Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ.
અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.
2 કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે
જે ચીમળાઇને મરી જશે.
3 યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ
અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.
4 યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ;
ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
5 તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર,
તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.
6 તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે.
અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે.
7 યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો,
જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
8 ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે,
આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
9 કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે.
અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે.
તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.
11 નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે;
તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે.
તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.
39 યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે.
સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે;
તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.
યૂસફને ઘરે ભાઇઓને આમંત્રણ
16 પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.” 17 પછી યૂસફે જેમ કહ્યું તેમ પેલા માંણસે કર્યું; એટલે પેલો માંણસ યૂસફને ઘેર તે માંણસોને લઈ ગયો.
18 પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.”
19 આથી તેઓ યૂસફના ઘરના બારણા આગળ આવ્યા અને યૂસફના કારભારી પાસે જઈને તેને કહ્યું, 20 “અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા. 21 પણ જયારે અમે મુકામ પર પહોંચીને અમે અમાંરી ગૂણો ઉઘાડી, તો તેના મોઢા આગળ જ અમાંરા દરેકના પૂરેપૂરા પૈસા મૂકેલા હતા. 22 પણ અમે તે પૈસા પાછા લાવ્યા છીએ; વળી અનાજ ખરીદવા માંટે અમે અમાંરી સાથે બીજા પૈસા પણ લાવ્યા છીએ; અને એ પૈસા અમાંરી ગૂણોમાં કોણે મૂકયા, એ અમે નથી જાણતા.”
23 કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.”
પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા. 24 અને પેલા માંણસે યૂસફના ઘરમાં તે માંણસોને લાવીને તેમને પાણી આપ્યું, પછી તેઓએ પગ ધોયાં; અને તેમનાં ગધેડાંને ચારો નાખ્યો.
25 બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી.
26 પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
27 અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”
28 અને તેઓએ ઉત્તર આપ્યો, “હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા.
29 યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.”
30 યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો. 31 પછી મોઢું ધોઈને બહાર આવીને પોતાની જાત પર કાબુ રાખીને તે બોલ્યો, “ભાણાં પીરસો.”
32 પછી સેવકોએ યૂસફ માંટે મેજ પાથર્યુ. ત્યારબાદ ભાઇઓ માંટે બીજુ મેજ પાથર્યુ અને તેની સાથે જમતા મિસરીઓ માંટે બીજુ એક મેજ પાથર્યુ કારણ, મિસરીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી; કારણ કે મિસરીઓની એવી માંન્યતા હતી કે, હિબ્રૂઓ સાથે જમવાનું તેમના માંટે અનુચિત છે. 33 [a] યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા. 34 તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. યૂસફે પોતાના ભાણામાંથી વાનગીઓ લઈને તેઓની આગળ પિરસાવી પણ પ્રત્યેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; તેઓએ તેની સાથે ખાધુંપીધુંને મોજમાં આવી ગયા.
આત્મામાં જીવન
8 તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી. 2 મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. 3 આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો. 4 આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.
5 ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે. 6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. 7 આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી. 8 જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી.
9 પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી. 10 પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. 11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International