Revised Common Lectionary (Semicontinuous)
પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.
1 હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
2 “મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.
3 પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
તમે મારું ગૌરવ છો;
શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.
4 હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.
5 પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
તેઓથી હું જરાય ડરીશ નહિ.
7 હે યહોવા, ઉઠો;
મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.
8 યહોવાની પાસે તારણ છે,
લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.
5 પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા, 6 પરંતુ મિસરીઓએ અમાંરી સાથે દુર્વ્યવહાર કર્યો, અમને ગુલામ બનાવી, અમાંરા પર ત્રાસ ગુજારી અને અત્યાચાર કરી, અમાંરી પાસે મજુરી કરાવી. 7 ત્યારે અમે અમાંરા યહોવા દેવને પોકાર કર્યો. તેમણે અમાંરો સાદ સાંભળ્યો અને અમાંરાં દુ:ખો, મુશ્કેલીઓ અને સતામણી જોયા; 8 અને તેણે પરચાઓ તથા અદ્ભૂત કૃત્યો કર્યા, કે જે મિસરવાસીઓના મનમાં ખૂબ ભય લાવ્યાં,અને તેના પ્રચંડ બાહુબળથી તે આપણને મિસર માંથી બહાર લાવ્યા. 9 અને અમને આ જગ્યાએ લાવીને દૂધ અને મધથી રેલછેલ થતો આ પ્રદેશ આપ્યો. 10 અને હવે, હે યહોવા જુઓ જે પ્રદેશ તમે મને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ, હું લાવ્યો છું.’
“પછી ત્યાં તમાંરા યહોવા દેવ સમક્ષ તે ભાગ મૂકીને દંડવત પ્રણામ કરી તેમની ઉપાસના કરવી.
તમારા આનંદ અને હિંમત ગુમાવશો નહિ
32 યાદ રાખો. ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો, પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. 33 ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા. 34 હા, જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા, ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુ:ખના ભાગીદાર બન્યા. તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે.
35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. 36 તમારે ધીરજ રાખવાની જરુંર છે. દેવની ઈચ્છા પૂરી કરવાનું કાર્ય ચાલુ રાખો. અને તેથી જ તમને જે વચનો આપ્યા છે તે પ્રાપ્ત કરશો. 37 થોડા સમયમાં,
“પ્રભુ જે ફરીથી આવનાર છે તે વિલંબ કરશે નહિ.
38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે.
જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” (A)
39 પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International