Revised Common Lectionary (Semicontinuous)
5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે,
અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
6 તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી[a] પણ ઉંચી છે.
અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
7 હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે,
તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે,
અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો
અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
3 યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય
અને બીજા માણસને પરણે,
તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો?
ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી?
હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે!
અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?
2 જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો,
એવી કોઇ જગ્યા છે જ્યાં
તું વેશ્યાની માફક ન વર્તી હોય?
ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ
તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે,
અને તેં તારા અધમ વ્યભિચારથી
અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.
3 આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે
અને ત્યાં પાછલો વરસાદ
પણ વરસ્યો નથી;
પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે.
4 હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી,
‘પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો,
તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો?’
5 શુ તમે મારા પર
સદાય રોષમાં રહેશો?
“તેં મને આમ કહ્યું હતું,
પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.”
18 સિમોને જોયું કે જ્યારે પ્રેરિતોએ તેઓના પર તેઓના હાથ મૂક્યા ત્યારે જ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે. તેથી સિમોને પ્રેરિતોને પૈસા આપવાની દરખાસ્ત કરી. 19 સિમોને કહ્યું, “તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”
20 પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે. 21 તું આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહિ. તારું હ્રદય દેવ સમક્ષ ન્યાયી નથી. 22 તું પસ્તાવો કર! તેં આ જે કંઈ ખરાબ કર્યુ છે ત્યાંથી તું પાછો વળ. પ્રભુને પ્રાર્થના કર. કદાચ તારા અંત:કરણના આ વિચારને તે માફ કરશે. 23 હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”
24 સિમોને જવાબ આપ્યો, “તમે બંને પ્રભુને મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે તમે જે કહ્યું છે તે હવે મારી સાથે બનશે નહિ!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International