Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત.
1 હે દેવ, મારા પર દયા કરો, કારણ,
મારો આત્મા તારા શરણ આપ્યો છે,
આ તોફાન શમી જાય ત્યાં સુધી
હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,
તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
3 તે આકાશમાંથી સહાય મોકલશે
અને મને બચાવશે.
જેઓ મને નુકશાન કરવા માગે છે
તેમનાથી મને ઉગારશે.
4 મારું જીવન જોખમમાં છે.
હું માનવભક્ષી સિંહોનાં જેવા
હિંસક દુશ્મનોથી ઘેરાયો છું.
તેમના દાંત તીર ને ભાલાં જેવા છે,
તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.
5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે;
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે;
જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.
7 હે દેવ! મારું હૃદય તૈયાર છે,
મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે.
હું દેવ સ્તોત્રો ગાઇશ.
8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,
હું પ્રભાતમાં વહેલો જાગીશ,
ને હું પરોઢને આવકાર આપીશ.
9 હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.
બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.
તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
દાઉદને આબ્શાલોમના કાવત્રા વિષે જાણ
13 એક સંદેશવાહકે યરૂશાલેમમાં દાઉદને જઇને કહ્યું, “ઇસ્રાએલની પ્રજાએ આબ્શાલોમને અનુસરવાનું શરું કર્યુ છે.”
14 તેથી તરત જ દાઉદે પોતાના અમલદારોને કહ્યું, “આપણે અહીંથી તાબડતોબ ચાલ્યા જઈએ અને પલાયન થઇ જઇએ નહિ તો આબ્શાલોમ થોડી વારમાં જ અહીં આવશે, તે આપણને પકડશે, આપણો સંહાર કરશે અને યરૂશાલેમના લોકોને માંરી નાખશે.”
15 રાજાના અમલદારોએ દાઉદને કહ્યું, “આપ જેમ કહેશો તેમ અમે કરશું અમે આપના સેવકો છીએ.”
દાઉદ અને તેના માંણસો ઊગરી નીકળ્યાં
16 તેથી રાજા પોતાના આખા પરિવાર સાથે ચાલી નીકળ્યો. ફકત દસ ઉપપત્નીઓને મહેલની સંભાળ રાખવા પાછળ મૂકતો ગયો. 17 પછી રાજા અને તેના બધાં માંણસો નગર છોડીને નીકળ્યાં ત્યારે તેઓ છેલ્લા ઘર આગળ થોભી ગયાં. 18 રાજાના સર્વ અંગરરક્ષકો કરેથીઓ અને પલેથીઓ અને તેની સાથે ગાથથી આવેલા 600 માંણસો રાજાની બાજુએ થઇને પસાર થયા.
19 ત્યારે રાજાએ ગાથથી આવેલા ઇત્તાયને કહ્યું, “અરે, તમે બધાં શા માંટે માંરી સાથે આવો છો? પાછા જાઓ અને નવા રાજા સાથે રહો; કારણ તમે બધાં પરદેશીઓ છો અને તમાંરા પોતાના દેશમાંથી આવેલા છો. 20 તમે તો હજી ગઈ કાલે જ આવ્યા છો, તો પછી માંરે તમને માંરી સાથે સ્થળે સ્થળે શા માંટે રખડાવવા જોઈએ? તમાંરા માંણસોને લઇને પાછા જાવ. તમાંરા પ્રત્યે સદવ્યવહાર અને વફાદારી દર્શાવાય.”
21 પરંતુ ઇત્તાયએ કહ્યું, “યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે, માંરા દેવ, અને રાજા, જયાં ક્યાંય પણ આપ જશો, હું તમાંરી સાથે જઇશ, પછી ભલે મરવું પડે તોય.”
22 ત્યારે દાઉદે ઇત્તાયને કહ્યું, “સારું, આગળ વધો.”
એટલે ઇત્તાય પોતાના બધા માંણસો અને પરિવારને લઈને રાજા આગળથી પસાર થયો. 23 આખા લશ્કરે આગળ કૂચ કરી ત્યારે બધા લોકો મોટેથી રડવા લાગ્યા. પછી રાજા કિદ્રોનના નાળાને વટાવી ગયો ત્યારે બધાં લોકો બહાર નિર્જન પ્રદેશ તરફ ગયા. 24 સાદોક તથા તેની સાથેના સર્વ લેવીઓ દેવના પવિત્રકોશને ઉંચકીને જતા હતા. તેઓ થોભ્યા અને તેને નીચે મૂક્યો અને અબ્યાથારે સર્વ લોકો યરૂશાલેમ છોડીને ગયા ત્યાં સુધી પ્રાર્થના કરી.
