Revised Common Lectionary (Semicontinuous)
દાઉદને શાઉલના મૃત્યુના સમાંચાર મળ્યા
1 શાઉલના મૃત્યુ પછી દાઉદ અમાંલેકીઓને હરાવીને પાછો ફર્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો.
દાઉદનું શોક ગીત શાઉલ અને યોનાથાન માંટે
17 દાઉદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માંટે મરશિયો ગાયો. 18 અને તેણે એ મરશિયો યહૂદાના લોકોને શીખવવાની આજ્ઞા કરી; તે “ધનુષ્ય” કહેવાય છે અને યાશારના પુસ્તકમાં લખેલું છે.
19 “ઓ ઇસ્રાએલ, તારા પર્વતો ઉપર તેં તારા બળવાન સૈનિકો ગુમાંવ્યા.
અરે! તે શૂરવીરો કેવા માંર્યા ગયા!
20 ગાથમાં એની વાત કરશો નહિ,
આશ્કલોનની શેરીઓમાં, આ સમાંચાર તમે જાહેર કરશો નહિ;
આ કદાચ પલિસ્તીઓની પુત્રીઓને ખુશ કરે,
અને બેસુન્નતીઓની પુત્રીઓ આનંદ પામશે અને ખુશ થશે.
21 “હે ગિલ્બોઆના પર્વતો,
તમાંરા પર વરસાદ કે ઝાકળ ન પડો.
તમાંરાં ખેતરોમાં કઇ ન ઉપજે જેથી તમાંરા તરફથી કોઇ અર્પણો ન આવે.
કારણ, યોદ્ધાઓની ઢાલ નકામી ગણીને ફેંકી દેવામાં આવી હતી
અને શાઉલની ઢાલ જે તેલમાં બોળવામાં આવી ન હતી,
કાટ ખાઇ ગઇ હતી અને ત્યાં પડેલી છે.
22 યોનાથાનના ધનુષે તેના ભાગના દુશ્મનોને માંર્યા
અને તેઓનુ લોહી રેડાયું!
તેવી જ રીતે શાઉલની તરવાર એક સાચ્ચા યોદ્વાની તરવાર જેવી હતી જે
માંર્યા વિના કદી પાછી ફરી નહોતી.
23 “શાઉલ તથા યોનાથાન એક બીજાને ચાહતા હતા,
ને એક બીજાના સાહચર્યમાં આનંદ માંણતા હતા.
જીવનમાં અને મૃત્યુમાં તેઓ કદી વિખૂટા પડયા નહોતા;
તેઓ ગરુડ કરતાં વેગવાન
અને સિંહો કરતાં બળવાન હતા.
24 ઓ ઇસ્રાએલની પુત્રીઓ, શાઉલને માંટે વિલાપ કરો.
તેણે તમને સર્વને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાંવ્યાં,
અને તમને સુવર્ણ આભૂષણોથી શણગાર્યાં.
25 “યુદ્ધભૂમિમાં શૂરવીરો કેવા વીરગતિને પામ્યા!
હે યોનાથાન, તું ગિલ્બોઆ પર્વત પર મૃત્યુ પામ્યો.
26 હે માંરા વીરા યોનાથાન, તું મને બહુ પ્રિય હતો;
તારા માંટે માંરું હૃદય રડે છે.
તારો માંરા પ્રત્યેનો પ્રેમ સ્ત્રીઓના
પ્રેમ કરતાંય અધિક અદભુત હતો!
27 યુદ્ધ ભૂમિમાં શુરવીરો વીરગતિને પામ્યા!
ને યુદ્ધનાં શસ્ત્રો વ્યર્થ ગયાં!”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
7 તમે ઘણી વસ્તુઓમાં-વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, અને ખરેખર મદદ કરવામાં, અને અમારી પાસે શીખ્યા તે પ્રેમમાં સમૃદ્ધ છો. અને તેથી આપવાના કૃપા દાનમાં પણ તમે સમૃદ્ધ બનો તેવી અમે આશા રાખીએ છીએ.
8 આપવા માટેનો હું તમને આદેશ નથી આપતો. પરંતુ તમારો પ્રેમ સાચો પ્રેમ છે કે કેમ તે મારે જોવું છે. બીજા લોકો ખરેખર સહાયભૂત થાય છે, એ તમને બતાવીને હું આમ કરવા માંગુ છુ. 9 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમે જ્ઞાત છો. તમે જાણો છો કે દેવ સાથે ખ્રિસ્ત સમૃદ્ધ હતો; પરંતુ તમારા માટે તે દીન બન્યો. તેના દરિદ્રી થવાથી તમે સમૃદ્ધ બનો તેથી ખ્રિસ્તે આમ કર્યુ.
10 હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે. ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી. અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું. 11 તેથી જે કાર્યનો તમે પ્રારંભ કર્યો છે, તેને પૂર્ણ કરો. જેથી તમારા “કાર્યની ઈચ્છા” અને તમારું “કાર્ય” સમતુલીત થશે. તમારી પાસે જે કઈ છે તેમાંથી આપો. 12 જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી. 13 જ્યારે અન્ય લોકોને રાહત પ્રાપ્ત હોય ત્યારે તમને મુશ્કેલી પડે તેવું અમે ઈચ્છતા નથી. ત્યાં સમાનતા હોવી જોઈએ. 14 અત્યારે તમારી પાસે ઘણું છે. તમારી પાસે જે છે તે લોકોને જે વસ્તુની જરૂર છે તેઓને તે ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યાર બાદ, જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમારે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકે. અને ત્યાર પછી સમાનતા આવશે. 15 જેમ પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે,
“જે વ્યક્તિ એ ઘણું ભેગું કર્યુ છે તેની પાસે ઘણુ વધારે ન હતું,
અને જે વ્યક્તિએ ધણું ઓછું ભેગું કર્યુ હતું તેની પાસે ખૂબ ઓછુ ન હતું.” (A)
ઈસુનું મૃત છોકરીને સજીવન કરવું અને બિમાર સ્ત્રીને સાજી કરવી
(માથ. 9:18-26; લૂ. 8:40-56)
21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા. 22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો. 23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, “મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.”
24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.
25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો. 26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.
27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી. 28 તે સ્ત્રીએ વિચાર્યુ, “જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.” 29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે. 30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, “મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?”
31 શિષ્યોએ ઈસુને કહ્યું, “તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?’”
32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું. 33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી. તેણે ઈસુને આખી વાત કહી. 34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.”
35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, “તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.”
36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, “ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.”
37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા. 38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી. 39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, “તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.” 40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા. 41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, “ટલિથા કૂમ!” (આનો અર્થ, “નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.”) 42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા. 43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International