Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 127

સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.

જો યહોવા ઘર ન બાંધે તો;
    બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
    ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
    સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
    પ્રત્યેકને આરામ આપે છે.

બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
    તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો તો;
    બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
    જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
    કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

રૂથ 4:1-10

રૂથ અને બોઆઝના વિવાહ

બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”

ત્યાર પછી બોઆઝે નગરના દશ વડીલોને તેડાવ્યા અને કહ્યું અહીં બેસો, અને તેઓ બેઠા.

તેણે નાઓમીના સગાને બોલાવીને કહ્યું કે, “તમને બધાને ખબર છે કે નાઓમી મોઆબથી પાછી આવી છે અને એને પોતાના પતિ અલીમેલેખની જમીન વેચી દેવી છે. મને લાગ્યું કે માંરે તમને તે વિષે વાત કરવી જોઈએ કે, અહીં આપણા જે વડીલો બેઠા છે તેમની સાક્ષીએ તું એ ખરીદી લે. જો તારે કુટુંબી તરીકેનો હક્ક ભોગવવો હોય તો ખરીદી લે, અને જો તારે હક્ક ન ભોગવવો હોય તો તે કહે, જેથી મને ખબર પડે, કારણ નજીકના કુટુંબી તરીકેનો પહેલો હક્ક તારો છે અને તારા પછી માંરા પોતાનો છે.” તેણે કહ્યું, “હું ખરીદી લેવા તૈયાર છું.”

બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.”

ત્યારે પેલા માંણસે કહ્યું કે, “હું એ જમીન ખરીદવા માંગતો નથી, કારણકે એમ કરતા હું માંરી પોતાની જમીન ખોઇ બેસીશ. તેથી તું બોઆઝ જમીન ખરીદી લે.” હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે. નાઓમીના સગાએ બોઆઝને કહ્યું કે, “તું જમીન તારે પોતાને માંટે ખરીદી લે.” અને પોતાનું પગરખું બોઆઝને આપ્યું.

પછી બોઆઝે વડીલોને તથા ત્યાં હાજર રહેલા બધા લોકોને કહ્યું કે, “આજે તમે સાક્ષી છો કે મેં નાઓમી પાસેથી અલીમેલેખ, કિલ્યોન અને માંહલોન પાસે જે હતું તે સર્વસ્વ ખરીધું છે. 10 તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.”

રોમનો 5:6-11

ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો. બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય. પરંતુ આપણે જ્યારે પાપી હતા, ત્યારે આપણા વતી ખ્રિસ્ત મરણ પામ્યો. દેવ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, એ વાત દેવે આ રીતે દર્શાવી.

ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે દેવ સાથે ન્યાયી થયા. આમ ખ્રિસ્ત દ્વારા જ દેવના કોપથી આપણે ચોક્કસ બચી જઈશું. 10 હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આપણે દેવથી વિમૂખ હતા, ત્યારે દેવે પોતાના દીકરાના મૃત્યુ દ્વારા આપણને મિત્રતા બક્ષી. જ્યારે હવે આપણે દેવના મિત્રો છીએ ત્યારે તે આપણને સૌને તેના દીકરાના જીવન દ્વારા બચાવશે. 11 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને આનંદ છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International