Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.
1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
માટે તમારો આભાર માનીએ છીએ.
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.
4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
ઘમંડ કરીને ડંફાસ ન મારો.”
6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે,
અને બીજાને ઊંચો કરે છે.
8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”
40 યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
2 “અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે?
તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો.
હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે?
શું તું મને જવાબ આપીશ?”
3 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,
4 “મારી કશીજ વિસાત નથી.
હું તમને કેવી રીતે જવાબ આપી શકું?
મારો હાથ મારા મોં પર
રાખીને હું મૌન રહું છું.
5 હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ.
હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”
6 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે:
7 “તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ
અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા.
8 “અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ?
તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિર્દોષ દેખાઇ શકીશ?
9 તારે મારા જેવા ભુજ છે?
મારી જેમ તું ગર્જના કરી શકે છે?
10 તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે.
જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ.
11 જો તું દેવ સમાન હોય,
તો તું તારો ક્રોધ વ્યકત કરી શકીશ અને ઘમંડીઓને પછાડીશ.
12 હાં અયૂબ! એ ગવિર્ષ્ઠ લોકો સામે જો
અને તેઓને નમ્ર બનાવ. દુષ્ટો જ્યાં ઊપસ્થિત હોય, કચરી નાખ.
13 સર્વ ગવિર્ષ્ઠ લોકો ને ધૂળમાં દાટી દો.
તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
14 જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે
તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે.
15 “ગેંડાની સામે જો.
મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે,
તે બળદની જેમ ઘાસ ખાય છે.
16 તેના પેટમાંના સ્નાયુઓ ખુબજ બળવાન છે
તેના શરીરમાં ઘણી શકિત છે.
17 એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે,
એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે!
18 તેના હાડકાં કાંસા જેવા છે.
તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
19 મારા પ્રાણીઓના સર્જનોમાં ગેંડો શ્રેષ્ઠ છે.
જો કોઇ તેનું સર્જન કરવાનો દાવો કરે
તો ભલે તે મારી સાથે તરવાર લઇને લડવા આવે.
20 જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે
તેવા પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
21 તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે.
તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે.
22 કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે;
તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે.
23 જો નદીમાં પૂર આવે, તો ગેંડો ભાગી જશે નહિ.
તે યર્દન નદી તેના મોઢા પર પાણી ઊડાડે તો પણ તે ગભરાતો નથી.
24 તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે?
તેના નાકમાં નથ કોણ નાખી શકે છે?
6 1-2 હવે આપણે ખ્રિસ્તના સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણની ચર્ચા બંધ કરવી જ જોઈએ. જ્યાંથી શરુંઆત કરી, ત્યા આપણે પાછા ન ફરીએ જેમ કે મૃત્યુ તરફ લઈ જતાં સારાં કર્મોથી દેવમાં વિશ્વાસ મૂકો. વળી બાપ્તિસ્મા[a] વિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું. અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું, પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે. 3 અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું.
4-6 જે લોકો એક વખત સત્ય જાણવા આવ્યા, જેમને સ્વર્ગીય દાનોનો અનુભવ થયો, પવિત્ર આત્માના દાનની ભાગીદારી અને દેવના સંદેશના સૌંદર્યનો અનુભવ કરાવ્યો. અને દેવની નવી દુનિયાની મહાન સત્તાને જોઈ. પછી આ બધું હોવા છતાં તેઓનું પતન થયું. તેમના જીવનનું તેમના માટે પરિવર્તન ફરીથી કરવું અશક્ય છે, શા માટે? કારણ કે આ લોકો ખરેખર દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે. લોકો સમક્ષ તેનું અપમાન કરે છે.
7 આ લોકો તે ભૂમિ જેવા છે જે તેના પર વારંવાર પડતા વરસાદનું તે શોષણ કરે છે. જેઓ તેને ખેડે છે અને તેની કાળજી રાખે છે તેઓ ઉપયોગી પાકની પ્રાપ્તિ માટે આશા રાખે છે. જો તે ભૂમિ આવો પાક પેદા કરશે તો દેવનો આશીર્વાદ તેના પર ઉતરશે. 8 પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે.
9 પ્રિય મિત્રો, ભલે હું આમ કહું છું. પરંતુ તમારી બાબતમાં તમારી પાસે સારી અપેક્ષા રાખું છું. અને અમને ખાતરી છે કે તમે એવું કૃત્ય કરશો કે જે તારણનો એક ભાગ હશે. 10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ. 11 અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આશા પૂર્ણ થાય. તમે જે કઈ ઇચ્છો છો તે મેળવી શકો. 12 અમે એ નથી ઈચ્છતા કે તમે આળસુ બનો. અમે ઈચ્છીએ છીએ કે જે લોકો દેવે આપેલ વચન મુજબનાં વાનાં મેળવે છે તેમના જેવા તમે બનો. તે લોકો દેવનાં વચનો પ્રાપ્ત કરે છે કારણ કે તેઓમાં વિશ્વાસ અને ધીરજ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International