Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 26

દાઉદનું ગીત.

હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું.
મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી.
    મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો.
હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો;
    મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.
કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું.
    અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી.
    હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને
    દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.

હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ;
    હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું
    અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.
હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર,
    અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.

પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ.
    માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે,
    અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.
11 હે યહોવા, હું તેઓના જેવો નથી,
    હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.
12 યહોવાએ મને પડી જવા દીધો નથી,
    માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.

અયૂબ 2:11-3:26

અયૂબના મિત્રોનું આગમન અને આશ્વાસન

11 આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં. 12 તેઓએ દૂરથી અયૂબને જોયો અને હવે તે ઓળખી ન શકાય તેવો થઇ ગયો હતો તેથી તેઓ મોટે અવાજે રડ્યા, શોકના માર્યા પોતાના વસ્ત્રો ફાડી નાંખ્યા અને તેઓનો શોક વ્યકત કરવા, તેઓ તેઓના માથા પર રેતી વરસાવવા લાગ્યાં. 13 તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. કારણકે તેઓએ જોયું કે અયૂબનું દુ:ખ ખૂબ વિશાળ હતું.

અયૂબનો આર્તનાદ અને અફસોસ

અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે. અયૂબે કહ્યું:

“મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!
મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત,
    અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય!
મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’
    તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું
    તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત.
હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું,
    તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું,
    હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે.
હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે,
    પંચાગમાં તે સુખનો દિવસ કોઇ
    મહિનામાં પણ તે ન ગણાય.
તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ,
    તે રાત્રે આનંદની એકપણ બૂમ ન સંભળાય.
કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે.
    તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.
તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,
    તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે
    પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ.
10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ
    તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.
11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો?
    જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?
12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો?
    માતાએ શા માટે મને ધવડાવ્યો?
13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત
    તો અત્યારે મને શાંતિ હોત મને થાય છે,
હું આરામમાં ઊંઘતો હોત.
14     જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા
    તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે.
15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે
    તેઓની સાથે શાંતિમય અને સુખદાયી થઇ ગયો હોત!
16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે
    હું એ બાળક ન હતો?
મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી
    તે એક બાળક જેવો હું હોત!
17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે
    અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.
18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે
    કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી.
19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ
    અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.

20 “માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે.
    એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?
21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી.
    તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.
22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે.
    તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.
23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે
    અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે.
24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ
    અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે.
25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે
    અને બરોબર તેમજ થયું.
26 હું શાંત રહીં શકતો નથી,
    હું સ્વસ્થ થઇ શકતો નથી,
હું આરામ કરી શકતો નથી,
    હું ખૂબજ ઉદ્ધિગ્ન થયો છું.
જેની મને વધારે બીક લાગતી હતી તેજ મને થયું.”

ગલાતીઓ 3:23-29

23 આ વિશ્વાસ આવ્યો તે પહેલા, આપણે બધા નિયમના કેદી હતા. જ્યા સુધી દેવે આપણને વિશ્વાસનો આવી રહેલો માર્ગ ના બતાવ્યો, ત્યાં સુધી આપણે બધા મુક્ત ન હતા. 24 તેથી જ્યાં સુધી ખ્રિસ્ત ના આવ્યો, નિયમ આપણો બાળશિક્ષક હતો. ખ્રિસ્તના આવ્યા પછી, વિશ્વાસ દ્વારા આપણે દેવ સાથે ન્યાયી બની શકયા. 25 હવે વિશ્વાસનો માર્ગ આવ્યો છે. તેથી હવે આપણે નિમયની નીચે જીવતા નથી.

26-27 તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છો. તેથી તમે બધાએ ખ્રિસ્ત સાથે વસ્ત્રો પરિધાન કર્યા છે આ બતાવે છે કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા તમે બધાં દેવના બાળકો છો. 28 હવે યહૂદી અને બિનયહૂદિ વચ્ચે કોઈ તફાવત નથી. ગુલામ અને મુક્ત વ્યક્તિ વચ્ચે કોઈ નફાવત નથી. પુરુંષ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત નથી. ખ્રિસ્ત ઈસુમાં બધાં એક સમાન છો. 29 તમે ખ્રિસ્તનાં છો તેથી ઈબ્રાહિમનાં સંતાન છો. દેવે ઈબ્રાહિમને આપેલા વચન થકી તમે બધા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરો છો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International