Revised Common Lectionary (Semicontinuous)
16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે,
“શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો?
શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે
અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો,
અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે.
અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે,
તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ.
તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો,
પણ હવે આવ્યો છે સમય,
મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”
આમ્નોન અને તામાંર
13 દાઉદના પુત્ર આબ્શાલોમને તામાંર નામે એક સુંદર રૂપાળી બહેન હતી. દાઉદનો પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો. 2 આમ્નોનને તે ખૂબ સુંદર લાગી અને તામાંરની એવી મોહિની લાગી હતી કે તે માંદો પડયો, તામાંર કુમાંરિકા હતી અને આમ્નોનને તેને કંઈ અનિષ્ટ કરવાનું વિચાર્યુ નહિ પણ તેને તે જોઇતી જ હતી.
3 પરંતુ યોનાદાબ જે દાઉદના ભાઈ શિમઆહનો પુત્ર હતો, તે તેનો મિત્ર હતો, તે ઘણો પાક્કો હતો. 4 એક દિવસે તેણે આમ્નોનને કહ્યું, “ઓ રાજકુમાંર, તું દિવસે દિવસે આમ સુકાતો કેમ જાય છે? તું રાજાનો પુત્ર છે મને મહેરબાની કરીને કહે તો ખરો?”
ત્યારે આમ્નોને કહ્યું, “હું માંરા ભાઈ આબ્શાલોમની બહેન તામાંરના પ્રેમમાં છું.”
5 યોનાદાબે કહ્યું, “હવે, શું કરવું તે હું તને કહીશ, તારા પલંગ પર સૂઈ જા, અને બિમાંર હોવાનો ઢોંગ કર. તારા પિતા તારી ખબર જોવા આવશે, અને જ્યારે તને જોવા આવે ત્યારે તેમને કહેજે કે, ‘માંરી બહેન તામાંરને માંરા માંટે રોટલી પકવવાનું કહો, જ્યારે હું જોઉં અને તે મને પોતે જ પીરશે.’”
6 આથી આમ્નોન માંદો હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. રાજા દાઉદ તેને મળવા ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “માંરી બહેન તામાંરને અહીં આવીને માંરા દેખતાં એક ભાખરી બનાવી, પોતાને હાથે મને ખવડાવવા દો.”
7 દાઉદ સહમત થયો અને તામાંરને સંદેશો મોકલ્યો કે, “તારા ભાઈ આમ્નોનને ઘેર જઈ તેના માંટે રસોઈ તૈયાર કર.”
8 તામાંર પોતાના ભાઈ આમ્નોનને ઘેર તેના શયનખંડમાં ગઈ, જેથી ભાખરી માંટે લોટ બાંધતા તે તેને જોઈ શકે. તેણે થોડો લોટ લીધો, ગૂંદ્યો અને તેના દેખતાં ભાખરી બનાવીને શેકી. 9 પછી તેણે આમ્નોન આગળ થાળીમાં ભાખરી પીરસી, પણ તેણે ખાવાનો ઇન્કાર કર્યો, અને કહ્યું, “બધાને બહાર મોકલી દો.” એટલે બધા બહાર ચાલ્યા ગયા.
આમ્નોને તામાંર પર બળાત્કાર કર્યો
10 પછી તેણે તામાંરને કહ્યું, “હવે અહીં માંરા શયનખંડમાં ખાવાનું લઈ આવ, જેથી હું તારે હાથે ખાઈ શકું.”
આથી તામાંરે પોતે બનાવેલી ભાખરી અંદરના ઓરડામાં તેના ભાઈ આમ્નોન પાસે લઈ ગઈ. 11 તામાંર તેને ખાવાનું આપવા ગઈ ત્યારે આમ્નોને તેને પકડી લીધી અને કહ્યું, “આવ, મને પ્રેમ કર, માંરી સાથે સૂઈ જા.”
12 પણ તેણે કહ્યું, “ના, ભાઈ, મને નીચું જોવડાવશો નહિ આવું શરમજનક કરશો નહિ. ઇસ્રાએલમાં આ જાતની ભયંકર બાબત કદી થઇ નથી. 13 શરમની માંરી હું માંરું મોઢું કયાંય બતાવી શકીશ નહિ. અને તમે પણ ઇસ્રાએલમાં એક સામાંન્ય ગુનેગારમાં ખપશો. તમે રાજાને કહોને; મને તમાંરી સાથે પરણવા દે.”
14 પણ તેણે તેની વાત સાંભળી નહિ, તેણે તેના ઉપર બળાત્કાર કરી તેની લાજ લીધી. 15 પછી અચાનક આમ્નોનને તામાંર ઉપર તિરસ્કાર છૂટયો. પહેલાં એને માંટે જેટલો તેને પ્રેમ હતો હવે તેના કરતાં પણ વધારે તેના પ્રત્યે તિરસ્કાર થયો. તે બોલ્યો, “બેઠી થઈ જા અને અહીંથી તુરંત ચાલી જા.”
16 “ના, ભાઈ તે બોલી, આ રીતે મને કાઢી મૂકવી એ તમે અત્યારે કર્યુ એના કરતાં પણ વધુ ખરાબ છે.”
પણ તેણે એની વાત સાંભળી નહિ, 17 તેણે પોતાના અંગત નોકરને બોલાવીને હુકમ કર્યો, “આ સ્ત્રીને માંરા મોઢા આગળથી દૂર કર, એને બહાર કાઢ અને બારણું બંધ કરી દે.”
18 નોકરે તેને બહાર કાઢીને બારણું બંધ કરી દીધું.
તે દિવસોના રિવાજ મુજબ રાજાની કુંવરીઓ વિવિધ રંગના[a] લાંબા ઝભ્ભા પહેરતી હતી, તામાંરે પણ પહેર્યો હતો. 19 તામાંરે પોતાનાં વસ્ત્રો ફાડયાં, પોતાના માંથામાં રાખ નાખી અને બંને હાથ પોતાના માંથા ઉપર મૂકી જોરથી પોક મૂકી રડતી રડતી તે ચાલી ગઈ.
27 તમે બધા સમૂહ તરીકે ખ્રિસ્તનું શરીર છો. વ્યક્તિગત રીતે તમે દરેક તે શરીરનો કોઈ એક અવયવ છો. 28 અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. 29 બધા લોકો પ્રેરિતો નથી કે બધા લોકો પ્રબોધકો થઈ શકે નહિ. બધા લોકો ચમત્કારો પણ કરી શકતા નથી. 30 કે બધાની પાસે બીજાને સાજા કરવાની ક્ષમતા પણ નથી. બધા લોકો જુદી જુદી ભાષામાં બોલી શકતા નથી. બધા લોકો આ ભાષાઓનું અર્થઘટન કરવા માટે સમર્થ નથી હોતા. 31 તમારે તો ખરેખર આત્માના ઉત્તમ કૃપાદાનોની જ ઈચ્છા રાખવી જોઈએ. હું તમને સૌથી ઉત્તમ માર્ગ દર્શાવીશ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International