Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
ઇસહાક માંટે પત્નીની શોધ
24 હવે ઇબ્રાહિમ ખૂબ વૃદ્વ થયો હતો. યહોવાએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા અને તેના પ્રત્યેક કામમાં સફળતા પ્રદાન કરી. 2 ઇબ્રાહિમે પોતાના ઘરના જૂનામાં જૂના નોકરને બોલાવ્યો અને કહ્યું, “માંરી જાંઘ નીચે તારો હાથ મૂક. 3 હું તને આકાશ અને પૃથ્વીના દેવ યહોવાને નામે સમ દેવા ઈચ્છું છું કે, તું કનાનીઓની કોઈ પણ કન્યા સાથે માંરા પુત્રના વિવાહ થવા દઈશ નહિ. અમે લોકો કનાનીઓની વચમાં રહીએ છીએ, પરંતુ કોઈ પણ કનાની કન્યા સાથે તેના લગ્ન થવા ન દેશો. 4 તમે માંરા દેશમાં માંરાં સગાંસંબંધીઓમાં જાઓ અને ત્યાં શોધો. પછી ત્યાંથી માંરા દીકરા માંટે સ્ત્રી લાવજો.”
5 નોકરે તેમને કહ્યું, “કદાચ તે કન્યા માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન પણ થાય. ત્યારે માંરે તમાંરા પુત્રને તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં પાછો લઈ જવો?”
6 ઇબ્રાહિમે તેને કહ્યું, “ના, તું માંરા પુત્રને એ દેશમાં લઈ જઈશ નહિ. 7 યહોવા આકાશના દેવે મને માંરી જન્મભૂમિનો અને માંરા બાપના ઘરનો ત્યાગ કરાવ્યો હતો. અને જેણે સમ ખાઈને મને એવું વચન આપ્યું હતું: ‘હું તારા વંશજોને આ દેશ આપીશ.’ તે તારી આગળ તને દોરવવા તેના દૂતને ત્યાંથી માંરા પુત્ર માંટે પત્ની લાવવા મોકલશે. 8 પરંતુ કન્યા જો તારી સાથે આવવા તૈયાર ન હોય તો તું માંરા આ સમથી મુકત છે. પરંતુ તું માંરા પુત્રને તે દેશમાં પાછો લઈ જઈશ નહિ.”
9 આ રીતે નોકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંધ નીચે હાથ મૂકયો અને એ પ્રકારના સમ લીધા.
શોધખોળ શરુ
10 પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો.
5 વૃદ્ધને ઠપકો ના આપ, પરંતુ એ તારો પિતા હોય એ રીતે તેની સાથે વાત કરજે. જુવાનો તારા ભાઈઓ હોય એ રીતે વર્તજે. 2 વૃદ્ધ સ્ત્રીઓને મા સમાન ગણજે અને જુવાન સ્ત્રીઓને બહેનો જેવી ગણજે. તેઓની સાથે હંમેશા સારું વર્તન કરજે.
3 જે વિધવા ખરેખર નિરાધાર હોય તેઓનું માન-સન્માન જાળવજે અને તેઓની સંભાળ લેજે. 4 પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્ર-પૌત્રીઓ હોય તો પ્રથમ તો તેમણે આ શીખવાની જરુંર છે: એ બાળકો અથવા પૌત્રોઓ પોતાના જ કુટુંબ પ્રત્યેની વફાદારી તેઓને મદદરુંપ થઈને બતાવવી જોઈએ. જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ પોતાનાં મા-બાપનું ઋણ અદા કરે છે. એનાથી દેવ પ્રસન્ન થાય છે. 5 જો કોઈ વિધવા ખરેખર નિરાધાર હોય તો તેની સંભાળ માટે તે દેવની જ આશા રાખે છે. તે સ્ત્રી રાત-દિવસ હમેશા પ્રાર્થના કરતી હોય છે. તે દેવ પાસે મદદ માગે છે. 6 પરંતુ જે વિધવા પોતાને રાજી રાખવા મોજ-મઝામાં જીવન વેડફે છે, તે જીવતી હોવા છતાં ખરેખર મરણ પામેલી જ છે. 7 ત્યાનાં વિશ્વાસીઓને તું આ બધી વાત કહેજે (પોતાના ઘરની સંભાળ લેવાનું) જેથી, બીજી કોઈ વ્યક્તિ એમ કહી ન શકે કે તેઓ ખોટું કરી રહ્યાં છે. 8 વ્યક્તિએ પોતાના બધા માણસોની સંભાળ લેવી જોઈએ. પણ, તેમાંય સૌથી અગત્યની વાત એ છે કે તેણે તેના પોતાનાં કુટુંબની સંભાળ લેવી જોઈએ. જે વ્યક્તિ આમ કરતી નથી, તો તે સાચા વિશ્વાસને (ઉપદેશ) સ્વીકારતી નથી. તે વ્યક્તિ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International