Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.
1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.
2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.
2 હું શારોનનું ગુલાબ છું,
અને ખીણોની ગુલછડી છું.
સુલેમાન:
2 હા, કાંટાઓ મધ્યે જેમ ગુલાબ હોય,
એમ યુવતીઓ વચ્ચે મારી પ્રીતમા છે.
કન્યા:
3 સ્ત્રી જેમ ફળોના બાગમા સર્વોતમ સફરજનનું વૃક્ષ,
તેમ યુવાનો વચ્ચે મારો પ્રીતમ ઉત્તમ છે.
કન્યાના વચન સ્ત્રીને:
તેના છાંયડામાં મને ખૂબ સુખ મળે છે;
અને તેના ફળનો સ્વાદ મીઠો હોય છે.
4 ભોજન કરવાને તે મને ઘેર લઇ આવ્યો,
અને મારા પર પ્રીતિરૂપી ધ્વજ તેણે ફરકાવ્યો.
5 સુકી દ્રાક્ષોથી મારું પોષણ કરો
અને સફરજનથી મને બળવાન બનાવો; કારણ કે હું પ્રેમપીડિત છું.
6 મારા મસ્તક નીચે છે તેનો ડાબો હાથ,
અને આલિંગન કરે છે મને તેનો જમણો હાથ.
7 હે યરૂશાલેમની યુવતીઓ, તમે મને જંગલમાં વસતી ચપળ મૃગલીઓ
અને જંગલી હરણીઓના નામે વચન આપો કે યર્થાથ સમય આવે નહિ
ત્યાં સુધી મારા પ્રીતમને જગાડશો નહિ.
સાચી-સંપતિ
9 જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે. 10 જો કોઈ વિશ્વાસુ માણસ શ્રીમંત હોય તો તેણે ગર્વ લેવો જોઈએે કે દેવે તેને બતાવ્યું છે કે તે આત્માથી ગરીબ છે. અને જંગલનાં ફૂલની જેમ તે મૃત્યુ પામશે. 11 સૂર્ય ઊગે છે અને ગરમી વધતી જાય છે. તેની ગરમીથી છોડ સુકાઇ જાય છે. ફૂલો ખરી પડે છે. ફૂલ સુંદર હતું પણ તે કરમાઈ ગયું તેવું જ શ્રીમંત માણસ માટે છે. જ્યારે તે પોતાના ધંધા માટે યોજનાઓ કરતો હશે તે અરસામાં તો તે મૃત્યુ પામશે.
પરીક્ષણ દેવ તરફથી આવતું નથી
12 જે વ્યક્તિ પરીક્ષણમાં પાર ઊતરે છે તે સુખી થાય છે. કારણ પરીક્ષણમાંથી પાર ઊતરનાર વ્યક્તિ દેવમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. તેથી દેવ તેને બદલામાં અનંતજીવન આપશે. બધા લોકો જે દેવને ચાહે છે તે દરેકને દેવે આ વચન આપ્યું છે. 13 જો કોઈ ખરાબ કરવા લલચાય, તો તેણે એમ ન કહેવું જોઈએે કે, “દેવે મારું પરીક્ષણ કર્યુ છે.” કારણ કે દુષ્ટતાથી દેવનું કદાપિ પરીક્ષણ થતું નથી કારણ કે દેવ ખરાબ કરવા કોઈને પરીક્ષણમાં નાખતો નથી. 14 દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઈચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે. 15 દુષ્ટ ઈચ્છાઓ પાપ કરાવે છે. અને પાપ વધી જાય છે અને તે મોત નિપજાવે છે.
16 તેથી મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ વિશે છેતરાશો નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International