Revised Common Lectionary (Semicontinuous)
20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે,
મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે,
અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.
22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું.
મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.
23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો
અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.
24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને
તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.
25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો.
જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.
26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો.
પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 તમે ગરીબ લોકોને બચાવો છો,
અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો!
મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.
29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું.
અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.
30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે;
જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.
રૂથનું બોઆઝ સાથે ખેતરમાં જવું
3 એક દિવસ રૂથની સાસુ નાઓમીએ રૂથને કહ્યું, “માંરી દીકરી, હવે હું તારા માંટે પતિ શોધી કાઢું, અને તને આનંદથી ફરી પરણાવું એ માંટે આ યોગ્ય સમય છે ખરું ને? 2 તેં બોઆઝના ખેતરમાં દાણા ભેગા કર્યા. તે આપણો નજીકનો સગો છે. આજે રાત્રે તે ખળામાં જવ ઊપણવાનો છે 3-4 તેથી તું, હું કહું છું તેમ કર. નાહીધોઈને શરીરે અત્તર લગાવી સારાં વસ્ત્રો પહેરી ખળામાં જા, પણ તે રાત્રીનું ખાણું પતાવે ત્યાં સુધી તેને જાણવા ન દેતી કે તું આવી છે, તે સૂઇ જાય પછી તેના પગ પાસે સૂઇ જજે અને તેના પગ પરથી પાગરણ ઉચું કરીને તેની પાસે સૂઈ જજે. પછી તારે શુંકરવું તે તને તે કહેશે.”
5 પછી રૂથે કહ્યું, “સારું, હું તમાંરા કહ્યા પ્રમાંણે જ બધું કરીશ.”
6 આથી રૂથે ખળામાં જઈને તેની સાસુએ કહ્યા પ્રમાંણે કર્યુ. 7 બોઆઝ પોતાનું કામ પુરું કરી અને જમીને ખૂબ પ્રસન્નતા અને સંતોષમાં હતો, તે ઘાસના ઢગલા પાસે જઈને સૂઈ ગયો. પછી રૂથ છાનીમાંની આવી અને તેના પગ ઉપરથી પાગરણ ખસેડીને તેની બાજુમાં સૂઈ ગઈ.
17 “મિસરમાં યહૂદિ લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ત્યાં વધારે ને વધારે આપણા લોકો હતા. (દેવે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું તે જલદીથી સાચું થવાનું હતું.) 18 પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો. 19 આ રાજા આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજો તરફ ખરાબ રીતે વર્તતો હતો. રાજાએ તેમનાં બાળકોને ખુલ્લામાં બહાર તેઓની પાસે મુકાવડાવ્યાં જેથી તેઓ જીવે નહિ.
20 “આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી. 21 જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો. 22 મિસરીઓએ તેઓ જે બધું જાણતા હતા તે મૂસાને શીખવ્યું. તે બોલવામાં અને તે પ્રમાણે કરવામાં બાહોશ હતો.
23 “જ્યારે મૂસા લગભગ 40 વર્ષનો થયો, તેણે વિચાર્યુ કે પોતાના દેશના ઇસ્ત્રાએલી ભાઈઓને મળવું તે સારું હશે. 24 મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો. 25 મૂસાએ વિચાર્યુ કે તેના યહૂદિ ભાઈઓ સમજશે કે દેવ મારા હાથે તેઓનો છૂટકારો કરશે. પણ તેઓ સમજ્યા નહિ.
26 “બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’ 27 એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના! 28 ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?’(A) 29 જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે, મૂસાએ મિસર છોડ્યું. તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો. ત્યાં તે અજાણ્યો હતો. મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International