Revised Common Lectionary (Semicontinuous)
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
દાઉદે શાઉલને શરમિંદો કર્યો
24 પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને શાઉલ પાછો આવ્યો તેને કોઈએ કહ્યું કે, “દાઉદ એન-ગેદીના વગડામાં છુપાયો છે.”
2 એટલે શાઉલે સર્વ ઇસ્રાએલમાંથી 3,000 માંણસોને પસંદ કર્યા અને તેમની સાથે દાઉદ અને તેના માંણસોને શોધવા જંગલી બકરાંના ખડક પર ગયા. 3 અને પછી તે રસ્તે ઘેટાઁના વાડા હતા અને તેની પાસે એક ગુફા હતી ત્યાં શાઉલ પગ ઢાંકવા ગયો. એ જ ગુફાની છેક અંદરના ભાગમાં દાઉદ અને તેના માંણસો સંતાયેલા હતા. 4 દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. એ દિવસ આજે આવ્યો છે.’”
દાઉદે ઊભા થઈને ખબર ન પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી. 5 પણ પછી ચાળ કાપવા માંટે તેનું અંતર તેને ડંખવા લાગ્યું. 6 પછી તેણે તેના માંણસોને કહ્યું, “માંરે તે પ્રમાંણે કરવું જોઈતું નહોતું. કારણ કે, તે યહોવાએ અભિષેક કરેલો રાજા છે,” 7 આમ કહીને દાઉદે પોતાના માંણસોને પાછા વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ, પછી શાઉલ ગુફામાંથી ઊભો થઈને રસ્તે પડ્યો.
8 દાઉદ પણ પાછળથી ઊઠયો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક માંરીને કહ્યું, “માંરા ધણી અને રાજા!”
શાઉલે પાછા ફરીને જોયું. દાઉદે ભૂમિ પર લાંબા થઈને પ્રણામ કર્યા અને કહ્યું, 9 “દાઉદ આપને માંરી નાખવા ફરે છે. ‘એવું કહેનાર લોકોનું તમે સાંભળો છો શા માંટે?’ 10 આ તમે પોતે જોઇ રહ્યાં છો. આજે યહોવાએ એ ગુફામાં તમને માંરા હાથમાં સોપી દીધા અને હું તમને ત્યાજ માંરી નાખી શકત. માંરા માંણસોએ તમને માંરી નાખવાનુ કહ્યું, ‘પરંતુ મે તમાંરા જીવ પર દયા કરી, કારણ કે હુ માંરા ધણીને માંરી શકતો નથી કારણ કે યહોવાએ પોતે તમને રાજા બનાવ્યા હતા.’ 11 જુઓ, માંરા હાથમાં શું છે? આ રહી માંરા હાથમાં આપના ઝભ્ભાની ચાળ, મેં એ કાપી લીધી, પણ આપનો વધ ન કર્યો. એથી આપને ખાતરી થશે કે, માંરા મનમાં આપની સામે બળવો કરવાનો કે આપને ઇજા પહોંચાડવાનો ખ્યાલ જ નથી. મેં આપનું કશું જ બગાડયું નથી, તેમ છતાં આપ માંરો જીવ લેવા માંરી પાછળ પડયા છો. 12 યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયાધીશ રહેશે. તમે માંરી સાથે ખોટું કર્યુ છે, યહોવા તેના માંટે તમને સજા કરે. પણ હું આપની સામે હાથ ઉગામવાનો નથી. 13 એક જૂની કહેવત છે કે,
‘દુષ્ટતા દુષ્ટોમાંથી નીકળે છે.’
“પણ હું તમાંરું કદી નુકસાન કરીશ નહિ. 14 ઇસ્રાએલના રાજા કોને પકડવા નીકળી પડયા છે? તમાંરે શું મરેલા કૂતરા અથવા ચાંચડ હાંકવાના છે? 15 ભલે યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયધીશ રહે. યહોવા માંરો પક્ષ લેશે અને હું સાબિત કરીશ કે હું સાચો છું. તેઓ માંરી સાથે રહે અને તારા હાથમાંથી મને બચાવે.”
