Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
ઇસ્રાએલીઓએ દાઉદને રાજા બનાવ્યો
5 પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ. 2 ભૂતકાળમાં જયારે અમાંરો રાજા શાઉલ હતો ત્યારે પણ યુદ્ધમાં તમે જ ઇસ્રાએલી સૈન્યની આગેવાની લેતા હતા, અને યહોવાએ તમને કહ્યું કે, ‘માંરી પ્રજા ઇસ્રાએલની સારસંભાળ લેનાર માંણસ તું જ છે, તું જ તેમનો શાસનકર્તા થનાર છે.’”
3 તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.
4 દાઉદ રાજગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર 30 વર્ષની હતી. તેણે 40 વરસ રાજય કર્યુ. 5 તે હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના લોકો ઉપર સાડા સાત વર્ષ રાજય કર્યુ. ત્યારબાદ તેણે યરૂશાલેમમાં રહીને સમગ્ર ઇસ્રાએલ અને યહૂદાના લોકો ઉપર 33 વર્ષ રાજય કર્યું.
દાઉદે યરૂશાલેમ શહેરને જીત્યું
6 ત્યાર પછી દાઉદ પોતાનું સૈન્ય લઈને યરૂશાલેમ ગયો અને ત્યાં યબૂસીઓ સાથે યુદ્ધમાં લડ્યો. યબૂસીઓએ દાઉદને કહ્યું, “તું અમાંરા શહેરમાં આવી શકશે નહિ. અમાંરા આંધળા અને લંગડા લોકો સુદ્ધાં તને રોકી શકશે.” તેઓ માંનતા હતા કે દાઉદ તેઓના નગરમાં દાખલ થઇ શકશે નહિ. 7 પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું.
8 તે દિવસે દાઉદે તેના સૈન્યના માંણસોને કહ્યું, “પાણીના વહેળા વચ્ચે થઈને જાઓ, અને આંધળા તથા લંગડા શત્રુઓ સુધી પહોચો.”આથી લોકો કહે છે કે, “આંધળા અને લંગડા ઘરમાં પ્રવેશી શકશે નહિ.”
9 દાઉદ ગઢમાં રહેતો અને તેનું નામ “દાઉદનગર” પાડયું. ત્યાર બાદ તેણે મિલ્લો બાંધ્યો અને નગરની અંદર બીજા મકાનો બાંધ્યા. 10 આ રીતે દાઉદ બળવાન અને વધુ બળવાન થતો ગયો, કારણ, સર્વસમર્થ દેવ યહોવા તેની સાથે હતા અને તેને મદદ કરી.
પાઉલ તેની વ્યથા વિષે વાત કરે છે
16 હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું. 17 હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું. 18 દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ. 19 તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો. 20 હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો! 21 મારે માટે આમ કહેવું શરમજનક છે, પરંતુ આવી વસ્તુ તમારી સાથે કરવા માટે અમે ઘણા જ “નિર્બળ” છીએ.
પરંતુ જો કોઈ વ્યક્તિ બડાઈ મારવામાં બહાદુર હોઈ શકે, તો હું પણ બહાદુર બનીશ અને બડાશ મારીશ. (હું મૂર્ખની જેમ બોલું છું.) 22 શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું. 23 શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.
24 પાંચવાર યહૂદિ લોકોએ 39 કોરડા મારવાની સજા મને કરી છે. 25 ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો. 26 મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.
27 મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું. 28 અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું. 29 જ્યારે અન્ય વ્યક્તિ શીથિલ બને છે ત્યારે હું પણ શીથિલ બનું છું. જ્યારે અન્ય વ્યક્તિ પાપ તરફ દોરાય છે ત્યારે અંદરથી હું બળુ છું.
30 જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું. 31 દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે. 32 જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા. 33 પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International