Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 37:12-22

12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે
    અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
13 પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે;
    તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે,
    અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.
15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે;
    અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16 નીતિમાન લોકો પાસે જે અલ્પ છે,
    તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
17 કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે
    પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
18 યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે,
    તેની દ્રૃષ્ટિમાં તેઓ નિર્દોષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે
19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં
    પણ કાળજી રાખે છે,
દુકાળનાં સમયે
    પણ તે સવેર્ તૃપ્ત થશે.
20 પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ,
    ઘાસની જેમ ચીમળાઇ જશે,
અને ધુમાડા ની
    જેમ અદ્રશ્ય થઇ જશે.
21 દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી,
    ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર્ છે.
22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે,
    પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.

2 શમુએલનું 11:22-27

22 એટલે સંદેશવાહક તો ઊપડયો, અને દાઉદ પાસે પહોંચીને તેણે યોઆબે કહ્યું હતું તે પ્રમાંણે બધું કહી સંભળાવ્યું. 23 તેણે કહ્યું, “શત્રુઓ અમાંરા કરતાં વધુ બળવાન હતા અને અમાંરી સામે લડવા માંટે શહેરમાંથી નીકળીને મેદાનમાં આવ્યાં હતાં. પણ અમે તેમને છેક દરવાજા સુધી પાછા માંરી હટાવ્યાં. 24 ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”

25 દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!’”

દાઉદે બાથ-શેબા સાથે લગ્ન કર્યા

26 જયારે ઊરિયાની પત્ની બાથ-શેબાએ જાણ્યું કે તેના પતિ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેણે તેનો શોક પાળ્યો. 27 અને જયારે તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાઉદે તેને પોતાના મહેલ પર બોલાવી લીધી. પછી તે તેની પત્ની થઈને રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ દાઉદે જે કૃત્ય કર્યુ તેનાથી યહોવા ખુશ ન હતા.

રોમનો 15:22-33

રોમની મુલાકાત માટે પાઉલની યોજના

22 તેથી જ ઘણી વાર તમારી પાસે આવતાં મને રોકવામાં આવતો હતો. જેથી મારે અહીં રોકાઈ જવું પડતું હતું.

23 હવે અહીં આ વિસ્તારોમાં મેં મારું કાર્ય પરિપૂર્ણ કર્યુ છે. વળી ઘણાં વર્ષોથી તમારી મુલાકાતે આવવાનું મને મન હતું. 24 તેથી હું જ્યારે સ્પેન જઈશ ત્યારે તમારી મુલાકાત લઈશ. હા, સ્પેન પ્રવાસે જતા તમારી મુલાકાત લેવાની હું આશા રાખું છું, અને તમારી સાથે રહેવાથી મને ખૂબ આનંદ થશે. પછી તમે મારા પ્રવાસમાં મને મદદ કરી શકશો.

25 અત્યારે તો હું દેવના લોકોને મદદરૂપ થવા યરૂશાલેમ જઈ રહ્યો છું. 26 યરૂશાલેમમાં દેવના કેટલાક સંતો ગરીબ છે. મકદોનિયા અને અખાયાના વિશ્વાસુ લોકોએ તેઓને સારું કઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ગરીબ લોકોને મદદ કરવા એમણે દાન આપ્યું છે. 27 મકદોનિયા અને અખાયાના વિશ્વાસી ભાઈઓ આમ કરતાં આનંદ અનુભવતા હતા. અને યરૂશાલેમના વિશ્વાસીઓને એમણે ખરેખર મદદ કરવી જ જોઈએ. તેઓએ એમને મદદ કરવી જોઈએ કારણ કે તેઓ આ રીતે બિનયહૂદિઓ છે અને યહૂદિઓને ઈસુના આધ્યાત્મિક આશીર્વાદોના તેઓ ભાગીદાર થયા. તેથી યહૂદિઓને મદદ કરવા એમની પાસે જે કાંઈ હોય એનો એમણે ઉપયોગ કરવો જોઈએ. તેઓના માથે યહૂદિઓનું ઋણ છે. 28 મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને જ આ બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે.

આ કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ. સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ. 29 હું જાણું છું કે તમારી મુલાકાત વખતે તમારા માટે, હું ખ્રિસ્તના ભરપૂર આશીર્વાદો લાવીશ.

30 ભાઈઓ તથા બહેનો, મારા આ કાર્યમાં મને મદદ કરવા તમે મારા માટે દેવને પ્રાર્થના કરો એવી મારી તમને વિનંતી છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ કરો. પવિત્ર આત્મા આપણને પ્રેમ આપે છે તેટલા માટે આમ કરો. 31 યહૂદિયામાં રહેતા અવિશ્વાસીઓના હુમલામાંથી હું બચી જાઉ એવી પ્રાર્થના કરો. અને એવી પણ પ્રાર્થના કરો કે યરૂશાલેમ માટે હું જે મદદ લાવી રહ્યો છું તેનાથી ત્યાંના દેવના સંતો ખુશ થાય. 32 જો દેવની ઈચ્છા હશે તો હું તમારી પાસે સહર્ષ આવીશ અને તમારી સાથે હું વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને મદદ કરો. 33 દેવ જે શાંતિદાતા છે તે સદાને માટે તમો સૌની સાથે રહો. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International