Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.
1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
માટે તમારો આભાર માનીએ છીએ.
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.
4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
ઘમંડ કરીને ડંફાસ ન મારો.”
6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે,
અને બીજાને ઊંચો કરે છે.
8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”
41 “અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે?
શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે?
2 શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે?
તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?
3 શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે?
શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
4 શું તે તારી સાથે એવો કરાર કરશે કે
તે આજીવન તારો ગુલામ રહેવા સંમત થશે?
5 શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે?
શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે?
6 શું તારી પાસેથી લિબ્યાથ[a] ખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે?
તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે?
7 શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય?
શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?
8 “તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે.
તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.
9 શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે?
ભૂલી જા! એમાં કોઇ આશા નથી.
તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ.
10 તેને છંછેડીને ગુસ્સે કરે
એવો હિંમતવાળો કોઇ નથી.
“તો મારી સામે કોણ ઊભો રહી શકે?
11 તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે?
આખા આકાશ તળે એવો કોઇ નથી.
13 દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા. 14 દેવે કહ્યું. “હું તને નક્કી ઘણાજ આશીર્વાદો અને ઘણા જ સંતાનો આપીશ.”(A) 15 એ વચન પરિપૂર્ણ થાય, ત્યાં સુધી ઈબ્રાબિમે ઘણી જ ધીરજ રાખી. અને દેવે જે વચન આપ્યું હતું, તે ઈબ્રાહિમે મેળવ્યું.
16 માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે. 17 દેવને એ ખાતરી કરાવવી હતી કે તેણે આપેલ વચન સત્ય હતું. તેને એ સાબિત કરવું હતું કે તેણે જેને જે વચન આપ્યાં છે તે તેઓ પ્રાપ્ત કરશે કારણ તેનો નિર્ણય બદલી શકાય તેમ નથી. તેથી વચનના પાલન સંબધી સંપૂર્ણ ખાતરી માટે દેવ પોતે પણ શપથથી બંધાયો છે. 18 પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.
આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે. 19 આ આશા આપણા આત્માઓના એક મજબૂત અને વિશ્વાસ યોગ્ય લંગર સમાન છે. વળી તે આપણને સૌથી પવિત્ર સ્થાનના પડદા પાછળ રહેલાં સ્વર્ગીય મંદિરમાં દેવ સાથે બાંધે છે. 20 ઈસુ ખ્રિસ્તે સ્વર્ગીય સ્થાનમાં આપણી અગાઉ પ્રવેશ કર્યો છે. અને આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે અને મલ્ખીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે આપણો પ્રમુખયાજક થયો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International