Revised Common Lectionary (Semicontinuous)
16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે,
“શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો?
શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે
અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો,
અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે.
અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે,
તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ.
તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો,
પણ હવે આવ્યો છે સમય,
મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”
20 તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછયું, “તારા ભાઈ આમ્નોને તને ઇજા પહોંચાડી છે? કોઈને કહેતી નહિ, માંરી બહેન. ગમે તેમ તો તે તારો ભાઈ છે. તે માંટે રડીશ નહિ.” આથી તામાંર કાંઇ કહી ન શકી અને પોતાના ભાઈ આબ્શાલોમના ઘરમાં રહી.
21 જયારે દાઉદે આખી વાત જાણી ત્યારે તેને ઘણો ક્રોધ ચડયો. 22 આબ્શાલોમે આ વિષે આમ્નોનને કશું કહ્યું નહિ, પરંતુ આમ્નોને પોતાની બહેન તામાંરનો બળાત્કાર કર્યો હતો તેને લીધે તેને આમ્નોન ઉપર ભારે તિરસ્કાર હતો.
આબ્શાલોમનો બદલો
23 પૂરાં બે વર્ષ પછી આબ્શાલોમે પોતાના ઘેટાંનું ઊન ઉતરાવતી વખતે રાજાના બધા પુત્રોને એફ્રાઈમ નજીક બઆલ-હાસોર મુકામે આમંત્રણ આપ્યું. 24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “અત્યારે તો અમે ઘેટાંની ઊન કાતરી રહ્યાં છીએ, તેથી આપ આપના સેવકો સાથે પધારવાની કૃપા કરશો?”
25 રાજાએ તેને કહ્યું, “ના, માંરા દીકરા, જો અમે સર્વ તારે ઘેર આવીશું તો તને ઘણો જ ભાર પડશે.”
આબ્શાલોમે ફરી ફરી વિનંતી કરી; પરંતુ રાજાને જવું ન હતું, અને તેણે આશીર્વાદ આપ્યા નહિ.
26 પણ આબ્શાલોમે કહ્યું, “તો પછી માંરા ભાઈ આમ્નોનને તો મોકલશોને?”
રાજાએ પૂછયું, “આમ્નોન જ શા માંટે?”
27 પણ આબ્શાલોમે ફરી આગ્રહ કર્યો, તેથી રાજાએ આમ્નોનને અને પોતાના બધા પુત્રોને જવા દીધા.
આમ્નોનની હત્યા
28 આબ્શાલોમે પોતાના માંણસોને કહ્યું, “બરાબર ધ્યાન રાખજો, આમ્નોન દાક્ષારસની મસ્તીમાં આવી જાય અને હું એમ કહું કે, આમ્નોનને પૂરો કરો, ત્યારે તેને માંરી નાખવો. ડરશો નહિ, હુકમ કરનાર હું છું. હિંમત રાખજો અને બહાદુરીથી કામ લેજો.”
29 તેથી આબ્શાલોમના યુવાન સૈનિકોએ તેના કહ્યા પ્રમાંણે કર્યું. અને તેઓએ આમ્નોનને માંરી નાખ્યો. પછી રાજાના બીજા પુત્રો ઝડપથી ઊભા થયા અને તેઓના ઘોડાઓ પર સવાર થઈને ભાગી ગયાં.
દાઉદને આમ્નોનની હત્યાના સમાંચાર મળ્યાં
30 હજી તેઓ યરૂશાલેમના રસ્તામાં હતા, ત્યાં દાઉદને કાને એવી અફવા આવી કે, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને માંરી નાખ્યા છે, એક પણ જીવતો રહેવા પામ્યો નથી.”
31 એટલે રાજાએ ઊભા થઈને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને તે ભૂમિ પર પડયો. તેના નોકરોએ પણ ભય અને દુ:ખને કારણે પોતાનાં વસ્ત્રો ફાડયાં.
32 પણ દાઉદના ભાઈ શિમઆહના પુત્ર યોનાદાબે કહ્યું, “હે માંરા ધણી, માંરા રાજા, એમ ન માંનશો કે આપના બધા જ પુત્રો મરી ગયા છે. ફકત આમ્નોનને માંરી નાખ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાંરનું અપમાંન કર્યુ ત્યારથી આબ્શાલોમે તેનો બદલો લેવાનો નિશ્ચય કર્યો છે. 33 તારા સર્વ પુત્રોનો સંહાર થયો નથી! ફકત આમ્નોન જ માંરી નંખાયો છે.”
34 તે સમય દરમ્યાન આબ્શાલોમ ભાગી ગયો.
નગરના પહેરેદારોએ લોકોનું એક મોટું ટોળું ટેકરીની બીજી બાજુથી આવતું જોયું. તેણે રાજાને સમાંચાર આપ્યા કે, કેટલાક માંણસો હોરાનાઈમની દિશામાંથી ટેકરો ઊતરતા જણાય છે. 35 યોનાદાબે રાજાને કહ્યું, “જુઓ, મેં કહ્યું હતું તે પ્રમાંણે તારા પુત્રો આવી રહ્યા છે.”
36 તે બોલી રહ્યો તે જ ક્ષણે, રાજકુમાંરો આવી પહોંચ્યા. અને મોટેથી રડવા લાગ્યા. રાજા અને તેના બધા અમલદારો પણ ખૂબ રડવા લાગ્યા.
ઈસુ 4,000 થી વધારે લોકોને જમાડે છે
(માથ. 15:32-39)
8 બીજી વખતે ઈસુ સાથે ત્યાં ઘણા લોકો હતા. લોકો પાસે ખાવાનું ન હતું. તેથી ઈસુએ તેના શિષ્યોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું, 2 “મને આ લોકોની દયા આવે છે. તેઓ મારી સાથે ત્રણ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કઈ ખાવાનું નથી. 3 મારે તેઓને ઘેર ભૂખ્યા મોકલવા જોઈએ નહિ. જો તેઓ જમ્યા વિના જશે તો ઘરે જતાં તેઓ રસ્તામાં બેહોશ થઈ જશે. આ લોકોમાંના કેટલાક તો ખૂબ દૂરથી અહીં આવ્યા છે.”
4 ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, “પરંતુ આપણે કોઈ પણ ગામથી ઘણા દૂર છીએ. આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી મેળવી શકીએ?”
5 પછી ઈસુએ તેઓને પૂછયું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે?”
શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમારી પાસે સાત રોટલીઓ છે.”
6 ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ. 7 તે શિષ્યો પાસે થોડી માછલીઓ હતી. ઈસુએ માછલી માટે સ્તુતિ કરી અને લોકોને માછલી આપવા શિષ્યોને કહ્યું.
8 બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી. 9 ત્યાં લગભગ 4,000 પુરુંષોએ ખાધુ. તેઓના ખાધા પછી ઈસુએ તેઓને ઘેર જવા માટે કહ્યું. 10 ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં દલ્મનૂથાની હદમાં ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International