Revised Common Lectionary (Semicontinuous)
9 યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.
10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.
13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”
15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.
17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.
19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.
શાઉલને સતાવતો દુષ્ટઆત્માં
14 હવે યહોવાનો આત્માં શાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવાનો મોકલાયેલો કોઈ દુષ્ટ આત્માં તેને સતાવતો હતો. 15 શાઉલના સેવકોએ તેને કહ્યું, “સ્વામી, જોયું ને, દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં આપને કેવો સતાવે છે? 16 જો તમે આજ્ઞા આપો તો અમે સારો વીણાવાદક શોધી કાઢીએ. તમાંરા પર ત્રાસદાયક આત્માં આવે ત્યારે તે વીણા વગાડે; અને તેથી તમને શાંતિ થશે.”
17 શાઉલે સેવકોને કહ્યું, “કોઈ કુશળ બજવૈયાને શોધી કાઢો અને માંરી પાસે લઈ આવો.”
18 તેમાંના એક સેવકે કહ્યું, “મેં બેથલેહેમના યશાઇના એક પુત્રને જોયો છે. તે વગાડવામાં કુશળ છે, ને બહાદુર અને બહુ કુશળ છે, તે દેખાવડો પણ છે અને યહોવા દેવ તેની સાથે છે.”
19 તેથી શાઉલે યશાઇને વિનંતી કરતાં માંણસો મોકલ્યાં, “તમાંરા પુત્ર દાઉદને મોકલો જે માંરા ઘેંટા ચારે છે.”
20 ત્યારે યશાઇએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા બકરાનું એક બચ્ચુ એક ગધેડાં પર લાદીને પોતાના પુત્ર સાથે શાઉલને મોકલાવ્યાં જેથી તે રાજી થાય. 21 દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોતાં જ તેના પર તેને ખૂબ પ્રેમભાવ જાગ્યો; અને તેને તેનો શસ્ત્ર વાહક બનાવ્યો. 22 એટલે શાઉલે યશાઇને સંદેશો મોકલ્યો કે, “દાઉદને માંરી સેવામાં રહેવા દે, કારણ હું એના ઉપર પ્રસન્ન છું.”
23 અને જયારે જયારે દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં શાઉલમાં પ્રવેશ કરતો ત્યારે દાઉદ વીણા લઈને વગાડતો, એટલે શાઉલને આરામ અને શાંતિ થઇ જતી. દુષ્ટ આત્માં ત્યારે તેને છોડી દેતો અને તે બરાબર થઇ જતો.
પાઉલનું મકદોનિયા અને ગ્રીસમાં ગમન
20 જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો. 2 મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. 3 ત્યાં તે ત્રણ માસ રહ્યો.
તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો. 4 કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા. 5 પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા. 6 બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.
પાઉલની ત્રોઆસની છેલ્લી મુલાકાત
7 સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી. 8 અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા. 9 ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
10 પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.” 11 પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી. 12 લોકો યુતુખસ ને ઘરે લઈ ગયા. તે જીવતો હતો, તેથી લોકો ઘણો આનંદ પામ્યા.
ત્રોઆસથી મિલેતેસનો પ્રવાસ
13 અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી. પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો. 14 પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા. 15 બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા. 16 પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International