Revised Common Lectionary (Semicontinuous)
ભાગ પહેલો
(ગીત 1–41)
1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.
4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
હૃદય પર લખેલ પાપ
17 યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી
તથા હીરાકણીથી લખેલું છે;
તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે
અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;
2 કારણ કે તેઓના પુત્રો ઊંચા
પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે
તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો
અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.
3 અરે, ખેતરમાંના મારા પર્વત,
તમારાં સર્વ પાપોની કિંમત રૂપે
હું તમારી સર્વ સંપત્તિ
તમારા શત્રુઓને આપી દઇશ.
4 મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો.
દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે,
જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં
હું તમને મોકલી આપીશ.
તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે
અને તે સદાકાળ સળગતો રહેશે.”
ખાલી માણસ
(માથ. 12:43-45)
24 “જ્યારે માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર આવે છે, પછી નિર્જળ પ્રદેશોમાં આરામ માટેની જગાની શોધમાં તે ભટકતો ફરે છે. પણ તે આત્માને આરામ માટેની જગ્યા મળતી નથી. તેથી આત્મા કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તે જ ઘરમાં હું પાછો જઇશ.’ 25 જ્યારે આત્મા પેલા માણસ પાસે પાછો આવે છે, ત્યારે તેનું અગાઉનું ઘર સ્વચ્છ અને સુશોભિત જુએ છે. 26 પછી તે અશુદ્ધ આત્મા બહાર જાય છે અને તેના કરતાં વધારે દુષ્ટ સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે. પછી બધાજ અશુદ્ધ આત્માઓ તે માણસમાં પ્રવેશીને ત્યાં જ રહે છે અને પેલા માણસની હાલત પહેલાં કરતાં વધારે ભૂંડી બને છે.”
સાચા સુખી લોકો
27 જ્યારે ઈસુએ વાતો કહી, ત્યારે એક સ્ત્રીએ ટોળામાંથી ઈસુને મોટા અવાજે કહ્યું, “તારી માતાને ધન્ય છે, કારણ કે તેણે તને જન્મ આપ્યો અને તને ધવડાવ્યો.”
28 પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International