Revised Common Lectionary (Semicontinuous)
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
2 કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
3 તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
8 આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.
દાઉદ અને તેના માંણસો હેબ્રોન ગયા
2 ત્યાર પછી દાઉદે યહોવાને પૂછયું, “શું હું યહૂદાના કોઈ એક શહેરમાં જાઉં?”
યહોવાએ કહ્યું, “જા.”
દાઉદે પૂછયું, “હું કયા નગરમાં જાઉં?”
અને યહોવાએ જવાબ આપ્યો, “હેબ્રોન.”
2 તેથી દાઉદ પોતાની બે પત્નીઓ, યિઝએલી અહીનોઆમ અને કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલને લઈને હેબ્રોન ગયો. 3 અને પોતાની સાથેના માંણસોને પણ તેમનાં પરિવાર સાથે તે લઈ ગયો. અને તેઓ હેબ્રોન અને આજુબાજુના કસબાઓમાં વસ્યાં.
4 ત્યારબાદ યહૂદાના લોકોએ ત્યાં આવીને દાઉદનો યહૂદાના રાજા તરીકે અભિષેક કર્યો. જયારે દાઉદને સમાંચાર મળ્યા કે, “યાબેશમાં ગિલયાદના લોકોએ શાઉલને દફનાવ્યો હતો.”
5 ત્યારે તેણે યાબેશ ગિલયાદને માંણસો મોકલી સંદેશો મોકલ્યો કે, “તમાંરા માંલિક શાઉલ પ્રત્યે દયા દેખાડવા બદલ અને તેને દફનાવવા માંટે યહોવા તમાંરું ભલું કરો, 6 અને તમાંરા ઉપર એમની અવિચળ કરુણા વરસાવતા રહો. હું પણ તમાંરા આ કૃત્ય બદલ તમાંરી સાથે સારો વ્યવહાર રાખીશ. 7 હવે તારી જાતને મજબૂત બનાવ કારણ કે તમાંરો માંલિક શાઉલ મૃત્યુ પામ્યો છે, અને યહૂદાના લોકોએ માંરો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે.”
ઇશબોશેથ રાજા બન્યો
8 પરંતુ શાઉલનો સરસેનાપતિ નેરનો પુત્ર આબ્નેર તે શાઉલના પુત્ર ઇશબોશેથને માંહનાઈમ લઇ ગયો. 9 અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો.
10 જ્યારે ઇશબોશેથને ઇસ્રાએલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે 40 વર્ષનો હતો. તેણે બે વર્ષ રાજય કર્યું. પણ યહૂદાના કુળસમૂહ દાઉદને વફાદાર રહ્યાં, 11 દાઉદ હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના કુળસમૂહ પર સાડાસાત વર્ષ રાજ કર્યું.
8 તમે માનો છો કે તમારી પાસે તમારી જરૂરિયાતની દરેક વસ્તુ છે. તમે માનો છો કે તમે ધનવાન છો. તમે માનો છો કે અમારા વગર તમે રાજાઓ બની ગયા છો. હું ઈચ્છું અને આશા કરું છું કે તમે ખરેખર રાજા હો! તો પછી અમે પણ તમારી સાથે રાજા બની શકીએ. 9 પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ. 10 અમે તો ખ્રિસ્ત માટે મૂર્ખ છીએ. પરંતુ તમે માનો છો કે તમે ખ્રિસ્તમાં ઘણા જ્ઞાની છો. અમે તો નિર્બળ છીએ. પરંતુ તમે માનો છો કે તમે શક્તિશાળી છો. લોકો તમને માન આપે છે, પણ અમારું અપમાન કરે છે. 11 અત્યારે પણ અમારી પાસે પૂરતું ખાવા કે પીવાનું નથી કે અમારી પાસે પૂરતાં કપડાં નથી. અમારે ઘણી વાર માર ખાવો પડે છે. અમારી પાસે કોઈ ઘર નથી. 12 અમારે અમારી જાતે અમારા પોતાના હાથે અમને પોષવા સખત પરિશ્રમ કરવો પડે છે. લોકો અમને શાપ આપે છે. પરંતુ અમે તેમને આશીર્વાદ આપીએ છીએ. લોકો અમને હેરાનગતિ કરે છે, અને અમે તે સ્વીકારીએ છીએ. 13 લોકો અમારા વિષે ખરાબ બોલે છે, પરંતુ અમે તેમને સારી બાબતો કહીએ છીએ. આ ક્ષણે પણ લોકો હજુ પણ અમારી સાથે એવો વર્તાવ કરે છે કે જાણે અમે જગતનો કચરો અને સમાજનો મેલ હોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International