Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.
1 માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
2 દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
ને મનથી દેવની શોધ કરતી હોય.
3 તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.
4 દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”
5 જોકે કશું ડરવા જેવું નહિ હોય
ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.
6 સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
અને પછી યાકૂબ ખુશ થશે,
તથા ઇસ્રાએેલ આનંદિત થશે.
24 શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે. મેં યહોવાની આજ્ઞાની અને તમાંરા હુકમની અવગણના કરી છે. હું માંરા માંણસોથી ડરી ગયો અને તેમના કહ્યાં પ્રમાંણે વત્ર્યો, 25 પણ હવે કૃપા કરીને માંરું પાપ માંફ કરો. હું તમને પ્રાર્થના કરું છું કે તમે માંરી સાથે પાછા ફરો, જેથી હું યહોવાની ઉપાસના કરી શકું.”
26 શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું, તેં યહોવાની આજ્ઞાને નકારી દીધી છે એટલે યહોવાએ તને ઇસ્રાએલના રાજા તરીકે હવે અપાત્ર ઠરાવ્યો છે.”
27 શમુએલ જવા માંટે ફર્યો ત્યારે તેને અટકાવવા માંટે શાઉલે તેના ઝભ્ભાની ચાળ પકડી લીધી અને તે ફાટી ગઈ. 28 શમુએલે તેને કહ્યું, “તેં માંરો ઝભ્ભો ફાડ્યો છે. તે જ રીતે યહોવાએ આજે તારી પાસેથી ઇસ્રાએલનું રાજ્ય ફાડી લીધું છે અને જે તારા કરતાઁ સારી વ્યકિત છે તે તારા મિત્રોમાંથી એકને આપી દીધું છે. 29 ઇસ્રાએલનો મહાન દેવ યહોવા કદી જૂઠું બોલતો નથી કે, પોતાનો નિર્ણય બદલતો નથી. તે માંણસ જેવો નથી જે પસ્તાય અને તેનો નિર્ણય ફેરવે.”
30 શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે; પણ માંરા લોકોના આગેવાનો આગળ અને ઇસ્રાએલીઓ આગળ માંરું માંન જાળવો અને માંરી સાથે પાછા આવો, જેથી હું તમાંરા દેવ યહોવાની ઉપાસના કરી શકું.” 31 આથી શમુએલ શાઉલની સાથે પાછો ગયો અને શાઉલે યહોવાની ઉપાસના કરી.
બે પ્રકારના ફળ
(માથ. 7:17-20; 12:34-35)
43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી. 44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી! 45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International