Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
યહોવા ઇસ્રાએલ સાથે રહેશે
9 “હે ઇસ્રાએલી પ્રજાજનો સાંભળો! આજે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા કરતાં મહાન અને શકિતશાળી પ્રજાઓનો દેશ કબજે કરવાના છો. તેમનાં શહેરો મોટાં છે અને તેમને ગગનચુંબી કોટ છે. 2 એ લોકો પોતે મહાકાય અને બળવાન છે. તેઓ રાક્ષસ જેવા છે, એ તમે જાણો છો. અને તમે પેલી કહેવત સાંભળી છે કે, ‘રાક્ષસો સામે કોણ ટક્કર ઝીલી શકે?’ 3 તેથી તમે સમજી લેજો કે આજે તમાંરા દેવ યહોવા સ્વયં સર્વભક્ષી અગ્નિરૂપે તમાંરા સૌની આગળ રહીને જશે. અને તે એ લોકોનો વિનાશ કરશે. અને યહોવાના વચન અનુસાર તમે તેઓને હાંકી કાઢવા તેમજ તરત હરાવવા સમર્થ બનશો.
4 “તમાંરા દેવ યહોવા તેમને તમાંરી આગળથી હાંકી કાંઢે ત્યારે તમે એમ ન માંની લેશો કે, ‘અમે સારા છીએ તેથી યહોવાએ અમને આ પ્રદેશનો કબજો અપાવ્યો છે.’ એ લોકો દુષ્ટ છે તેથી યહોવા તેઓને હાંકી કાઢે છે.” 5 તમે નિષ્પક્ષ અને પ્રામાંણિક છો એટલા માંટે યહોવા તમને આ પ્રદેશ નથી આપતા. એ લોકો દુષ્ટ છે એટલા માંટે યહોવા તેમને હાંકી કાઢે છે. અને તેણે તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલું વચન પાળુ છું એ સારૂ.
પિતરનું લોકોને સંબોધન
11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.
12 જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું? 13 ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી. 14 ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું. 15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.
16 “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે આ લંગડો માણસ સાજો થયો. આ બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે આ માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International