Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
26 પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ.
અને તારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ.
તેઓએ તમારા નિયમશાસ્ત્રને નકાર્યા.
અને જે પ્રબોધકોએ તેઓને તારા તરફ
પાછા ફરવા કહ્યું તેઓને તેઓએ મારી નાખ્યા.
વળી તેઓએ બીજાં અનેક ભયંકર કૃત્યો કર્યા.
27 માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા,
જેઓએ તેમને ત્રાસ આપ્યો.
તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો,
ત્યારે તેં સ્વર્ગમાંથી સાંભળ્યું;
અને મહાન દયાળુ હોવાથી
તેં તેઓને ઉદ્ધારકો આપ્યા કે,
જેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.
28 પરંતુ તેઓએ પછી આરામ કર્યો,
અને ફરી તેઓએ તારી સંમુખ દુષ્કૃત્યો કર્યા;
તે માટે તેં તેઓને તેમના દુશ્મનોના હાથમાં સોપી દીધા.
જેથી તેમના દુશ્મનો તેમના ધણી બન્યાં,
પરંતુ જ્યારે ફરીથી તે લોકોએ
તને પોકાર કર્યો ત્યારે તેઁ આકાશમાંથી સાંભળ્યું
અને તને તેઓને કેટલીયે વાર બચાવ્યા કેમકે તું દયાળુ છે.
29 અને તેં તેમને તારી સંહિતાનું પાલન
કરવા માટે ફરી ચેતવણી આપી.
પરંતુ ઘમંડી વર્તણૂક કરીને તેઓએ
તારા વિધિઓનું પાલન ન કર્યુ;
જેના પાલનથી મનુષ્યને જીવન મળે છે
એવા તારા નિયમોના વિરૂદ્ધ તેમણે પાપ કર્યુ,
ને તેઓના ખભા હઠીલા હતા,
તેઓની ગરદન અક્કડ હતી
અને તેમણે તારું કહ્યું માન્યું નહિ.
30 “છતાં પણ તેં ઘણાં વરસો સુધી ધીરજ રાખી,
તારા આત્મા દ્વારા
અને તારાં પ્રબોધકો દ્વારા
તેં તેમને ચેતવ્યા,
પણ તેમણે કાને ન ધર્યુ.
ત્યારે તેં તેમને વિદેશીઓના હાથમાં સોંપી દીધા.
31 “છતાં પણ તું મહાન દયાળુ દેવ હોવાથી
તે લોકોનો છેક અંત આણ્યો નહિ.
કે તેઓનો ત્યાગ કર્યો નહિ, કારણકે
તું કૃપાળુ તથા દયા કરનારો દેવ છે.
યરૂશાલેમનો વિનાશ
(માથ. 24:15-21; માર્ક 13:14-19)
20 “તમે યરૂશાલેમની ચારે બાજુએ લશ્કર જોશો. પછી તમે જાણશો કે યરૂશાલેમનો વિનાશ થવાનો સમય આવ્યો છે. 21 તે વખતે યહૂદિયામાં જે લોકો છે તે પહાડોમાં નાશી જાય. જેઓ યરૂશાલેમમાં હોય તેઓએ જલ્દી છોડી જવું. જો તમે યરૂશાલેમ નજીકના પ્રદેશમાં હો તો શહેરની અંદર જશો નહિ. 22 પ્રબોધકોએ જ્યારે દેવ તેના લોકોને શિક્ષા કરશે તે આ સમયની બાબતમાં ઘણું બધું લખ્યું છે. તે આ સમય છે. જ્યારે આ બધું પરિપૂર્ણ થાય. 23 તે વખતે જેઓ ગર્ભવતી હશે અથવા જેને નાનાં દુધ પીતા બાશકો છે તે તેમના માટે દુ:દાયક છે! શા માટે? કારણ કે આ ભૂમિ પર વધારે વિપત્તિનો સમય આવશે. દેવ આ લોકો પર ગુસ્સે થશે. 24 કેટલાએક લોકો સૈનિકો દ્ધારા મૃત્યુ પામશે. બીજા લોકોને કેદી તરીકે રાખશે અને બધાજ દેશોમાં લઈ જવાશે. ફક્ત યરૂશાલેમ તેઓનો સમય પૂરો નહિ થાય ત્યાં સુધી બિન યબૂદિઓથી પગ તળે ખૂંદી નંખાશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International