25 ત્યારબાદ રાજાએ સાદોકને કહ્યું, “દેવના પવિત્રકોશને નગરમાં પાછો લઈ જા. જો યહોવા માંરા પર પ્રસન્ન હશે તો કોઇક દિવસ મને પવિત્રકોશ અને દેવનું મંદિર જોવા માંટે મને પાછો આવવા દેશે. 26 પણ જો યહોવા માંરા પર પ્રસન્ન ન હોય તો તેમની નજરમાં માંરા માંટે જે સાચું લાગશે તે કરશે.”
27 રાજાએ યાજક સાદોકને કહ્યું, “તું એક પ્રબોધક છે. તારા પુત્ર અહીમાંઆસ તથા અબ્યાથારના પુત્ર યોનાથાનને તારી સાથે લઈ અને તારા નગરમાં શાંતિથી જા. 28 જ્યાં લોકો નદી ઓળંગી અને રણમાં જાય છે, તે સ્થળોએ તમાંરો સંદેશ મેળવવાની રાહ જોઈશ; હું અરણ્યમાં ભાગી જાઉં તે પહેલાં યરૂશાલેમમાં શું બને છે તેની માંહિતી મને મોકલાવજે.”
29 આથી સાદોક અને અબ્યાથાર દેવના પવિત્રકોશને લઇને પાછા યરૂશાલેમ ગયા અને તેઓ ત્યાં જ રહ્યાં.
અહીથોફેલ વિરુદ્ધ દાઉદની પ્રાર્થના
30 દાઉદ જૈતૂનના પર્વતો પર રૂદન કરતો કરતો ચડવા લાગ્યો, શોકને કારણે તેણે માંથું ઢાંકેલું રાખ્યું હતું અને તેના પગ ઉઘાડા હતા, તેની સાથેના બધાં માંણસો પણ ઢાંકેલા માંથે રૂદન કરતાં કરતાં ચડતાં હતાં.
31 જયારે કોઈકે દાઉદને કહ્યું કે “અહીથોફેલ જે લોકોએ આબ્શાલોમની સાથે યોજના બનાવી છે.” તેની સાથે ભેગો ભળી ગયો છે, દાઉદે પ્રાર્થના કરી: “ઓ યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને નિરર્થક બનાવજે.”
5 તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો. 2 પ્રેમાળ જીવન જીવો અને જે રીતે ખ્રિસ્ત આપણને ચાહે છે, તે રીતે અન્ય લોકોને તમે ચાહો. ખ્રિસ્ત આપણે માટે સમર્પિત થયો દેવને અર્પિત તે એક સુમધુર બલિદાન[a] હતું.
3 પરંતુ તમારાંમાં વ્યભિચારનું પાપ, અને કોઈ પણ પ્રકારના અયોગ્ય કાર્યો ન હોવાં જોઈએ. અને વધુ ને વધુ મેળવવાની સ્વાર્થી ઈચ્છા પણ તમારામાં ન હોવી જોઈએ. શા માટે? કારણ કે આવી વસ્તુઓ સંતો માટે યોગ્ય નથી. 4 હાસ્યાસ્પદ નિર્લજ્જ મજાક પણ ન કરવી જોઈએ. આ બધી અયોગ્ય વસ્તુઓ કરવાને બદલે તમારે દેવની આભારસ્તુતિ કરવી જોઈએ. 5 તમારે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે જે વ્યક્તિ વ્યભિચારનું પાપ કરે છે તેનું ખ્રિસ્તના રાજ્યમાં કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાની જાત માટે વધુ ને વધુ લાલચો રાખે છે અને દુષ્ટ કાર્યો કરે છે અને વધારે ને વધારે ઈચ્છા રાખે છે તે જૂઠા દેવને ભજ્વા જેવું છે.
6 તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી. 7 તેથી તેવાં લોકો સાથે આ પ્રકારનું વર્તન ન કરો. 8 ભૂતકાળમાં તમે અંધકારમય (પાપ) હતા. પરંતુ હવે તમે પ્રભુની જ્યોતથી પ્રકાશિત છો. તેથી પ્રકાશિત બાળકોની જેમ જીવો. 9 પ્રકાશ દરેક પ્રકારની ભલાઈ, યોગ્ય જીવન અને સત્ય પ્રદાન કરે છે. 10 પ્રભુને જે પસંદ છે તેવું ન્યાયીપણું શીખો. 11 અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો. 12 કેમ કે તેઓ ખાનગીમાં એવાં કામ કરે છે કે જે કહેતાં પણ શરમ લાગે છે. 13 પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે. 14 અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે. તેથી જ અમે કહીએ છીએ:
“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ!
મૃત્યુમાંથી ઊભો થા,
ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International