Revised Common Lectionary (Semicontinuous)
20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે,
મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે,
અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.
22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું.
મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.
23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો
અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.
24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને
તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.
25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો.
જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.
26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો.
પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 તમે ગરીબ લોકોને બચાવો છો,
અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો!
મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.
29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું.
અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.
30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે;
જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.
8 મધરાતે પડખું ફેરવતી વખતે તે અચાનક જાગી ગયો, અને તેના પગ પાસે એક જુવાન યુવતી સૂતી હતી તે જોઇને ચોંકી ગયો. 9 તેણે તેણીને પૂછયું; “તું કોણ છે?”
તેથી રૂથે ઉત્તર આપ્યો કે, “હું તમાંરી સેવિકા રૂથ છું. કેમ કે તમે માંરા નજીકના સગા છો. તેથી માંરા પર તમાંરું પાગરણ પાથરો.”[a]
10 બોઆઝે કહ્યું, “માંરી દીકરી, દેવ, તને આશીર્વાદ આપો. તારી માંરા પ્રત્યેની માંયા, પહેલા નાઓમી પ્રત્યે દર્શાવેલ માંયા કરતા પણ અધિક છે. તું કોઈ જુવાન માંણસને લગ્ન કરવા શોધી શકી હોત પછી તે ધનવાન હોય કે ગરીબ પણ બદલામાં તું માંરી પાસે આવી. 11 દીકરી, ગભરાઈશ નહિ, તું જે કાંઈ કહેશે તે હું કરીશ. 12 આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે, પણ તારી સંભાળ લેવાની જવાબદારી માંરી હોવા છતાં માંરા કરતાં પણ વધારે નજીકનો સગો માંણસ બીજો એક છે. 13 આજની રાત તો તું અહીં રહે અને સવારમાં જો તે તારી જવાબદારી સ્વીકારવાનો પોતાનો હક્ક બજાવવા રાજી હોય તો ઠીક, નહિ તો હું યહોવાને નામે વચન આપીને કહું છું કે, હું તારી જવાબદારી ઉપાડી લઈશ, સવાર થતાં સુધી તું અહીં સૂઈ રહે.”
14 તેથી સવાર થતાં સુધી તે તેના પગ આગળ સૂઈ રહી, અને લોકો એકબીજાને ઓળખી શકે તેટલુ અજવાળું થતા પહેલાં તે ઊઠી ગઈ કારણ કે બોઆઝે
તેને કહ્યું, “હતું કે તે રાત દરમ્યાન ત્યાં હતી તે કોઇને ખબર પડવી જોઇએ નહિ.” 15 બોઆઝે રૂથને ઓઢણું તેની આગળ પાથરવા કહ્યું “તેણે તેના ઓઢણામાં થોડા છ માંપ જવના દાણા તેની સાસુને ભેટ તરીકે વીંટાળીને આપ્યા અને ત્યારબાદ તે ઘરે ગઈ.”
તેણે એના કોટમાં થોડા જવના દાણા વીંટાળીને મૂક્યા. અને તેને ખભે ચડાવી દીધો. પછી તે નગરમાં પાછી ફરી.
16 પછી તે તેની સાસુ પાસે આવી ત્યારે નાઓમીએ તેને પૂછયું, “માંરી દીકરી, ત્યાં શું થયું?”
17 બોઆઝે તેને માંટે જે જે કર્યું હતું તે બધું રૂથે કહી સંભળાવ્યું, અને કહ્યું કે, “ઉપરાંત, તેણે મને આ છ માંપ જવ પણ આપ્યા, અને કહ્યું કે તારે ખાલી હાથે સાસુ પાસે પાછા જવાનું નથી.”
18 એટલે પછી નાઓમીએ તેને કહ્યું, “માંરી દીકરી ધીરજ રાખ, અને આનું પરિણામ શું આવે છે તે જો. આજેને આજે એ કામ પૂરું કર્યા વિના તે જંપવાનો નથી.”
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે. 32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.”
33 ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.
34 “હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. 35 જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International