેરિતોએ કહ્યું, “આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે. આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે?” 14 (ત્યાં લગભગ 5,000 માણસો હતાં.)
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકોને કહો પચાસ પચાસના સમૂહમાં બેસે.”
15 તેઓએ તેમ કર્યુ, અને બધાજ લોકો નીચે બેસી ગયા. 16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. ઈસુએ ઊચે આકાશમાં જોયું અને ખોરાક માટે આશીર્વાદ માંગ્યો. પછી ઈસુએ ખોરાકના ભાગ પાડ્યા અને તે શિષ્યોને આપ્યા. ઈસુએ શિષ્યોને લોકોને ભોજન પીરસવાનું કહ્યું. 17 બધાજ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. છતાં ત્યાં ઘણું ખાવાનું રહ્યું હતું. અને છાંડેલા ખોરાકના ટૂકડાઓથી બાર ટોપલીઓ ભરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International