Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત.
1 હે દેવ, મારા પર દયા કરો, કારણ,
મારો આત્મા તારા શરણ આપ્યો છે,
આ તોફાન શમી જાય ત્યાં સુધી
હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,
તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
3 તે આકાશમાંથી સહાય મોકલશે
અને મને બચાવશે.
જેઓ મને નુકશાન કરવા માગે છે
તેમનાથી મને ઉગારશે.
4 મારું જીવન જોખમમાં છે.
હું માનવભક્ષી સિંહોનાં જેવા
હિંસક દુશ્મનોથી ઘેરાયો છું.
તેમના દાંત તીર ને ભાલાં જેવા છે,
તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.
5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે;
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે;
જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.
7 હે દેવ! મારું હૃદય તૈયાર છે,
મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે.
હું દેવ સ્તોત્રો ગાઇશ.
8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,
હું પ્રભાતમાં વહેલો જાગીશ,
ને હું પરોઢને આવકાર આપીશ.
9 હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.
બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.
તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
યોઆબે દાઉદને ઠપકો આપ્યો
19 રાજા દાઉદ આબ્શાલોમ માંટે વિલાપ કરતાં કરતાં શોકમાં ડૂબી ગયો તેની જાણ યોઆબને થઈ ગઈ. 2 તે દિવસે દાઉદનું સૈન્ય યુદ્ધ જીતી ગયું હતું. પણ સર્વ લોકો માંટે જીતનો આનંદ દુ:ખમાં ફેરવાઇ ગયો હતો. આ એક ખૂબ જ ઉદાસ દિવસ હતો કારણકે લોકોએ સાંભળ્યું કે, “રાજા પોતાના પુત્ર માંટે ઘણો જ દુ:ખી હતો.”
3 સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા. 4 રાજા પોતાના હાથ વડે પોતાનું મુખ ઢાંકીને વિલાપ કર્યા કરતો હતો. “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર, માંરા પુત્ર!”
5 પછી યોઆબ રાજાના મહેલમાં ગયો અને કહ્યું, “આજે આપે આપના અમલદારોનું અપમાંન કર્યું છે, જેમણે તમાંરો જીવ અને તમાંરા પુત્રોના અને પુત્રીઓના, આપની પત્નીઓના અને ઉપપત્નીઓના પ્રાણ બચાવ્યાં હતાં. 6 અમને લાગે છે કે આપના ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમને આપ ધિક્કારો છો, અને જેઓ આપને ધિક્કારે છે તેમના ઉપર આપ પ્રેમ રાખો છો. આપે એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓની અને લડાયકોની આપને કશી કિંમત નથી. હુ સ્પષ્ટ જોઉં છું કે જો આજ આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો આપ રાજી થયા હોત. 7 હવે જાવ અને આપના સૈનિકોને પ્રોત્સાહન આપો, કારણ, આપ, જો તેમ નહિ કરો તો હું યહોવાના સમ ખાઈને કહું છું કે, સવાર સુધીમાં કોઇ આપની સાથે હશે નહિ, એ આપના જીવનની મોટામાં મોટી આફત શરૂ થશે.”
8 પછી રાજા ઊઠયો અને નગરના દરવાજા આગળ જઈને બેઠો, પછી લોકોને ખબર પડી કે તે ત્યાં છે તો લોકો રાજાની પાસે આવ્યાં.
દાઉદ ફરી રાજા બન્યો
દરમ્યાનમાં આબ્શાલોમના અનુયાયીઓ ઇસ્રાએલીઓ પોતાને ઘેર ભાગી ગયા. 9 સર્વ ઇસ્રાએલીઓ એકબીજાને ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે, “રાજાએ આપણને શત્રુઓના હાથમાંથી પણ બચાવ્યા, અને પલિસ્તીઓના હાથમાંથી બચાવ્યા હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડી જાય છે. 10 આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”
11 દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, ‘રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે. 12 તમે તો માંરા ભાઈઓ છો, માંરું જ લોહી અને માંરું જ માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?’ 13 અને અમાંસાને કહો કે, ‘તમે માંરા સગા સંબંધી છો. હું તને યોઆબને સ્થાને લશ્કરનો સેનાપતિ નિયુકત કરું છું; જો ના નિયુકત કરું તો દેવ મને શિક્ષા કરો.’”
14 આ રીતે તેણે યહૂદાના લોકોના સર્વ કોઈનાં હૃદય જીતી લીધાં અને તેઓએ સૌએ સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “આપ અને આપના બધા માંણસોએ પાછા આવવું જ જોઇશે.”
15 આથી રાજા પાછો ફર્યો, અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદાના લોકો તેને મળવા માંટે અને નદીને સામે પાર લઈ જવા માંટે ગિલ્ગાલ આવ્યા.
શિમઇએ દાઉદની માંફી માંગી
16 ત્યાર પછી બાહૂરીમનો બિન્યામીનકુળનો ગેરાનો પુત્ર શિમઈ યહૂદાના લોકો સાથે રાજા દાઉદને મળવા આવ્યો અને જલ્દીથી ત્યાં પહોંચી ગયો. 17 તેઓની સાથે બિન્યામીનકુળના 1,000 માંણસો હતા, તેઓમાં શાઉલનો સેવક સીબા, તેના 15 પુત્રો, અને 20 સેવકો પણ તેની સાથે હતા. તેઓ તેઓના રાજાના આગમન માંટે ઝડપભેર યર્દન નદીના કિનારા પર પહોંચી ગયા.
18 તેઓએ રાજાના કુટુંબને તથા તેના સૈન્યને નદી પાર કરાવવા સખત પરિશ્રમ કર્યો અને શકય તેટલી સહાય કરી. રાજા નદી ઓળંગવાની તૈયારી કરતો હતો ત્યારે શિમઈ તેમને પગે પડયો.
35 પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ. 36 મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37 મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ. 38 દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી. 39 દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે આ છે. 40 વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. એ મારા પિતાની ઈચ્છા છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International