Revised Common Lectionary (Semicontinuous)
મૂસાનો પ્રકાશીત ચહેરો
29 છેલ્લે મૂસા કરારની બે તકતીઓ લઈને સિનાઈ પર્વત ઉપરથી નીચે ઊતર્યો, ત્યારે તે જાણતો ન હતો કે યહોવાની સમક્ષ રહેવાથી તેનો ચહેરો પ્રકાશતો હતો. 30 હારુન અને ઇસ્રાએલીઓ મૂસાના ચહેરાને પ્રકાશતો જોઈને તેની પાસે જતાં ગભરાતાં હતાં. 31 આથી મૂસાએ તેઓને પાસે બોલાવ્યા ત્યારે હારુન અને લોકોના આગેવાનો મૂસા પાસે ગયા અને મૂસાએ તેમની સાથે વાત કરી. 32 તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા.
33 જ્યારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ ઢાંકી દીધો. 34 જ્યારે જ્યારે તે યહોવા સમક્ષ વાત કરવા જતો, ત્યારે ત્યારે ઘૂંઘટ દૂર કરતો અને બહાર આવતાં સુધી ઘૂંઘટ પાછો ઢાંકતો નહિ. પછી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હોય તે તે ઇસ્રાએલીઓને કહી સંભળાવતો, 35 તે સમયે ઇસ્રાએલીઓને મૂસાનો ચહેરો પ્રકાશતો દેખાયો તેથી તે યહોવા સાથે ફરી વાત કરવા જતાં સુધી ઉપર પાછો ઘૂંઘટ નાખી દેતો.
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
12 આપણી આ અભિલાષાને લીધે તો આપણે વધારે હિંમતવાન બની શકીએ છીએ. 13 આપણે મૂસા જેવા નથી. તેણે તો તેના મુખ પર મુખપટ નાખ્યું હતું. મૂસાએ તેનું મુખ ઢાંકી દીધું હતું કે જેથી ઈસ્રાએલ લોકો તે જોઈ ના શકે. મહિમા નું વિલોપન થઈ રહ્યું હતું, અને મૂસા નહોતો ઈચ્છતો કે તે લોકો તેનો અંત જુએ. 14 પરંતુ તેઓના માનસપટ બંધ હતાં-તેઓ સમજી શક્યા નહિ. આજે પણ જ્યારે તેઓ જૂના કરારનું વાંચન કરે છે ત્યારે એ જ આવરણ અર્થને ઢાંકી દે છે. તે આવરણ હજુ પણ દૂર કરાયુ નથી. તે માત્ર ખ્રિસ્ત દ્વારા દૂર કરાય છે. 15 પરંતુ આજે પણ જ્યારે આ લોકો મૂસાના નિયમનું વાંચન કરે છે, ત્યારે તેઓનું માનસપટ આચ્છાદિત છે. 16 પરંતુ જ્યારે વ્યક્તિ પરિવર્તીત થાય છે અને પ્રભુને અનુસરે છે, ત્યારે તે આચ્છાદન દૂર થાય છે. 17 પ્રભુ તે આત્મા છે. અને જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. 18 અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.
માટીની બરણીઓમાં આધ્યાત્મિક ખજાનો
4 દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી. 2 પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ.
