Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
11 તે નગર બહાર કૂવા પાસે ગયો, ત્યારે સંધ્યાકાળે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જતી હતી. તે વખતે તેણે શહેર બહાર કૂવા પાસે ઊંટને બેસાડયાં.
12 નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર. 13 હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે. 14 હું એક વિશિષ્ટ પ્રકારના ચિન્હની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેના વડે હું જાણી શકું કે, ઇસહાકને યોગ્ય કઈ કન્યા છે. હું કન્યાને કહું કે, ‘તારો ઘડો જરા વાંકો કર, એટલે હું પાણી પી શકું.’ અને જે કન્યા કહે કે, ‘પીઓને; અને હું તમાંરાં ઊંટને પણ પાઈશ.’ તે જ તારા સેવક ઇસહાકની વહુ થવા તેં નક્કી કરેલી કન્યા હોય. આના પરથી હું જાણીશ કે, માંરા ધણી પર તારી કૃપા છે.”
વહુ પ્રાપ્ત થઈ
15 પછી નોકરની પ્રાર્થના પૂરી થતાં પહેલા જ ત્યાં રિબકા નામની કન્યા ખભા પર ઘડો લઈને આવી. રિબકા બથુએલની પુત્રી હતી. અને બથુએલ ઇબ્રાહિમના ભાઈ નાહોર અને મિલ્કાહનો પુત્ર હતો. 16 કન્યા ખૂબ રૂપાળી હતી અને કુંવારી હતી. કોઈ પુરુષનો સ્પર્શ તેને થયો ન હતો. તે પોતાનો ઘડો ભરવા માંટે કૂવા ઉપર આવી. 17 અને જ્યારે તેણી ગાગર ભરીને પાછી આવી, નોકર તેની તરફ દોડ્યો અને બોલ્યો, “કૃપા કરીને તમાંરા ઘડામાંથી થોડું પાણી પીવા આપશો?”
18 રિબકાએ જલદીથી ખભા પરથી ઘડો ઉતાર્યો અને તેને પાણી પાયું. રિબકાએ કહ્યું, “શ્રીમાંન, લો આ પીઓ.” 19 જયારે તે પાણી પીવડાવી રહી એટલે તે બોલી, “તમાંરા ઊંટ માંટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.” 20 એમ કહીને તેણે ઝટપટ ઘડો હવાડામાં ઠાલવી દીધો અને ફરી ભરવા માંટે કૂવે દોડી ગઈ. અને તેણે બધાં જ ઊંટોને પાણી પીવડાવ્યું.
21 નોકરે ચૂપચાપ ધ્યાનથી તેને જોઈ. એ નક્કી જાણવા માંગતો હતો કે, કદાચ યહોવાએ એની વાત સ્વીકારીને તેનો પ્રવાસ સફળ કર્યો છે. 22 ઊંટો પાણી પી રહ્યાં એટલે પેલા માંણસે અર્ધા તોલા સોનાની એક વાળી અને દશ તોલા સોનાની બે બંગડીઓ પેલી યુવતીને આપી. 23 પછી નોકરે પૂછયું, “તારા પિતા કોણ છે? તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરીએ એટલી જગ્યા છે?”
24 રિબકાએ જવાબ આપ્યો, “માંરા પિતા બથુએલ છે, જે મિલ્કાહ અને નાહોરના પુત્ર છે.” 25 પછી તેને કહ્યું, “હા, અમાંરી પાસે તમાંરા ઊંટો માંટે પુષ્કળ ઘાસચારો છે. અને રાતવાસો કરવા માંટે જગ્યા પણ છે.”
26 નોકરે માંથું નમાંવીને યહોવાની ઉપાસના કરી. 27 નોકરે કહ્યું, “માંરા ધણી ઇબ્રાહિમના દેવ યહોવાની પ્રશંસા થાઓ. યહોવા માંરા ધણી પ્રત્યે દયાળુ અને વફાદાર રહ્યાં છે. યહોવાએ મને માંરા ધણીના સગાઓના ઘરે દોરવ્યો છે. અને માંરા ધણીના પુત્ર માંટે યોગ્ય કન્યા તરફ દોરવ્યો છે.”
9 વિધવાઓની તારી યાદીમાં એવી સ્ત્રીનું નામ ઉમેરજે કે જે 60 વર્ષ કે તેથી વધારે ઊંમરની હોય. તે તેના પતિને વફાદાર રહી ચૂકી હોય. અને પર્ણલગ્ન ના કર્યુ હોય. 10 સત્કર્મ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, પોતાના છોકરાઓને ઉછેર્યા હોય, મહેમાનોનું સ્વાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય. દુઃખીઓને મદદ કરી હોય, અનેક પ્રકારના સત્કર્મોમાં ખત રાખતી હોય, એવી વિધવાનું નામ તારી યાદીમાં ઉમેરવું.
11 પરંતુ એ યાદીમાં જુવાન વિધવાઓનો સમાવેશ ન કરીશ. જ્યારે તેઓ ખ્રિસ્તને સમર્પિત થઇ જાય છે, ત્યારબાદ તેઓના તીવ્ર શારીરિક આવેગોને લીધે તેઓ ઘણીવાર ખ્રિસ્તથી દૂર ખેંચાઈ જાય છે. પછી તેઓ ફરીથી પરણવા ચાહે છે. 12 અને એવું કરનાર જુવાન વિધવાઓનો ન્યાય તોળાશે. તેઓએ પહેલા જે કરવાનું વચન આપ્યું હતું, તે ન કરવાના કારણે તેઓનો ન્યાય તોળવામાં આવશે. 13 વળી, તે જુવાન વિધવાઓ ઘેરઘેર ભટકવાનું શરું કરે છે અને પોતાનો સમય વેડફે છે. તેઓ નિંદા અને કૂથલી કરવાનું શરું કરી દે છે અને બીજા લોકોના જીવનમાં રસ લેતી થઈ જાય છે. જે ન બોલવું જોઈએ તે તેઓ બોલવા લાગે છે. 14 તેથી હુ ઈચ્છુ છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે, અને પોતાનાં ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે, તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહિ હોય. 15 પરંતુ કેટલીએક જુવાન વિધવાઓ અવળે માર્ગે દોરવાઈ જઈને શેતાનને અનુસરે છે.
16 જો કોઈ વિશ્વાસી સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો, તેણે પોતે તેઓની સંભાળ લેવી જોઈએ. તેઓની સંભાળ માટે મંડળીએ ભાર ઊઠાવવો જોઈએ નહિ. જેથી કુટુંબ વિહોણી નિરાધાર વિધવાઓની સંભાળ લેવાનું કામ મંડળી કરી શકશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International