Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ.
હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ.
2 હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે
સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ.
તમે મારી પાસે ક્યારે આવશો?
3 હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો;
અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો;
જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો.
4 હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ,
અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
5 હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં
ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ.
જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે;
તેમને હું સહન કરીશ નહિ.
6 હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ
અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ,
ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.
7 વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ,
જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ.
8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ,
હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.
16 તે પછી બે વારાંગનાઓ રાજાની સમક્ષ આવીને ઊભી રહી. 17 પહેલી બોલી, “નામદાર, આ બાઈ અને હું એક જ ઘરમાં રહીએ છીએ. એક પુત્રને મેં ઘરમાં જન્મ આપ્યો એ જ્યારે ત્યાં માંરી સાથે હતી. 18 માંરી પ્રસૂતિ પછી ત્રીજે દિવસે તે સ્રીને પણ એક બાળક અવતર્યું. ઘરમાં અમે એકલાં જ હતાં; ઘરમાં ત્યાં બીજું કોઇ નહોતું. 19 એક રાત્રે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો પુત્ર દબાઇને મૃત્યુ પામ્યો 20 પછી રાત્રે ઊઠીને તેણે માંરી પાસેથી માંરા પુત્રને મને ખબર ન પડે તેમ ઉઠાવી લીધો, તે વખતે હું ઊઁઘતી હતી તે દરમ્યાન તેણે માંરું બાળક પોતાની બાજુમાં મૂકયું અને તેનું મૃત બાળક માંરી બાજુમાં મૂક્યું. 21 જયારે સવારમાં હું માંરા બાળકને ધવડાવવા ઊઠી, તો તે મરેલો જણાયો, પણ અજવાળામાં મેં ધારીને જોયું તો ખબર પડી કે, એ મને અવતરેલું બાળક નહોતું.”
22 ત્યારે બીજી સ્ત્રી બોલી; “જે પુત્ર જીવતો છે એ તો માંરો, અને જે મરી ગયો છે તે તારો છે.”
પ્રથમ સ્રીએ કહ્યું, “ના, મરેલો પુત્ર એ તારો છે, અને જે જીવતો છે, એ માંરો છે.” આમ તેઓ બંને પોતાની દલીલો રાજા સમક્ષ રજૂ કરવા લાગી.
23 રાજાએ મનમાં વિચાર કર્યો, “આ કહે છે કે, જીવતો છોકરો માંરો છે અને મરેલો તારો છે, જયારે પેલી સ્રી કહે છે કે, ‘એ વાત ખોટી છે, મરેલો તારો છે અને જીવતો માંરો છે.’” 24 પછી તેણે કહ્યું, “મને એક તરવાર લાવી આપો.” એટલે રાજા આગળ તરવાર રજૂ કરવામાં આવી. 25 પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના બે ભાગ કરો અને બંને સ્રીઓને એક એક ભાગ આપો!”
26 આ સાંભળીને જીવતા બાળકની સાચી માંતાના હૃદયમાં પ્રેમની લાગણી જન્મી અને તેણે રાજાને કહ્યું, “નામદાર, બાળક ભલે એને આપી દો, પણ એને માંરી નાખશો નહિ.” પણ પેલી બીજી સ્રી બોલી, “બાળક તો કોઈને નહિ મળે, ના એને મળે કે ના મને મળે, એના બે ટુકડા કરી નાખો.”
27 ત્યારે રાજાએ ચુકાદો આપ્યો, “જીવતુ બાળક પહેલી સ્ત્રીને આપી દો. એને માંરી નાખશો નહિ. એજ એની ખરી માંતા છે.”
28 રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.
વિશિષ્ટ કાર્ય માટે સાત માણસની પસંદગી
6 વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો થવા લાગ્યા પરંતુ આ સમય દરમ્યાન જ, ગ્રીક ભાષી યહૂદિઓએ બીજા યહૂદિઓને દલીલો કરી. તેઓએ ફરીયાદ કરી કે રોજ શિષ્યોને જે વહેંચવામાં આવે છે તેમાંથી તેઓની વિધવાઓને તેઓનો ભાગ મળતો નથી. 2 તે બાર પ્રેરિતોએ આખા સમૂહને બોલાવ્યો.
પ્રેરિતોએ તેઓને કહ્યું, “દેવના વચનોનો બોધ આપવાનું આપણું કામ અટકી ગયું છે. તે સારું નથી. લોકોને કંઈક ખાવાનું વહેંચવામાં મદદ કરવા કરતાં દેવના વચનોનો બોધ આપવાનું ચાલુ રાખવું તે વધારે સારું છે. 3 તેથી ભાઈઓ, તમારા પોતાનામાંથી સાત માણસો પસંદ કરો. લોકો જેને સારા માણસો કહે તેવા તે હોવા જોઈએ. તેઓ આત્માથી ભરપૂર અને જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. આપણે તેઓને આ કામ કરવાનું સોંપીશું. 4 પછી આપણે આપણો બધો સમય પ્રાર્થનામાં તથા વાતની (પ્રભુની) સેવા કરવામાં વાપરી શકીશું.”
5 સમગ્ર સમૂહને આ વિચાર ગમ્યો. તેથી તેઓએ સાત પુરુંષોની પસંદગી કરી. સ્તેફન (વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર માણસ) ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ, અને નિકોલાઉસ (અંત્યોખનો યહૂદિ થયેલો માણસ). 6 પછીથી તેઓએ આ માણસોને પ્રેરિતો સમક્ષ રજૂ કર્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓએ તેઓના હાથ તેઓના પર મૂક્યા.
7 દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો. યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ. યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International