Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
આમ્મોનીઓ વિરુદ્ધ યુદ્ધ
6 હવે આમ્મોનીઓને ભાન થયું કે પોતે દાઉદની દુશ્મનાવટ વહોરી લીધી છે, એટલે તેમણે બેથ-રહોબના અને સોબાહના પ્રાંતોમાંથી 20,000 સિરિયન પાયદળને, માંઅખાહના રાજા પાસેથી 1,000 સૈનિકોને અને ટોબાના પ્રાંતમાંથી 12,000 સૈનિકોને ભાડે રાખ્યા.
7 આ સમાંચાર મળતા દાઉદે યોઆબને પોતાના અતિ શકિતશાળી સૈનિકોવાળા સમગ્ર સૈન્ય સાથે મોકલ્યો. 8 આમ્મોનીઓ બહાર આવીને નગરના પ્રવેશદ્વાર આગળ ગોઠવાઈ ગયા. અને સોબાહના અને રાહોબનાં અરામીઓ તથા ટોબના અને માંઅખાહના માંણસો ખુલ્લા મેદાનમાં યુદ્ધ લડવા માંટે આવ્યાં.
9 જયારે યોઆબે જોયું કે, તેને બે મોરચે યુદ્ધ કરવું પડશે, ત્યારે તેણે ઇસ્રાએલીઓને અરામીઓની સામે યુદ્ધ કરવા હારબંધ ગોઠવી દીધા. 10 બાકીની સેનાને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધી અને તેણે આમ્મોનીઓની સામે મોરચો માંડયો. 11 યોઆબે તેને કહ્યું, “જો હું અરામીઓને હરાવી નહિ શકું તો તમાંરે આવીને મને મદદ કરવી પડશે, અને જો તમે બધા આમ્મોનીઓને નહિ હરાવી શકો તો હું તમને મદદ કરવા આવીશ. 12 પરંતુ તમે સૌ હિંમત રાખજો. અને આપણા લોકો માંટે અને આપણા દેવનાં નગરો માંટે બહાદુરીથી લડજો, અને યહોવાની જે ઇચ્છા હશે તે મુજબ થશે.”
12 દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો. 13 એકબીજાને સહન કરો, એકબીજાને માફ કરો. જો કોઈ વ્યક્તિ તમારી વિરુંદ્ધ કોઈ અનુચિત આચરણ કરે, તો તેને તમે માફ કરો. બીજા લોકોને માફ કરો કારણ કે પ્રભુએ તમને માફ કર્યા છે. 14 આ બધી જ બાબતો કરો; પરંતુ તે બધાથી મહત્વપૂર્ણ એ છે કે, તમે એકબીજાને પ્રેમ કરો. તમને દરેકને સંપૂર્ણ એકતામાં સાંકળતું બંધન જ પ્રેમ છે. 15 ખ્રિસ્ત જે શાંતિ પ્રદાન કરે છે તેના વડે તમારા વિચારોને નિયંત્રિત થવા દો. શાંતિ પ્રાપ્તિ અર્થે તમે બધા એક જ શરીર[a] બનવા માટે તેડાયેલા છો. હમેશા આભારસ્તુતિ કરો.
16 ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો. 17 તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International