16 દાઉદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “આ માંરો પુત્ર દાઉદ બોલે છે?” એમ બોલીને મોટેથી રડવા લાગ્યો, 17 પછી તેણે દાઉદને કહ્યું, “ન્યાય તારે પક્ષે છે, માંરે પક્ષે નથી, તેં માંરું કેટલું બધું ભલું કર્યુ છે પણ હું તારા પર ક્રૂર હતો. 18 આજે તેં માંરા પ્રત્યે અદૃભુત ભલાઈ દર્શાવી છે. યહોવાએ મને તારા હાથમાં સોંપી દીધો હતો, પણ તેં મને માંરી નાખ્યો નહિ. 19 જો કોઈ માંણસના હાથમાં તેનો દુશ્મન આવે, તો તે તેને શાંતિથી જવા ન દે. આજ તેઁ માંરું ભલું કર્યુ છે તેથી યહોવા તને તારા સારા કામ માંટે સારો બદલો આપશે. 20 હું જાણું છું કે તું ચોકકસ રાજા બનશે અને ઇસ્રાએલી પ્રજા પર તું રાજ કરશે. 21 માંટે આજે તું યહોવાના નામની પ્રતિજ્ઞા લે અને મને વચન આપ કે માંરા મરણ પછી તું માંરા વંશજોને નહિ માંરી નાખે અને માંરા પિતાના કુટુંબમાંથી માંરું નામ ભૂંસી નહિ નાખે.”
22 દાઉદે શાઉલને એ પ્રમાંણે વચન આપ્યું અને શાઉલ પાછો ઘેર ગયો. પરંતુ દાઉદ અને તેના માંણસો પાછા ગઢોમાં ગયા.
પ્રભુ ભોજન
17 જે બાબતો વિષે હવે હું જે કહી રહ્યો છું તેમાં હું તમારી પ્રશંસા કરતો નથી. તમારી સભાઓ તમને મદદકર્તા બનવાને બદલે તમને નુકસાનકર્તા બને છે. 18 પ્રથમ તો હું સાંભળું છું કે જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ ત્યારે તમારામાં ભાગલા પડેલા હોય છે. આમાંથી કેટલીક બાબતોને હું માનું છું. 19 તમારામાં મતભેદ હોય તે જરુંરી પણ છે. જેથી કરીને ખરેખર તમે જે કરી રહ્યા છો તે સ્પષ્ટ થઈ શકે.
20 જ્યારે તમે બધા જ ભેગા થાવ, ત્યારે તમે વાસ્તવમાં આવું સાચું પ્રભુનું ભોજન[a] ખાતાં નથી. 21 શાથી? કારણ કે તમે જ્યારે ભોજન ખાવા બેસો છો તો તમે બીજાની પ્રતિક્ષા કરતા જ નથી. કેટલાએક લોકો પૂરતું ખાવા કે પીવા માટે મેળવી શકતા નથી, તે કેટલાએક લોકો વધારે મેળવે છે તો તે છાટકા બને છે. 22 તમે તમારા પોતાના ઘરોમાં પણ ખાઈ-પી શકો છો! એમ લાગે છે કે તમે એમ માનો છો કે દેવની મંડળી મહત્વપૂર્ણ છે જ નહિ. જે લોકો દરિદ્રી છે તેમને તમે શરમમાં નાખો છો. મારે તમને શું કહેવું? શું મારે આમ કરવા માટે તમારી પ્રશંસા કરવી? હું તમારી પ્રશંસા કરતો નથી.
27 જો કોઈ વ્યક્તિ અયોગ્ય રીતે રોટલી ખાય કે પ્રભુનો પ્યાલો પીએ તો તે વ્યક્તિ પ્રભુના શરીર અને રક્તની વિરુંદ્ધ પાપ કરે છે. 28 દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ. 29 જો વ્યક્તિ શરીરને ઓળખ્યા વગર રોટલી ખાય છે અથવા પીએ છે, તો તે વ્યક્તિને ખાધાથી તથા પીધાથી દોષિત ઠરાવવામાં આવે છે. 30 તેથી જ તમારા જૂથમાં ઘણા બધા બિમાર અને અશક્ત છે. અને ઘણા બધા મરણને શરણ થયા છે. 31 પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ. 32 પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે.
33 તેથી, મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભોજન માટે મળો ત્યારે તમે એકબીજાની રાહ જુઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International