Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
6 તમે સમજી લેજો કે તમાંરા કોઈ પુણ્યને લીધે યહોવા તમને આ સમૃદ્ધ ભૂમિનો કબજો આપતો નથી, કારણ, તમે તો હઠીલી પ્રજા છો.
યહોવાના કોપથી ડરો
7 “યાદ રાખજો, એ વાત કદી ભૂલશો નહિ કે તમે તમાંરા દેવ યહોવાના રોષ રણમાં વહોરી લીધો હતો. તમે મિસરમાંથી બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો. 8 હોરેબ પર્વત આગળ તમે યહોવાનો કોપ વહોરી લીધો હતો અને તે એટલા બધા કોપાયમાંન થયા હતા કે તમાંરો વિનાશ કરવા તૈયાર થયા હતા. 9 હું ત્યાં પર્વત પર હતો, યહોવાએ તમાંરી સાથે કરેલા કરારની તકતીઓ લેવા હું ત્યાં ગયો હતો. હું ત્યાં ખાધાપીધા વિના ચાળીસ દિવસ અને રાત રહ્યો હતો. 10 જે દિવસે તમે બધા પર્વત પાસે ભેગા થયા હતા અને અગ્નિમાંથી યહોવાએ તમને જે આજ્ઞાઓ કહી હતી તે આ બે તકતીઓ પર તેમણે પોતાના હસ્તાક્ષરમાં લખીને મને આપી હતી.
11 “ત્યારે 40 દિવસ અને રાત પછી યહોવાએ મને તે કરાર લખેલી તકતીઓ આપી, 12 અને યહોવાએ મને કહ્યું, ‘ઝડપથી પર્વત ઉતરી જા, કારણ તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો હતો, માંરી આજ્ઞાઓથી બહુ ઝડપથી ફરી ગયા છે અને ઢાળેલી મૂર્તિઓ બનાવી ભ્રષ્ટતાથી ર્વત્યા છે.’
13 “વળી યહોવાએ મને કહ્યું, ‘એ લોકો કેવા હઠીલા છે એ મેં જોઈ લીધું છે. 14 તું મને રોકીશ નહિ, હું એમનો નાશ કરનાર છું. પૃથ્વી પરથી હું એમનું નામોનિશાન ભૂંસી નાખીશ, અને તારામાંથી એમના કરતાં વધારે સશકત અને મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’
પિતર અને કર્નેલિયસ
10 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો. 2 કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો. 3 એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”
4 કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?”
તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. 5 હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે. 6 સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.” 7 જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો. 8 કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International