Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:113-128

સામેખ

113 બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું.
    પણ હું તમારા નિયમોને ચાહું છું.
114 તમે જ મારી ઓથ તથા ઢાલ છો;
    મને તમારા વચનની આશા રાખું છે.
115 દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો,
    જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.
116 તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું.
    મારી આશાઓને નિરાશ ન કરો.
117 મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ.
    અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
118 હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો,
    કારણકે તમે તેમનાં છેતરામણા માર્ગોને પ્રગટ કરો છો.
119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો;
    માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120 હું તમારા ભયથી કાંપુ છું,
    અને તમારા ન્યાયવચનનો આદર કરું છું.

હાયિન

121 મેં જે સારું અને સાચું છે તે કર્યુ છે;
    યહોવા, મને મારા પર જુલમ કરનારના હાથમાં ન સોંપો.
122 તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો.
    ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123 તમારા તારણની અને પવિત્રવચનની રાહ જોતાં જોતાં
    મારી આંખો નિસ્તેજ થઇ ગઇ છે.
124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો;
    અને તમારા વિધિઓ મને શીખવજો.
125 હું તો તમારો સેવક છું, મને શાણપણનું વરદાન આપો,
    જેથી હું તમારા સાક્ષ્યોને જાણી શકું.
126 હે યહોવા, હજુ સમય છે કઇંક પગલા ભરો;
    કારણકે દુષ્ટ માણસોએ નિયમોનું ખંડન કર્યુ છે.
127 જ્યારે હું સોના કરતાં,
    શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.
128 તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું;
    અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

1 શમુએલનું 19:1-7

યોનાથાને દાઉદને મદદ કરી

19 શાઉલે પોતાન પુત્ર યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાઉદને માંરી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી, પરંતુ યોનાથાનને દાઉદ ઉપર ખૂબ મિત્રપ્રેમ હતો. તેથી તેણે દાઉદને ચેતવ્યો કે, “માંરા પિતા શાઉલ તારો જીવ લેવાની તક શોધે છે, માંટે આવતી કાલે સવારે સાવધાન રહેજે; કોઈ ગુપ્ત જગ્યાએ છુપાઈ રહેજે. પછી હું માંરા પિતાની સાથે તું જે ખેતરમાં છુપાયો હશે ત્યાં આવીશ, અને તેની સાથે તારા વિષે વાત કરીશ, અને મને જે કઈ જાણવા મળશે તે હું તને જણાવીશ.”

બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ જ થયો છે. તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિર્દોષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”

આખરે શાઉલ તેની સાથે સંમત થયો અને યહોવાના નામે પ્રતિજ્ઞા કરી કે, “માંરે દાઉદને માંરી નાખવો નહિ.”

યોનાથાને દાઉદને બોલાવીને આ બધી વાત કહી સંભળાવી. પછી તેને શાઉલ પાસે લઈ ગયો. દાઉદ ફરી પહેલાંની માંફક રાજાની સેવા કરવા લાગ્યો.

પ્રેરિતોનાં કૃત્યો 27:39-44

વહાણનો વિનાશ

39 જ્યારે દિવસનો પ્રકાશ આવ્યો ત્યારે ખલાસીઓએ જમીન જોઈ. પણ તેઓએ તે જમીન ક્યાંની હતી તે ખબર ન હતી. તેઓએ (રેતીના) કાંઠાવાળી ખાડી જોઈ. ખલાસીઓની ઈચ્છા, જો તેઓ કરી શકે તો વહાણને કિનારા સુધી હંકારવાની હતી. 40 તેથી તેઓએ સુકાનને પકડી રાખવા દોરડાં અને લંગરો સમુદ્રમાં નાખ્યા. પછી તેઓએ તે સાથે દોરડાં પણ ઢીલા કરી દીધાં. સામેનો સઢ પવન તરફ ચઢાવી દીધો અને કિનારા તરફ હંકાર્યુ. 41 પણ વહાણ ત્યાં રેતીના કિનારા સાથે અથડાયું. વહાણનો આગળનો ભાગ ત્યાં ચોટી ગયો. તે વહાણ હાલી શક્યું નહિ. પછી મોટા મોજાંઓએ વહાણના પાછળના ભાગના ટૂકડા કરવાનું શરું કર્યુ.

42 સૈનિકોએ કેદીઓને મારી નાખવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ પણ કેદી તરીને દૂર ભાગી શકે નહિ. 43 પરંતુ લશ્કરી સૂબેદાર પાઉલને જીવતો રાખવા ઈચ્છતો હતો. તેથી તેણે સૈનિકોને કેદીઓને મારી નાખવાની પરવાનગી આપી નહિ. જુલિયસે જે લોકો તરવા માટે પાણીમાં કૂદકો મારી જમીન સુધી તરી જઈ શકે તેમ હોય તેને પ્રથમ તેમ કરવા કહ્યું. 44 બીજા લોકોએ વહાણના પાટિયાં કે ટુકડાઓનો ઉપયોગ કર્યો અને આ રીતે બધા લોકો જમીન પર ઉતર્યા. તે લોકોમાંથી કોઇનું મૃત્યુ થયું નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International