Revised Common Lectionary (Semicontinuous)
ભાગ પહેલો
(ગીત 1–41)
1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.
4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
20 હે યરૂશાલેમ, આંખો ઊંચી કરીને જો!
ઉત્તરમાંથી પેલા દુશ્મનો આવી રહ્યા છે,
જે લોકોને મેં તને સોંપ્યા હતા,
જેને માટે તું ગૌરવ લેતી હતી, તે ક્યાં છે?
21 તારા પડોશી દેશોને જેને તેઁ શીખવાડ્યું હતું
અને જેમને તેં મિત્રો ગણ્યા હતાં
તેમને તારા પર રાજકર્તાઓ તરીકે હું બેસાડીશ.
ત્યારે તને કેવું લાગશે?
સ્ત્રીને પ્રસૂતિની વેદના થાય તેવી વેદના અને કષ્ટ તું અનુભવશે.
22 ત્યારે તને થશે કે,
“મારે માથે આ બધું શા માટે ગુજર્યું?”
તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને
તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે.
અને તારો નાશ કર્યો છે.
23 હબસી કદી પોતાની ચામડી બદલી શકે?
અથવા ચિત્તો પોતાના ટપકાં દૂર કરી શકે?
તે જો શક્ય હોય તો જ ખોટું કરવાને ટેવાયેલી
તું સત્કર્મ કરી શકે.
24 “અરણ્યના સૂસવાટાભર્યા પવનથી ભૂસું ઊડી જાય છે
તેમ તમને હું વિખેરી નાખીશ.
25 તારા ભાગ્યમાં એ જ છે,
એ જ મેં તારે માટે નીમ્યું છે,”
આ હું યહોવા બોલું છું.
“કારણ તું મને ભૂલી ગઇ છે,
અને તેઁ ખોટા દેવોમાં વિશ્વાસ મૂક્યો છે.
26 હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ
અને તારાં પાપ ઉઘાડા કરીશ.
27 તારા વ્યભિચાર, તારી કામવેગના હિસોટા,
તારા જારકર્મો, ડુંગરો પરનાં અને ખેતરોમાંના
તારાં એ અધમ કૃત્યો મેં જોયાં છે.
હે યરૂશાલેમ, તારું આવી જ બન્યું છે!
તારે શુદ્ધ થવું જ નથી.
ક્યાં સુધી આમને આમ ચલાવ્યા કરીશ?
તમારી મૂર્તિઓની પૂજાથી હું વાકેફ છું.”
17 તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો. 18 તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ. 19 તમે તો ખ્રિસ્તના અમૂલ્ય રક્ત થી ખરીદાયા છો કે જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે. 20 આ જગતની રચના પહેલા ખ્રિસ્તની પસંદગી થઇ હતી. પરંતુ આ અંતિમ સમયમાં તમારી માટે જગતમાં ખ્રિસ્ત પ્રગટ થયો છે. 21 ખ્રિસ્ત થકી તમે દેવમા વિશ્વાસ કરો છો. દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો અને તેને મહિમા બક્ષ્યો. તેથી તમારો વિશ્વાસ અને તમારી આશા દેવમાં છે.
22 હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો. 23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે. 24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે.
અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે.
અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” (A)
અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.
જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
2 તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International