Revised Common Lectionary (Semicontinuous)
શાંતિના રાજ્યનું નિર્માણ
11 દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે. 2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. 3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ન્યાય કરશે નહિ. ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
4 પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે. 5 તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.
6 ત્યારે વરુઓ અને ઘેટાંઓ સાથે વસશે અને ચિત્તો લવારા સાથે સૂશે; વાછરડાં અને સિંહ તથા માતેલાં ઢોર ભેગા ચરશે અને નાનાં બાળકો પણ તેમને ચરાવવા લઇ જશે. 7 ગાય અને રીંછ ભેગા મળીને ખાશે અને તેમનાં બચ્ચાં પણ ભેગા સૂશે. સિંહો ઢોરની જેમ ઘાસ ખાશે. 8 નાનાં બાળકો નાગના રાફડા પર રમશે. ઝેરી સાપના દરને સ્પર્શશે.
9 યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.
20 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, 21 “તમે આ લોકોના સમાંજમાંથી બહાર નીકળી જાઓ, એટલે હું તત્કાળ એ સર્વનો નાશ કરું.”
22 પરંતુ મૂસાએ અને હારુને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, “હે દેવ, તમે જ બધા જીવોના જીવનદાતા છો, એક જ વ્યક્તિના પાપને કારણે શું તમે સમગ્ર સમાંજ પ્રત્યે ક્રોધાયમાંન થશો?” 23 એટલે યહોવાએ મૂસાને કહ્યું, 24 “તું એ લોકોને કહે કે તેઓ કોરાહ, દાથાન અને અબીરામના તંબુ આગળથી દૂર ખસી જાય.”
25 ત્યારપછી મૂસાએ ઇસ્રાએલીઓના વડીલો સાથે દાથાન અને અબીરામની પાસે જઈને આખા સમાંજને ઉદેશીને કહ્યું, 26 “તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”
27 તેથી કોરાહ, દાથાન અને અબીરામના તંબુઓ આગળથી બધા લોકો દૂર ચાલ્યા ગયા, દાથાન અને અબીરામ પોતાની પત્નીઓ, પુત્રો અને બાળકો સાથે પોતાના તંબુમાંથી બહાર આવીને પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
28 મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને ખાતરી થશે કે મેં જે કંઈ કર્યું છે તે કરવા માંટે મને યહોવાએ મોકલ્યો છે; કારણ કે હું કાંઈ માંરી મરજી મુજબ આ બધાં કાર્યો કરતો નથી. 29 જો આ લોકો બીજા બધા માંણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માંનવું કે યહોવાએ મને મોકલ્યો નથી, 30 પણ જો યહોવા ચમત્કાર કરે અને ધરતી પોતાનું મુખ ઉધાડે અને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને ગળી જાય અને તેઓ જીવતા મૃત્યુલોકોમાં પહોંચી જાય તો તમાંરે જાણવું કે, એ લોકોએ યહોવાનું અપમાંન કર્યું છે.”
31 મૂસા બોલી રહ્યો કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી; 32 ધરતીએ ખોલેલા મુખમાં તેમનાં કુટુંબો, તેમનાં તંબુઓ, તેઓ અને તેઓના સાથીઓ અને તેઓનું સર્વસ્વ જતુ રહ્યું. 33 તેઓ પોતાના સર્વસ્વ સાથે જીવતા મૃત્યુલોકમાં પહોંચી ગયા; ધરતી પાછી સંધાઈ ગઈ. આમાં તેઓનો સર્વનાશ થઈ ગયો, તેઓ સમુદાયમાંથી જતાં રહ્યાં.
34 તેમની ચીસો સાંભળીને ત્યાં આસપાસ ઊભેલા બધાં ઇસ્રાએલીઓ ભયભીત થઈને ભાગવા માંડયા. રખેને તેઓને પણ “ધરતી હડપ કરી જાય.”
35 પછી યહોવાનો અગ્નિ આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા 250 માંણસોને ભશ્મ કરી ગયો.
23 પાઉલે અને યહૂદિઓએ સભા માટે એક દિવસ પસંદ કર્યો. તે દિવસે એ યહૂદિઓના ઘણા લોકો પાઉલની પાસે તેના ઉતારામાં આવ્યા. પાઉલ આખો દિવસ તેમની સમક્ષ બોલ્યો. પાઉલે તેમને દેવના રાજ્યની સમજણ આપી. પાઉલે ઈસુ વિષેની વાતોમાં વિશ્વાસ કરવા તેઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. તેણે મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના ધર્મશાસ્ત્રનો ઉપયોગ આ કરવા માટે કર્યો. 24 કેટલાએક યહૂદિઓએ પાઉલે કહેલી વાતોમાં વિશ્વાસ કર્યો, પણ બીજાઓએ તેમાં વિશ્વાસ ન કર્યો. 25 તેઓ દલીલ કરતા હતા. યહૂદિઓ જવા તૈયાર હતા, પણ પાઉલે તેમને એક વધારાની બાબત કહીં, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક દ્ધારા તમારા પૂર્વજોને સત્ય કહ્યું છે. તેણે કહ્યું,
26 ‘આ લોકો પાસે જાઓ અને તેઓને કહો:
તમે ધ્યાનથી સાંભળશો,
પણ તમે સમજી શકશો નહિ!
તમે જોશો અને તમે જોયા કરશો,
પણ તમે જે જુઓ છો તે સમજી શકશો નહિ!
27 હા, આ લોકોના મન નબળા થઈ ગયા છે.
આ લોકોને કાન છે, પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી.
અને આ લોકો સત્ય જોવાની ના પાડે છે.
આમ બન્યું છે તેથી તેઓ તેઓની પોતાની આંખો વડે
પણ જોઈ શક્તા નથી,
તેઓના કાનોથી સાંભળે છે,
અને તેઓના મનથી સમજે છે.
આમ બન્યું છે તેથી તેઓ મારી પાસે તેઓના સાજા થવા માટે પણ આવશે નહિ.’(A)
28 “હે યહૂદિઓ, હું તમને જણાવવા ઈચ્છું છું કે દેવે બિનયહૂદિ લોકો માટે તેનું તારણ મોકલ્યું છે. તેઓ ધ્યાનથી સાંભળશે!” [29 પાઉલે આ વાતો કહી ત્યાર પછી, યહૂદિઓ ચાલ્યા ગયા. તેઓ માંહોમાંહે ઘણો વાદવિવાદ કરતા હતા.][a]
30 પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો. જેઓ તેને મળવા ત્યાં આવતા હતા. તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો. 31 પાઉલે દેવના રાજ્ય વિષેનો બોધ આપ્યો. તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શીખવ્યું. તે ઘણો બહાદૂર હતો, અને કોઇએ તેને બોલતાં અટકાવવા પ્રયત્ન કર્યો નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International