Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
28 પછી રિબકાએ ઘેર દોડી જઈને જે કાંઈ બન્યું હતું તે પોતાના પરિવારને જણાવ્યું, 29 રિબકાના ભાઈનું નામ લાબાન હતું. રિબકાએ તે વ્યકિતએ જે વાત કરી હતી તે વાતો ભાઈને કહી. લાબાન તેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે, 30 તેણે પોતાની બહેનના હાથ પર બંગડીઓ અને વાળી જોઈ, તેથી તે દોડીને પેલા માંણસને મળવા ગયો. તે માંણસ કૂવા આગળ ઉંટો પાસે ઊભો હતો. 31 લાબાને કહ્યું, “પધારો શ્રીમાંન, આપનું સ્વાગત કરું છું, તમે અહીં બહાર કેમ ઊભા છો? મેં તમાંરા ઊંટોને માંટે એક જગ્યા તૈયાર રાખી છે, અને તમાંરા માંટે સૂવાનો ઓરડો પણ તૈયાર કરી દીધો છે.”
32 તેથી ઇબ્રાહિમનો નોકર ઘરમાં ગયો. લાબાને ઊંટના બંધનો છોડી નાખ્યા, ઊંટો માંટે ઘાસચારો આપ્યો. અને તેને અને તેના માંણસોને પગ ધોવા માંટે પાણી આપ્યું. 33 પછી લાબાને તેમને ખાવા માંટે ભોજન આપ્યું. પરંતુ તેણે કહ્યું, “હું શા કામે આવ્યો છું તે કહ્યાં પહેલા હું જમીશ નહિ.”
લાબાન બોલ્યો, “તો કહો.”
રિબકા ઇસહાકની પત્ની બની
34 નોકરે કહ્યું, “હું ઇબ્રાહિમનો નોકર છું, યહોવાએ અમાંરા ધણી ઉપર દરેક બાબતમાં કૃપા કરી છે. માંરા ધણી મહાન વ્યકિત થઈ ગયા છે. 35 યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે. 36 માંરા ધણીની પત્ની સારાને વૃદ્વાવસ્થામાં એક પુત્ર અવતર્યો અને માંરા ધણીએ તેને બધી મિલકત સોંપી દીધી છે. 37 માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ. 38 એટલા માંટે તારે વચન આપવું પડશે કે, તું માંરા પિતાના દેશમાં અને માંરા કુટુંબમાં જઈને ત્યાંથી માંરા પુત્ર માંટે કન્યા લાવીશ.’ 39 મેં માંરા ધણીને કહ્યું, ‘કદાચ એમ પણ બને કે, સ્ત્રી માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન થાય.’ 40 પરંતુ માંરા ધણીએ કહ્યું, ‘હું યહોવાની સેવા કરું છું. અને યહોવા તારી સાથે એમનો દૂત મોકલશે, જે તમાંરી મદદ કરશે. ત્યાં તને અમાંરા લોકોમાં માંરા પુત્ર માંટે સ્ત્રી મળશે. 41 એ પછી તું મને આપેલા તારા વચનથી મુકત થઇશ. પરંતુ જો તું માંરા પિતાના દેશમાં જા અને તે લોકો માંરા પુત્ર માંટે કન્યા આપવાની ના પાડે તો પણ તું તારા સમથી મુકત છે.’
42 “આજે હું આ કૂવા આગળ આવ્યો અને મેં કહ્યું, ‘હે યહોવા, માંરા ધણીના દેવ, કૃપા કરીને માંરા પ્રવાસને સફળ બનાવો.
નાસરેથમાં ઈસુનો અસ્વીકાર
(માથ. 13:53-58; માર્ક 6:1-6)
16 ઈસુ ઉછરીને જ્યાં મોટો થયો હતો તે નાસરેથ શહેરમાં આવ્યો. પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો અને વાંચવા ઊભો થયો. 17 તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપવામાં આવ્યું. તેણે પુસ્તક ઉઘાડ્યું અને આ ભાગ તેને મળ્યો જ્યાં આ લખ્યું હતું:
18 “પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે.
પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા,
કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા,
આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે
તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.
19 તથા તેની દયા બતાવવાનો પ્રભુનો સમય જાહેર કરવા મને મોકલ્યો છે.” (A)
20 ત્યારબાદ પુસ્તક બંધ કરી, સેવકને પાછુ સોંપીને ઈસુ બેસી ગયો. સભાસ્થાનમાં બધાની નજર ઈસુ તરફ ઠરી રહી હતી. 21 ઈસુએ તેમની સમક્ષ બોલવાનો આરંભ કર્યો, તેણે કહ્યું, “તમારા સાંભળવામાં આવ્યું છે, તે પ્રમાણે આ ધર્મલેખ આજે સત્ય થયો છે!”
22 આ સાંભળીને બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા, ઈસુની કૃપાથી ભરપૂર એવા શબ્દો સાંભળીને તેઓ અજાયબી પામ્યા. તે લોકોએ પૂછયું, “તે આવું કેવી રીતે બોલી શકે? એ તો માત્ર યૂસફનો દીકરો છે, કેમ ખરુંને?”
23 ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!’” 24 પછી અસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું કોઈ પણ પ્રબોધક પોતાના જ શહેરમાં સ્વીકારતો નથી.
25-26 “હું જે કહું છું તે સાચું છે. એલિયાના સાડા ત્રણ વર્ષના સમયમાં ઈસ્ત્રાએલમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. સમગ્ર દેશમાં દુકાળ હતો. ખાવાને અનાજ ક્યાંય મળતું ન હતું. ઈસ્ત્રાએલમાં તે સમયે ઘણી વિધવાઓને સહાયની આવશ્યકતા હતી. પરંતુ એલિયાને એ બધામાંથી કોઈની પણ પાસે મોકલવામાં આવ્યો નહોતો. પરંતુ સિદોનના સારફતની એક વિદેશી વિધવાને સહાય કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.
27 “અને પ્રબોધક એલિયાના સમયમાં ઈસ્ત્રાએલમાં ઘણા કોઢના રોગીઓ હતા છતાં તેણે ફક્ત આરામી નામાનની સારવાર કરીને તેને સાજો કર્યો હતો.”
28 આ વાત સાંભળીને સભાસ્થાનમાંના શ્રોતાજનો ગુસ્સે થઈ ગયા. 29 તે બધા ઊભા થઈ ગયા અને ઈસુને ગામની બહાર હાંકી કાઢ્યો. તેઓનું શહેર પહાડ ઉપર બાંધ્યું હતું, તેની ટોચ પર તેને લઈ ગયા, જેથી તેને ઘક્કો મારીને નીચે ખીણમાં હડસેલીને ગબડાવી શકાય. 30 છતાં ઈસુ તો ટોળાની વચમાં થઈને નીકળ્યો અને ચાલ્યો ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International