Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.
1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.
2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.
1 સુલેમાનનું આ સર્વોતમ ગીત. પ્રેમિકા પોતાના પ્રેમીને:
પ્રેમિકાને પોતાના પ્રેમી પ્રતિ
2 તારા ચુંબનોથી તું મને નવડાવી દે;
કારણ તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે!
તારું નામ અત્તર જેવું મહાન છે!
તેથીજ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
4 હે મારા પ્રેમી, મને લઇ જા તારી સાથે; ચાલ,
ચાલને આપણે ભાગી જઇએ,
રાજા મને તેના રાજમહેલમા લાવ્યો છે.
યરૂશાલેમની સ્ત્રીઓ પુરુષને:
ઓહ! અહીં આપણે કેવો આનંદ માણીશું અમે તારા માટે ખૂબ ખુશ થઇશું અને તારી પ્રસંશા કરીશું.
તારો પ્રેમ; દ્રાક્ષારસથી પણ વધારે સારો છે,
બધી યુવાન સ્ત્રીઓ તને શુભ આશયથી પ્રેમ કરે છે.
કન્યાના વચન સ્ત્રીઓને:
5 હે યરૂશાલેમની દીકરીઓ,
હું રંગે શ્યામ છતાં સ્વરૂપવાન છું,
મારી શ્યામલતા કેદારના તંબુઓના જેવી અથવા સુલેમાનના તંબૂના પડદાઓ સમાન છે.
6 હું રંગે શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ.
આ સૂર્યના તડકાએ મને બાળી નાખી છે;
મારા ભાઇઓ પણ કોપાયમાન થયા હતા;
અને દ્રાક્ષાવાડીની રખેવાળી કરવા ત્યાં મને મોકલી આપી.
તેથી હું શ્યામ થઇ ગઇ, મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.
ત્રીના વચનો પુરુષને:
7 હે પ્રાણપ્યારા, મને જણાવ તો ખરો કે,
આજે ઘેટાં-બકરાં ચરાવવા કયાં જઇ રહ્યો છે?
તેમને બપોરે વિસામો ક્યાં આપે છે તે તો કહે;
તારા સાથીદારોના ટોળાની સાથે બુરખાવાળી સ્રીની જેમ હું
ભટકું તે કરતાં તારી સંગત સારી છે.
પુરુષના વચનો સ્ત્રીને: સુલેમાન
8 હે વિશ્વસુંદરી! જો તને ખબર ના હોય તો,
ટોળાને પગલે પગલે,
ભરવાડના નેસડા સુધી આવજે,
અને ત્યાં તારાઁ ઘેટાં ને લવારાં ચારજે.
9 મારી પ્રિયતમા! મેં તને સરખાવી છે,
ફારુનના રથોના ઘોડાની સુંદરતા સાથે.
10 તારા ગાલ પર તારા
આભૂષણો સુંદરતાથી લટકે છે
અને તારી ગરદન હીરા
જડિત હારો થી ચમકે છે.
11 અમે તારા માટે રૂપું જડેલા
સોનાના આભૂષણો બનાવડાવીશું.
સ્ત્રીનાં વચન:
12 રાજાએ મેજ ગોઠવ્યું છે
અને તેને તેજાના વડે સરસ સુગંધીત કર્યુ છે.
13 મારો પ્રીતમ મારા સ્તનોની વચ્ચે
કસ્તુરીની થેલી જેવો લાગે છે.
14 મને મારો પ્રીતમ,
એન-ગેદીની મેંદીનાઁ પુષ્પગુચ્છ જેવો લાગે છે.
સુલેમાન:
15 મારી પ્રિયતમ, તું કેટલી સુંદર લાગે છે,
હા ખરેખર ખુબ સુંદર!
અને આ તારી આંખો પણ કેવી પારેવા જેવી નમણી લાગે છે.
સ્ત્રીનાં વચન:
16 હે પ્રીતમ, તું સુંદર છે,
તું મનોહર છે;
વળી આપણો પલંગ પણ લીલાછમ ઘાસની જેમ છે.
17 આપણા ઘરના ધાબાના મોભ એરેજ વૃક્ષો
અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષોના બનેલા છે.
1 દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની વિશ્વમાં ચારેબાજુએ વિખેરાઈ ગયેલાં પ્રભુના લોકોને શુભેચ્છા.
વિશ્વાસ અને ડાહપણ
2 મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું. 3 શા માટે? કારણ કે તમે એ જાણો છો કે તમારો વિશ્વાસ પરીક્ષણમાંથી સફળ થાય છે ત્યારે તમારી ધીરજ વધે છે. 4 અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો. જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે.
5 પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે. 6 પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. 7-8 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી. એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International