Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.
1 હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
2 તમારા આંગણામાં આવવા માટે
મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
7 તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
9 હે દેવ, અમારી ઢાલને જુઓ;
તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
જે રાખે છે ભરોસો તમારા ઉપર.
20 યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં.
21 સુલેમાંન રાજા યુફ્રેતિસ નદીથી પલિસ્તીઓના દેશ સુધી તથા દક્ષિણે મિસર સરહદ સુધીના સમગ્ર પ્રદેશ પર શાસન કરતો હતો. આ પ્રદેશના તાબેદાર લોકો સુલેમાંનને ઉપહાર આપતા હતા. સુલેમાંનના જીવનકાળ દરમ્યાન તેઓ તેમને આધીન રહેતા હતા.
22 રાજમહેલમાં વસનારાં રાજવી કુટુંબીના રોજીંદા ખોરાક માંટે 30 માંપ મેંદો, 60 માંપ લોટ, 23 તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા.
24 રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી. 25 સુલેમાંનના સર્વ દિવસો સુરક્ષા ભરેલાં હતાં જે બધાંને, દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇસ્રાએલના બધાં લોકો જેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે રહેતાં તે લોકોને અપાઇ હતી.
26 સુલેમાંન પાસે રથોના ઘોડાઓ માંટે 40,000 તબેલા હતા અને 12,000 રથ ચાલકો હતા. 27 પોતાને ભાગે આવેલા માંસમાં સુલેમાંન રાજાને તથા સુલેમાંનને ત્યાં જમવા આવનાર સઘળાંને ખોરાક પૂરો પાડતો હતો; દરેક અધિકારી એક મહિના માંટે ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કોઇપણ વસ્તુ છોડી મૂકવા માંગતાં નથી. 28 તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાંણે, પોતાના ઘોડાઓને માંટે તથા રાજાના ઘોડાઓ માંટે જવ તથા સુકુ ઘાસ મોકલતા હતા.
પ્રભુના આગમન માટે તૈયાર રહો
5 હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી. 2 તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે. 3 લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.
4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ. 5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી. 6 તેથી આપણે અન્ય લોકો જેવા ન બનવું જોઈએ. આપણે ઊંધી ન રહેવું જોઈએ. આપણે જાગ્રત અને સ્વ-નિયંત્રણમાં રહેવું જોઈએ. 7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે. 8 પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
9 દેવે તેના ક્રોધનો અભિશાપ બનવા આપણને પસંદ કર્યા નથી. દેવે તો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે પસંદ કર્યા છે. 10 આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી. 11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International