મૂસા, એલિયા, અને ઈસુ
(માથ. 17:1-8; માર્ક 9:2-8)
28 ઈસુ, એ વાતો કહ્યા પછી લગભગ આઠ દિવસો પછી પિતર, યોહાન તથા યાકૂબને લઈને પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયો. 29 ઈસુ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે તેનો ચહેરો બદલાયો. તેનાં વસ્ત્રો સફેદ ચમકતાં થયાં. 30 તે પછી બે માણસો ઈસુ સાથે વાતો કરતાં હતા. તે માણસો મૂસા તથા એલિયા હતા. 31 મૂસા અને એલિયા પણ તેજસ્વી અને ચમકતા દેખાતા હતા. તેઓ ઈસુ સાથે તેના મૃત્યુ સંબંધી વાત કરતા હતા. જે યરૂશાલેમમાં થવાનું હતું. 32 પિતર અને બીજા ઘસઘસાટ ઊંઘતા હતા. પણ તેઓ જાગી ઊઠ્યા અને ઈસુનો મહિમા જોયો. તેઓએ ઈસુ સાથે ઊભેલા બે માણસોને પણ જોયા. 33 જ્યારે મૂસા અને એલિયા જ્યારે વિદાય થતા હતા ત્યારે પિતરે કહ્યું, “સ્વામી, આપણે અહીં છીએ તે સારું છે અમે અહીં ત્રણ તંબૂ બનાવીશું. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે” (પિતર જે કંઈ કહેતો હતો તે સમજતો નહતો.)
34 જ્યારે પિતર આ બોલતો હતો ત્યારે તેઓની આજુબાજુ એક વાદળ આવ્યું. પિતર, યાકૂબ અને યોહાન ગભરાઇ ગયા. જ્યારે વાદળોએ તેઓને ઢાંકી દીધા. 35 વાદળામાંથી એક અવાજ આવ્યો. તે અવાજે કહ્યું, “આ મારો દીકરો છે. મારો પસંદ કરેલો. તેની આજ્ઞાનું પાલન કરો.”
36 જ્યારે તે અવાજ પૂરો થયો ત્યારે માત્ર ઈસુ જ ત્યાં હતો પિતર, યાકૂબ, યોહાને કંઈ કહ્યું નહિ. તે વખતે તેઓએ જે જોયું હતું તેમાનું કશુંય કોઈને કહ્યું નહિ.
જેનામાં અશુદ્ધ આત્મા હતો તે છોકરાને ઈસુ સાજો કરે છે
(માથ. 17:14-18; માર્ક 9:14-27)
37 બીજે દિવસે ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન પહાડ પરથી નીચે ઉતર્યા. લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો. 38 લોકોના સમુદાયમાંથી એક માણસે ઘાંટો પાડીને ઈસુને કહ્યું, “ઉપદેશક, મહેરબાની કરીને આવ અને મારા દીકરા તરફ જો. તે મારો એકનો એક દીકરો છે. 39 એક અશુદ્ધ આત્મા મારા પુત્રને વળગે છે, અને પછી તે બૂમો પાડે છે. તે તેની જાત પરનો કાબૂ ગુમાવે છે અને તેના મોંઢામાંથી ફીણ નીકળે છે. અશુદ્ધ આત્મા તેને ઇજા કરવાનું ચાલુ રાખે છે અને માંડ માંડ તેને છોડે છે. 40 મેં તમારા શિષ્યોને મારા પુત્રમાંથી દુષ્ટ આત્માઓને હાંકી કાઢવા વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.”
41 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે લોકો જે હમણાં જીવો છો પણ તમારામાં વિશ્વાસ નથી. તમારા જીવનો બધા ખોટાં છે. હું ક્યાં સુધી તમારી સાથે હોઇશ અને તમારી સાથે ક્યાં સુધી તમારું સહન કરું?” ઈસુએ તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.”
42 જ્યારે તે છોકરો આવતો હતો ત્યારે અશુદ્ધ આત્માએ તેને જમીન પર પછાડ્યો. છોકરાએ તેની જાત પરનો કાબૂ ગુમાવ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ખૂબ ધમકાવ્યો. પછી તે છોકરો સાજો થઈ ગયો. અને ઈસુએ તે છોકરાને તેના બાપને પાછો આપ્યો. 43 બધા લોકો દેવના આ મહાન પરાક્રમથી આશ્ચર્યચકિત થયા.
ઈસુ તેના મૃત્યુ વિષેની વાત કહે છે
(માથ. 17:22-23; માર્ક 9:30-32)
હજુ પણ લોકો ઈસુએ જે જે બધુ કર્યું તેનાથી વિસ્મિત થતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું,
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International