Revised Common Lectionary (Semicontinuous)
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
2 કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
3 તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
8 આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.
31 પછી દાઉદે યોઆબ તથા તેની સાથેના સૌ કોઈને કહ્યું, “આબ્નેરને માંટે શોકમાં તમાંરાં કપડાં ફાડી નાખો, શરીર પર કંતાન વીંટાળો અને ઘણું આક્રંદ કરો.” 32 દાઉદ પોતે જનાજાની પાછળ જયાં આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો ત્યાં ગયો, અને તેની કબર આગળ પોક મૂકીને રડયો, અને તેની સાથે બધા લોકોએ આક્રંદ કર્યો.
33 દાઉદે આ મરસિયો ગાયો આબ્નેરના જનાજાની આગળ:
“આબ્નેર શું એક દુષ્ટ અપરાધીની જેમ મર્યો?
34 તારા હાથ બાંધવામાં આવ્યા નહોતાં,
તારા પગમાં બેડીઓ નંખાઈ નહોતી;
કોઈ ખૂનીને હાથે મરે તેમ તું મર્યો;
દુષ્ટજનોના કપટનો તું ભોગ બન્યો.”
અને આમ ફરીવાર બધા લોકોએ આક્રંદ કર્યો. 35 તે દિવસે દાઉદે કંઇજ ખાધું નહિ, લોકોએ તેમને ખાવા માંટે વિનંતી કરી પરંતુ દાઉદે એક ખાસ સમ લીધા, “જો હું સૂર્યાસ્ત પહેલા રોટલી કે કાંઇપણ ખાઉં તો દેવ મને સજા કરે અને ઘણા દુ:ખ આપે.” 36 દાઉદનું ર્વતન જોઈ લોકો ખૂબ રાજી થયા. કેમકે તેમને લાગ્યું કે દાઉદે સાચું કર્યુ હતું. 37 તે દિવસે યહૂદાના લોકો અને ઇસ્રાએલના બધા લોકો સમજી શકયા કે નેરના પુત્ર આબ્નેરના ખૂન માંટે રાજાને દોષ આપવો ન જોઇએ કારણકે તેણે આબ્નેરને માંરવા હૂકમ કર્યો ન હતો.
38 દાઉદે પોતાના માંણસોને કહ્યું, “તમે જાણો છો કે આજે ઇસ્રાએલમાં એક મહાન નેતા મૃત્યુ પામ્યો છે.
ઈસુને અનુસરવાની ઈચ્છા
(લૂ. 9:57-62)
18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું. 19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યું કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”
20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને[a] માથું ટેકવાની પણ જગા નથી.”
21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”
22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International