Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
13 યોઆબ અને તેના માંણસો જયારે અરામીઓ સામે યુદ્ધ કરવા માંટે આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યાં. 14 આમ્મોનીઓએ જોયું કે અરામીઓ ભાગી રહ્યાં હતા.
એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને નગરમાં ભરાઈ ગયા, અને યોઆબ યરૂશાલેમ પાછો ફર્યો.
અરામીઓએ ફરી લડવાનો નિશ્ચય કર્યો
15 અરામીઓએ જોયું કે તેઓ ઇસ્રાએલ આગળ હારી ગયા છે, એટલે તેઓએ પોતાના સૈન્યને ફરીથી એકઠું કર્યુ. 16 હદારએઝેરે કાસદો મોકલીને ફ્રાત નદીની પેલે પારના પ્રદેશમાંથી બીજા અરામીઓને બોલાવ્યા, અને તેઓ હદારએઝેરના સેનાપતિ શોબાખની સરદારી હેઠળ હેલામ તરફ આગળ વધ્યા.
17 દાઉદને સંદેશો મળ્યો ત્યારે તે પોતે અને તેના ઇસ્રાએલી સેનિકોને યર્દન ઓળંગી અને હેલામમાં કૂચ કરી, ત્યાં અરામીઓ યુદ્ધ કરવા તૈયાર થયા અને લડાઈ કરી.
18 પરંતુ ઇસ્રાએલીઓએ તેમને ભગાડી મૂકયા. દાઉદે 700 રથ હાંકનારને અને 40,000 ઘોડેસ્વાર સૈનિકોનો સંહાર કર્યો, અને તેમના સેનાપતિ શોબાખને ગંભીરપણે ઘાયલ કર્યો અને તે રણભૂમિમાં જ અવસાન પામ્યો.
19 અરામ સૈન્યની હાર થઈ છે તે જાણીને હદારએઝેર અને તેના તાબેદાર રાજાઓ દાઉદના તાબેદાર થયા, અને તેમની સેવાઓ સ્વીકારી, ત્યારબાદ ફરી અરામીઓએ આમ્મોનીઓની યુદ્ધમાં મદદ કરવાની હિંમત કદી કરી નહિ.
31 જ્યારે તે સ્ત્રી ગામમાં હતી. ઈસુના શિષ્યો તેને વિનંતી કરતા હતા, “રાબ્બી જમ!”
32 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “મારી પાસે ખાવા ખોરાક છે પણ તમે તેના વિષે જાણતા નથી.”
33 તેથી શિષ્યોએ પોતાની જાતને પૂછયું, “શું કોઈ ઈસુ માટે કંઈ ખાવાનું લાવ્યા હશે?”
34 ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે, તેની ઈચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્ન છે. 35 જ્યારે વાવો છો ત્યારે તમે વારંવાર હંમેશા કહો છો, ‘અનાજના દાણા ભેગા કરતાં પહેલા ચાર મહિના રાહ જોવાની છે.’ પણ હું તમને કહું છું, તમારી આંખો ખોલો, લોકો તરફ જુઓ, તેઓ હવે પાક માટે તૈયાર ખેતરો જેવાં છે. 36 છતાં પણ, હમણા તે વ્યક્તિ પાકની કાપણી કરે છે તેને ચુકવણી પણ કરવામાં આવેલ છે. તે અનંતજીવન માટે પાકને ભેગો કરે છે. તેથી જે વ્યક્તિ વાવે છે તે કાપણી કરનાર વ્યક્તિ સાથે સુખી થઈ શકે છે. 37 તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’ 38 મેં તમને પાકની કાપણી કરવા મોકલ્યા છે. જેને માટે તમે કામ કર્યુ નથી. બીજા લોકોએ કામ કર્યુ અને તમે તેઓનાં કામમાંથી ફળ મેળવો છો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International